IndiaWorld

ગૃહમંત્રી અમિત શાહ નો અરુણાચલ પ્રવાસ પાકિસ્તાન બાદ ચાઈનાનો વારો?? જાણો!

ચાઈના ઘણીવાર આપણી સરહદમાં આવી જાય છે અને આ સામે ભારત વર્ષોથી વાંધો ઉઠાવીને ચાઈના સામે લાલ આંખ કરતું આવ્યું છે. જ્યારે અરુણાચલ પ્રદેશ વિષે ચાઈના કહે છે કે અમે અરુણાચલને માન્યતા આપતા નથી હવે સવાલ એ થાય કે ચાઈના વળી કોણ જે આપણા રાજ્યને માન્યતા આપે? મનમોહન સિંહ સરકાર વખતે ચાઇનાને કડક શબ્દોમાં જવાબ આપવામાં આવ્યો હતો કે અરુણાચલ ભારતનું અભિન્ન અંગ છે અને ચાઈનાએ આ બાબતે માથું મારવું નહીં. વાત એમ છે કે ચાઈના અરુણાચલને પોતાનું માને છે અને કેટલીય વાર આપણી સરહદમાં ઘુસપેઠ પણ કરી ચૂક્યું છે. પરંતુ અરુણાચલ ભારતનું અભિન્ન અંગ છે એ હકીકત છે. ગૃહમંત્રી અમિત શાહ ના પ્રવાસ બાદ ચાઇના હાંફળું ફાંફળું બન્યું.

ગૃહમંત્રી અમિત શાહ
ફોટો સોશિયલ મીડિયા

આ બાબતે ચીનના પેટમાં તેલ ત્યારે રેડાયું જ્યારે એક બાજુ દેશમાં જગત જમાદાર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવી રહ્યા છે અને બીજી તરફ અરુણાચલનો સ્થાપના દિવસ ઉજવાઇ રહ્યો હતો અને આ ઉજવણીમાં સામેલ થવા માટે ગૃહમંત્રી અમિત શાહ અરુણાચલ પહોંચ્યા હતા. આ જોઈ ચીનના પેટમાં તેલ રેડાયું. આટલું જ નહીં ગૃહમંત્રી અમિત શાહ દ્વાર અરુનચાલના રસ્તાઓ અને ઉદ્યોગની કેટલીક પરિયોજનાનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ બાબતે ચીનને વધારે ખટક્યું, પરંતુ આ આજની વાત નથી ચાઈના વર્ષોથી અરુણાચલમાં ભારતના રાજકીય નેતાઓ મંત્રીઓ દ્વારા પ્રવાસ કરવામાં આવે ત્યારે ત્યારે આપત્તિ જતાવે છે. હવે ચાઈનાને કોણ સમજાવે કે માલિક પોતાના ઘરમાં આવન જાવન કરે તો આ બાબતે પાડોશીઓને આપત્તિ ના હોવી જોઈએ.

રૂપાણી સરકાર
ફોટો સોશિયલ મીડિયા

ચાઈના દ્વારા ગૃહમંત્રી અમિત શાહ ની અરુણાચલ મુલાકાત બાબતે કહેવામાં આવ્યું કે, ગૃહમંત્રી અમિત શાહ ની અરુણાચલ મુલાકાતથી ચીનની ક્ષેત્રીય સંપ્રભુતાનું ઉલ્લંઘન થયું છે. ચાઈના દ્વારા ગૃહમંત્રી અમિત શાહની અરુણાચલ પ્રવાસ બાબતે કરવામાં આવેલી આપત્તિ બાબતે ભારતે જણાવ્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનું અવિભાજ્ય અંગ હોવાથી ગૃહમંત્રી અમિત શાહ અરુણાચલ પ્રદેશની લીધેલી મુલાકાત બાબતે ચીને ઉઠાવેલો વાંધો યોગ્ય નથી. ભારતના વિદેશ મંત્રાલય તરફથી ચાઈનાને જડબા તોડ જવાબ આપવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે, ભારતના શીર્ષ નેતાઓ વિવિધ રાજ્યોમાં પ્રવાસ કરે છે અને અરુણાચલ પણ ભારતનો જ હિસ્સો છે. આમ ચીનનો વિરોધ અતાર્કિક છે.

ગૃહમંત્રી અમિત શાહ
ફોટો સોશિયલ મીડિયા

મનમોહનસિંહ સરકારનું પણ આ બાબતે સ્પષ્ટ વલણ હતું કે અરુણાચલ પણ અન્ય રાજ્યોની જેમ ભારતનો અભિન્ન ભાગ છે એક અભિન્ન અંગ છે ત્યાં ભારતીય રાજનેતાઓ દ્વારા આવા જવા માટે ચીનને કોઈ વાંધો હોવો જોઈએ નહીં અને વાંધો કે આપત્તિ જતાવવાનો કોઈ હક કે અધિકાર નથી. અરુણાચલ ભારતનું અવિભાજ્ય અંગ છે. વર્ષોથી ચીન અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટનો એક હિસ્સો માને છે અને તેના પર તે પોતાનો દાવો કરે છે. ભારતના કોઈ પણ રાજકીય નેતા દ્વારા પૂર્વોત્તર રાજ્યના પ્રવાસને લઈ તે હંમેશા વાંધો ઉઠાવતુ હોય છે.

ગૃહમંત્રી અમિત શાહ
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, ચીન પાકિસ્તાનનું સમર્થક છે અને જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 નાબૂદ કર્યા બાદ પાકિસ્તાનના સૌથી મોટા સમર્થક તરીકે ચીન વિશ્વમાં ઉભરી આવ્યું હતું. પાકિસ્તાન સાથે કોઈ દેશ નોહતો પણ ચાઈના પાકિસ્તાન સાથે હતું અને ભારત સાથે વિશ્વના લગભગ દરેક દેશો ઉભા હતા. ચાઈના અને પાકિસ્તાન મળીને ભારતને દબાવવાના પ્રયત્નો કરી રહ્યા છે જે આજ કાલનું નથી વર્ષોથી છે. પરંતુ ભારત પાકિસ્તાન અને ચાઈના બંને ને જડબાતોડ જવાબ આપવા માટે સક્ષમ છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!