વર્ષ ૧૯૮૭નું રાજીવ ગાંધી નું બજેટ જે એતિહાસિક બન્યું, અને દેશના વિકાસનો પાયો નખાયો
આજે જ્યારે દેશનું બજેટ રજૂ થઈ રહ્યું છે ત્યારે વર્ષ 1987માં રાજીવ ગાંધી એ નાણામંત્રી રહેતા જે બજેટ રજૂ કર્યું હતું એ આજે દેશના વિકાસનું મહત્વનું અંગ બની ગયું છે અને રાજીવ ગાંધીના એ 1987ના બજેટને માઇલસ્ટોન માનવામાં આવે છે.
આમ જોવા જઈએ તો 2019ની ચુંટણી આવી રહી છે સરકાર જનતાને લુભાવવા માટે અવનવી જાહેરાતો કરતી રહે છે પરંતુ વર્ષ 1987ના બજેટે દેશના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો જેના કારણે દેશની તિજોરી ઉભરાઈ ગઈ.
આઝાદી પછી દેશ પૈસાની તંગીના કારણે ઝઝૂમી રહ્યો હતો અને પ્રગતિ કરવા માટે ક્યાંકને ક્યાંક ફંડ અને વિદેશી નિવેશ માટેની રાહ જોવી પડતી હતી કારણકે ટેક્સ ભરનાર જનતા ખુબજ ઓછા પ્રમાણમાં હતી અને ભારતને વિદેશીઓ પર મદાર રાખવો પડતો હતો. એવા કપરા સમયમાં ભારતના નાણામંત્રી રાજીવ ગાંધીએ એતિહાસિક બજેટ રજૂ કર્યું જેને ભારતના વિકાસની દશા અને દિશા બદલી નાખી.
આજથી લગભગ 32 વર્ષ પહેલાં 1987માં બજેટ રજૂ કરતા નાણામંત્રી રાજીવ ગાંધીએ મિનિમમ કોર્પોરેટ ટેક્સ રજુ કર્યો. આ ટેક્સ દ્વારા મોટી કંપનીઓ પર લગામ લાગવાની કોશિશ કરી જે કંપનીઓ અઢળક નફો કરતી પોતાના શેરહોલ્ડરને ડિવિડન્ડ પણ આપતી હતી પણ ટેક્સ ખુબજ ઓછો ચુકવતી હતી અથવાતો ટેક્સ ભરતી નહોતી. આવી કંપનીઓ પર લગામ કસવા માટે રાજીવ ગાંધીએ બજેટમાં મીનીમમ કોર્પોરેટ ટેક્ષનું પ્રાવધાન રજૂ કર્યું.
વર્ષ 1987માં રાજુ થયેલા બજેટ દ્વારા એવું પ્રાવધાન લાવવામાં આવ્યું કે, મોટી કંપનીઓએ તેમના થયેલા પ્રોફિટ માંથી 15 ટકા ટેક્સ ભરવો અનિવાર્ય છે. આનો વિચાર ગહન અધ્યયન બાદ અમેરિકા માંથી લેવામાં આવ્યો હતો. આ પ્રાવધાનના લીધે દેશને 75 કરોડ રૂપિયાથી વધારે ટેક્સ મળવાની ધારણા બાંધવામાં આવી હતી.
રાજીવ ગાંધી ખુબજ પ્રચંડ બહુમતથી ચુંટણી જીતીને દેશના સૌથી યુવાન વયના વડાપ્રધાન બન્યા હતા અને તેમને દેશના વિકાસ માટે ઘણા આર્થિક સુધારા કર્યા હતા. રાજીવ ગાંધીની આ દુરંદેશી નીતિ અને દેશ માટે કઈંક કરી છૂટવાની ભાવનાએ ભારત દેશને વિકાસના એવા પથ પર દોડાવ્યો કે ભારતે ફરીથી પાછું વળીને નથી જોયું.
રાજીવ ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલા આ કોર્પોરેટ ટેક્સ એ મહેસુલ આવક મેળાવવનું સૌથી મોટું સાધન બની ગયું હતું. હાલના સમયે પણ આ પ્રાવધાન લાગુ જ છે હાલ 25 થી 30 ટકાની વચ્ચે છે. 250 કરોડથી વધારે ટર્નઓવર ધરાવતી કંપનીઓને 25 ટકા કોર્પોરેટ ટેક્સ આપવો પડે છે.
રાજીવ ગાંધી દેશના સૌથી યુવાન વડાપ્રધાન હતા અને તેમને મોર્ડન ભારતના રચયિતા પણ કહેવામાં આવે છે જેમણે જ મોર્ડન ઇન્ડિયાનો પાયો નાખ્યો હતો. દેશમાં ટેલિફોન ક્રાંતિ ,કોમ્યુટર ક્રાંતિ ઈન્ટરનેટ અને યુવાનો ને ૧૮ વર્ષની ઉમરે મતદાન નો અધિકાર જેવા પાયાના સુધારા અને દેશના વિકાસના વેગમાં વધોરો કરવાના અને દેશને ૧૯મિ સદીમાં ૨૧મી સદીના ભારતની કલ્પના કરવામાં મુખ્ય ફાળો રાજીવ ગાંધીનો છે.
1987ના ફેબ્રુઆરીના અંતમાં રાજીવ ગાંધી એ રાજુ કરેલા બજેટ પર દેશના વિકાસનો અદભુત પાયો નખાયો અને દેશ પ્રગતિના પથ પર આગળ વધ્યો. 1987માં વીપી સિંહ નાણામંત્રી હતા પરંતુ કેટલાક કોર્પોરેટ હાઉસ પર દરોડા પાડવાના કારણે વિવાદ થયો હતો વિવાદને ડામવા માટે રાજીવ ગાંધી દ્વારા વીપી સિંહને નાણામંત્રાલય માંથી હટાવીને રક્ષામંત્રાલય આપ્યું અને પોતે નાણાંખાતું રાખ્યું અને દેશનું પહેલું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું.
રાજીવ ગાંધીની છબી બગાડવાનું કામ પહેલા પણ થતું હતું અને આજે ઓણ થાય છે કારણ કે રાજીવ ગાંધી જેવું કરિશ્માઇ નેતૃત્વ ભારતને પહેલી વાર મળ્યું હતું યુવાન અને નિર્ણય લેવામાં સક્ષમ નેતાને ભારતનું સુકાન આપીને દેશની જનતા પોતાના પર ગર્વ અનુભવતી હતી.
ખુબજ ઓછા લોકો જાણતા હશે કે રાજીવ ગાંધીને મિસ્ટર ક્લીન તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજીવ ગાંધી પોતે દેશના વડાપ્રધાન હોવા છતાં ખુબજ નિખાલસતા પુરાવ જાહેરમાં સ્વીકારતા હતા કે દેશના સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર ચરમ સીમા પર છે એમનું ભાષણ આજે પણ લોકોને યાદ છે કે સરકાર જનતા માટે એક રૂપિયો મોકલે છે પરંતુ જનતાને 15 પૈસા જ મળે છે. પોતાની જ સરકાર હોવા છતાં પોતે વડાપ્રધાન હોવા છતાં નિખાલસતાપૂર્વક જાહેરમાં આ તૃટીનો સ્વીકાર કરવાના કારણે રાજીવ ગાંધીને મિસ્ટર ક્લીન કહેવામાં આવતા હતા. તેમના આ નિવેદન બાદ બીજા દિવસના સમાચાર પત્રોમાં રાજીવ ગાંધી છવાઈ ગયા હતા અને તેમને મિસ્ટર ક્લીન તરીકે ઓળખાવવા લાગ્યા હતા.