રઘુરામ રાજન હાલમાં મોદી સરકારની નીતિરિતીઓ પર પેટ છૂટી વાત કરી હતી અને આકરા ચાબખા માર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હાલ દેશમાં ઘણા મુદ્દા છે ઘણા પ્રશ્નો છે કામો બાકી છે તમે સમય પર મૂર્તિ બનાવી શકો છો તો અન્ય કામો પ્રત્યે આવો જુસ્સો કેમ બતાવતા નથી?? આવો સણસણતો સવાલ સીધો મોદી સરકારને કર્યો હતો.
અર્થતંત્ર વિશે વાત કરતા તેમને કહ્યું કે, દેશનું અર્થતંત્ર નોટબંધી અને જીએસટીના કારણે ખોરવાઈ ગયું છે. નોટબંધી અને જીએસટીના અમલ પહેલા 2012 થી 2016 સુંધી ભારતના વિકાસદરની ગતિ ઝડપી હતી. એક પછી એક લાગેલા આંચકાની ભારતના વિકાસદર પર ગંભીર અસર પડી છે. ઉલ્લેખનીય છે કે રઘુરામ રાજન નોટબંધીના વિરોધમાં હતા અને ત્યારે પણ તેમણે જણાવ્યું હતું કે નોટબંધી એ આર્થિક વિનાશ નોતરશે.
વધુમાં તેમણે જીડીપી અને વિકાસ દરની ચર્ચા કરતા રઘુરામ રાજન જણાવ્યું કે, વર્તમાન સાત ટકાનો જીડીપી વિકાસ દર દેશની જરૂરિયાતો માટે પર્યાપ્ત નથી. દેશનો વિકાસ દર એવા સમયે ગગડયો, જ્યારે વૈશ્વિક અર્થતંત્ર છલાંગ લગાવી રહ્યું છે. આ સમયે આપણે વિશ્વ સાથે તાલ મિલવાવને બદલે આપણે આપણો વિકાસદર સુધારવા ઝઝૂમી રહ્યા છીએ.
ક્રૂડના વધતા ભાવ અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, ક્રૂડના વધતા ભાવ મોટી સમસ્યા સમાન છે.