IndiaPolitics

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામોનો ટ્રેન્ડ બદલશે! ભાજપ હરકતમાં! ઓપિનિયન પોલ

ગુજરાત સાથે સાથે હિમાચલમાં પણ ચૂંટણી જંગ જામ્યો છે. આજે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા હિમાચલ પ્રદેશની ચૂંટણીઓ જાહેર કરી દીધી છે. ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022નું શેડ્યૂલ જાહેર કર્યું છે. આગામી 12 નવેમ્બરે મતદાન થશે અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. આ દરમિયાન, આજે એટલે કે 14 ઓક્ટોબરે એબીપી અને સી-વોટરએ ઓપિનિયન પોલનું પરિણામ જાહેર કર્યું છે. આ મુજબ, આ વખતના પરિણામો હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં લગભગ 37 વર્ષનો ટ્રેન્ડ બદલી શકે છે. જો કે ભાજપ માટે આ ચૂંટણી થોડી અઘરી હશે પરંતુ ભાજપ ફરી સત્તામાં આવી શકે છે. 1985 પછી હિમાચલ રાજ્યમાં ભાગ્યે જ એવું જોવા મળે છે કે એક જ પક્ષ સતત સત્તામાં આવ્યો હોય.

હિમાચલ પ્રદેશ વિધાનસભા ઓપિનિયન પોલ: કોને કેટલી બેઠકો
હિમાચલ પ્રદેશમાં કુલ 68 સીટો છે. બહુમતી મેળવવા માટે 35 સીટોની જરૂર છે. ઓપિનિયન પોલ પ્રમાણે 38થી 46 સીટો ભાજપના ખાતામાં જઈ શકે છે. કોંગ્રેસના ખાતામાં 20થી 28 બેઠકો જશે તેવો અંદાજ છે. જ્યારે આમ આદમી પાર્ટીના ખાતામાં પોલ પ્રમાણે માત્ર 1 સીટ જતી જણાય છે. જો કોઈ પણ પક્ષ બહુમતી સુધી પહોંચી શકતો નથી તો અપક્ષો પણ સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેમના ખાતામાં ત્રણ સીટ જઈ શકે છે.આ વખતના પરિણામો હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં લગભગ 37 વર્ષનો ટ્રેન્ડ બદલી શકે છે. જો કે ભાજપ માટે આ ચૂંટણી થોડી અઘરી હશે પરંતુ ભાજપ ફરી સત્તામાં આવી શકે છે. 1985 પછી હિમાચલ રાજ્યમાં ભાગ્યે જ એવું જોવા મળે છે કે એક જ પક્ષ સતત સત્તામાં આવ્યો હોય.

ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જબરદસ્ત મહેનત કરેલી અને તેના પરિણામે ભાજપે બમ્પર જીત મેળવી હતી. ગત વિધાનસભાની વાત કરીએ તો ગત ચૂંટણીમાં ભાજપ ને 68માંથી 44 બેઠકો મળી હતી. આ વખતે પણ ભાજપની બેઠકો ગત વખતની સંખ્યાની નજીક વધુ કે ઓછી રહેવાની ધારણા છે. કોંગ્રેસની પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. ગત વખતે તેને 21 બેઠકો મળી હતી. આ વખતે પણ તેના ધારાસભ્યોની સંખ્યા ગત વખતની સંખ્યાની આસપાસ રહેવાનો અંદાજ છે. જો કે હજુ પરિણામ બદલાઈ પણ શકે છે આમાત્ર ઓપિનિયન પોલ છે.કેટલીય વાર ઓપિનિયન પોલ ખોટા સાબિત થઈ ચૂક્યા છે. હિમાચલ પ્રદેશનું ગણિત અને ભૂતકાળ જોતા દર વખતે જનતા સરકાર બદલી જ નાખે છે.

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી ABP-C મતદાર સર્વે: કોના મત
પોલમાં ભાજપને આ ચૂંટણીઓમાં 46 ટકા વોટ મળવાની ધારણા છે. તેમને સૌથી વધુ વોટ શેર મળવાના છે. કોંગ્રેસને 35.2 ટકા વોટ મળી શકે છે. અરવિંદ કેજરીવાલની પાર્ટીએ પંજાબમાં બમ્પર સીટો મેળવીને સરકાર બનાવી હશે. પરંતુ તેની અસર પડોશી પ્રાંતમાં દેખાતી નથી. જો કે કેજરીવાલનું માનવું હતું કે પંજાબની અસર પડોશી હિમાચલ સુધી ચોક્કસ પહોંચશે. પંજાબના સીએમ ભગવંત માનની સાથે કેજરીવાલે પણ હિમાચલનો ઝડપી પ્રવાસ કર્યો હતો. પોલમાં AAPને માત્ર 6.3 ટકા વોટ મળવાની ધારણા છે. અન્ય 12.5 ટકા મત ખાતામાં જઈ શકે છે. હવે ચૂંટણી બાદ જ ખબર પડશે કે ઓપિનિયન પોલ કેટલા સાચા અને કેટલા ખોટા!?

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!