IndiaReligious

વિશ્વએ ભારત પાસેથી આ બાબતો શીખવા જેવી છે. જાણો આપણા દેશની ખાસિયત.

ઈચ્છા શક્તિ: આઝાદી બાદ અંગ્રેજોને એમ હતું કે ભારતીયો ભારત દેશ ચલાવી શકશે નહીં અને અમારી પાસે પાછા આવશે પરંતુ આઝાદીના થોડા વર્ષો બાદ ભારતે અંગ્રેજોને હક્કા બક્કા કરી નાખ્યા હતા. ભારત દેશે એ સમયનો વિશ્વનો સૌથી મોટો બાંધ ભકરાંનાગલ બનાવીને વિશ્વના તમામ દેશોને હેરાન કરી મુક્યા હતા. ભારતે પરમાણુ પરીક્ષણ કરીને સાબિત કર્યું કે અમે પણ જે ઇચ્છીએ તે કરી શકવાની શક્તિ રાખીએ છીએ.

ભારત
ફોટો: સોસીયલ મીડિયા

દુનિયાની સૌથી મોટી લોકશાહી વ્યવસ્થા: વિશ્વની સૌથી મોટી ચૂંટણી વર્ષ 2019માં આયોજીત કરીને દેશમાં લોકશાહી વ્યવસ્થા બનાવી રાખી અને 61 કરોડ કરતાં વધારે લોકોએ વોટ આપીને લોકતાંત્રિક પદ્ધતિને જાળવી રાખી. વિશ્વમાં ભારત જેવો કોઈ દેશ નથી જેણે આજ સુંધી આટલી મોટી લોકતાંત્રિક વ્યવસ્થા જાળવી રાખી છે. ચાઈના જેવા પાડોશી હોવા છતાં પણ આપણી સંસ્કૃતિ અને વ્યવસ્થામાં કોઈ ફેર પડ્યો નથી. આપણે વર્ષોથી લોકશાહીમાં માનીએ છીએ અને લોકશાહી વ્યવસ્થા વિશ્વના અસ્તિત્વ સુંધી ભારતમાં કાયમ રહેશે. આજે દુનિયાના તમામ દેશો આપણી આ પદ્ધતિના વખાણ કરી રહ્યા છે.

ભારત
ફોટો: સોસીયલ મીડિયા

વાંચવાની આદત: એક સર્વે પ્રમાણે વિશ્વમાં ભારતીય જ એવા લોકો છે જેમને કઈંકનું કઈંક વાંચવાની આદત છે. એ ન્યુઝ પેપર હોય કે કોઈ પુસ્તક હોય કે પછી કાગળનો ટુકડો. ભારતનો લીટ્રેસી રેટ વર્ષેને વર્ષે સુધારતો જાય છે અને એ આ આદત પ્રમાણે છે. આપણાં દેશમાં નાના બાળકોને પણ તેમના માતા પિતા રસ્તામાં આવતાં બોર્ડ પોસ્ટર વાંચીને વાંચતા શીખવાડે છે. આટલા મોટા દેશમાં મફત શિક્ષણો કાયદો લાવીને દરેકને મફત શિક્ષણો અધિકાર આપ્યો. બાળકને તેના શિક્ષણના હક આપ્યા. ભારતમાં 6 થી 14 વર્ષના બાળકને મફત શિક્ષણનો બંધારણીય અધિકાર છે.

ભારત
ફોટો: સોસીયલ મીડિયા

વિવિધતામાં એકતા: આપણાં ભારતમાં જેટલા ધર્મ છે એટલા ધર્મ વિશ્વના કોઈ દેશમાં નથી. ભારત વિશ્વનો સૌથી મોટો બિનસાંપ્રદાયિક ધર્મનિરપેક્ષ દેશ છે. વિશ્વના કોઈ દેશમાં આટલાં ધર્મો એક સાથે માનવામાં આવતાં નથી. ભારતમાં મંદિરની બાજુમાં મસ્જિદ અને ચર્ચની બાજુમાં ગુરુદ્વારા પણ જોવા મળી જાય છે. દિવાળીના દિવસે મુસ્લિમ તો ઇદના દિવસે હિંદુ એકબીજાને શુભેચ્છાઓ આપે છે. ભારતમાં દરેક ધર્મને એક સરખું સમ્માન મળે છે. પરંતુ કેટલાક મીડિયા અને રાજકીય નેતાઓ આ છાપને બગાડી રહી છે. પરંતુ ધર્મનિરપેક્ષતા આપણાં લોહીમાં છે કોઈ ગમે તે કરે આપણે તે ક્યારેય નઇ ભૂલી શકીએ. વિવિધતામાં એકતા એ જ આપણી ઓળખ છે.

ભારત
ફોટો: સોસીયલ મીડિયા

વડીલોનું સમ્માન: ભારતીય પરંપરા મુજબ આપણાં ઘરમાં આપણે યુવાન અને ગામેતેટલા મોર્ડન બની જઈએ પણ જિંદગીના મહત્વનાં નિર્ણયો વડીલોના માર્ગદર્શન અને આશીર્વાદ બાદ જ લેવામાં આવે છે. આપણાં ઘર પરિવારમાં વડીલોનું માન સમ્માન કરવામાં આવે છે જ્યારે વિદેશમાં બાળકો પુખ્ત વયના થતાં જ ઘર છોડી દે ચબે અથવા માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે જ્યારે ભારતમાં આજે પણ પુત્ર ઘરડા માતાપિતાને ચારધામની યાત્રા કરાવવા લઈ જાય છે. એટલે જ આપણા દેશને મહાન કહેવામાં આવે છે. આજે પણ આપણ દેશમાં મોટાભાગના લોકો સંયુક્ત પરિવારમાં રહે છે.

ભારત
ફોટો: સોસીયલ મીડિયા

ભારતની વૈજ્ઞાનિક ક્ષેત્રે હરણફાળ: ભારત ગરીબ દેશ છે અને દરેક કાર્યમાટે મોટા ફંડ અને નાણાંની વ્યવસ્થા સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પણ જરૂર છે પરંતુ આ તમામ મુશ્કેલીઓ છતાં ભારતીય વૈજ્ઞાનિકો મંગળ ચંદ્ર પર પહોંચી ગયા. આજે અંતરીક્ષમાં ભારતના ઉપગ્રહો મેડ ઇન ઇન્ડિયાના ટેગ સાથે શાનથી ફરી રહ્યા છે. એક સમયે સાઈલકલ પર મિસાઈલ અને રોકેટ ણએ ઉપગ્રહ ટ્રાન્સફર કરવામાં આવતાં હતાં ત્યારે લોકો હસતાં હતા આપણી પર પણ જ્યારે એજ સાઇકલ પર ટ્રાન્સફર કરેલ રોકેટ, મિસાઈલ અને ઉપગ્રહ તમામ અંતરાયોને ચીરીને અંતરિક્ષ પહોંચ્યા ત્યારે જે લોકો આપણી પર હસતાં હતા તે આપણી વાહ વાહી કરવા લાગ્યા. આપણું ઇશરો એ દુનિયાના શ્રેષ્ઠ સ્પેસ રિસર્ચ સેન્ટરમાંથી એક છે. આજ છે આપણું ભારત.

ભારત
ફોટો: સોસીયલ મીડિયા

ભારતની શરણાર્થી પોલિસી: ભારત અમેરિકા, ચાઈના જેવા કેટલાય ધનિક દેશો કરતાં ગમે તેટલો ગરીબ કેમ ના હોય પરંતુ ભારતે ક્યારેય કોઈ શરણાર્થીને ભારત બહાર કાઢ્યા નથી પરંતુ દિલ ખોલીને સ્વીકાર્યા છે. કોઈ પણ ધર્મની વ્યક્તિ હોય વ્યક્તિના ધર્મ સાથે આપણા દેશને કોઈ લેવા દેવા નથી. આપણો દેશ માનવતા ધર્મમાં માને છે. પહેલાના સમયમાં પારસીઓ આપણાં દેશમાં આવ્યા ત્યારે તેઓ પણ દૂધમાં સાંકરની જેમ આપણામાં ભળી ગયા હતાં. જ્યારે આજે અમેરિકા જેવા દેશોમાં શરણાર્થીઓને હાંકી કાઢવા માટે આંદોલનો અને અભિયાનો હાથ ધરવામાં આવી રહ્યા છે. આપનો દેશ મહાન એટલે જ કહેવામાં આવે છે.

ભારત
ફોટો: સોસીયલ મીડિયા

મહિલા શક્તિનું સૌથી મોટું ઉદાહરણ: ભારત દેશ વિશ્વમાં મહિલા શક્તિનું સૌથી મોટું ઉદાહર છે. ભારત દેશમાં એક બે ભયાનક બનાવ બાદ વિદેશી મીડિયા એ દેશની છબી બગાડવાના પ્રયત્નો કર્યા તો 2014ની ઘટના મુદ્દે ક્યાંક રાજકારણ પણ થયું પરંતુ એક બે બનાવો બાદ એવું ના સમજી લેવાય કે બધાય રાક્ષસ છે. જ્યારે વિશ્વના દેશો પુરુષત્વને લઈને અગ્રેસીવ હતા અને કેટલાક દેશોમાં તો મહિલાઓને વોટ આપવાના આધિકાર નોહતા તેવા સમયે ભારતે ઇન્દિરા ગાંધી સ્વરૂપે ભારતના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી આપ્યા. અને એકવાર નહીં બેવાર પ્રધાનમંત્રી બનાવ્યા. ભારતની રાજધાની દિલ્લીમાં પણ મહિલા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તો દેશના સંસદમાં પણ પહેલીવાર મહિલા સ્પીકર પણ ભારતે આપ્યા. તો દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતીના રૂપે પ્રતિભા પાટીલને ચૂંટીને દેશે ઇતિહાસ સર્જ્યો હતો. મહિલા નેતૃત્વમાં ભારત અગ્રેસર છે આટલું નેતૃત્વ વિશ્વના કોઈ દેશ દ્વારા આપવામાં આવ્યું નથી. અમેરિકા જેવા વિકસિત દેશે આજ સુંધી પોતાના પહેલા મહિલા પ્રેસિડેન્ટનું મોઢું પણ જોયું નથી.

ભારત
ફોટો: સોસીયલ મીડિયા

ભારતનું ઇવેન્ટ મેનેજમેન્ટ: ભારતની છાપ વિદેશોમાં પછાત અને ગરીબ દેશોની છે જે વિદેશી મીડિયાના કારણે છે પણ જ્યારે એજ ફિરંગી આપણા દેશમાં આવે ત્યારે તેમના વિચાર બદલાય છે. ભારત જેવું વ્યવસ્થાપન વિશ્વનો કોઈ દેશ કરી શકે નહીં. આપણા દેશમાં વર્ષોથી નહીં પણ સદીઓથી કુંભ મેળો યોજાય છે. અને આ કુંભમાં લાખો કરોડો લોકો એક સાથે ઉમટી પડે છે જે બાબતે ભારતમાં આજ સુંધી કોઈ મોટી જાનહાની કે કોઈ મોટા બનાવ બન્યા નથી જે ભારતની વ્યવસ્થાપન શૈલીની કરામત છે. વર્ષ 2019ના કુંભમાં આંઠ કરોડ જેટલા લોકો એકઠા થયા હતાં છતાં કોઈપણ જાતની અવ્યવસ્થા ઉભી થઇ નોહતી કે કોઈ મોટો બનાવ બન્યો નોહતો એટલે જ કહી શકાય કે વિશ્વમાં આપણાં કરતાં કોઈજ મોટું અને બેસ્ટ ઇવેન્ટ મેનેજર નથી.

ભારત
ફોટો: સોસીયલ મીડિયા

આપણાં દેશના લોકો જુગાડું છે: એટલે કોઈ પણ સમસ્યાનું સમાધાન શોધવામાં માહેર છે ભારતીય. ભારતીય લોકો કોઈપણ જુગાડ કરીને પોતનું કામ નિપટાવી લે છે. ખેતરમાં બળદની તબિયત સારી ના હોય તો તેને કામ કરવાની જગ્યાએ તેને આરામ કરાવી કોઈ નવીજ પદ્ધતિ વડે ખેતરમાં કામ કરી નાખવાની ક્ષમતા આજના ભરતીયમાં છે. ટ્રેક્ટર લેવાના પૈસા ન હોય તો ઘરે જુના ભંગાર થયેલા વાહન માંથી ટ્રેક્ટર બનાવી લે છે આજનો ભારતીય. એજ જુગાડે આપણાં દેશનું નામ વિશ્વમાં રોશન કર્યું અબજોના બદલે કરોડોમાં આપણે જુગાડના સહારે (માસ ઓરબીટર મિશન) મંગળ પર પહોંચ્યા અને વિશ્વ આપણાં વૈજ્ઞાનિકોને નતમસ્તક થયું. મંગલ યાન મિશન આપણે માત્ર 79 મિલિયન ડોલર્સમાં પૂર્ણ કર્યું જ્યારે અમેરિકાએ આજ પ્રોજેકટ માટે 671 મિલિયન ડોલર્સ ખર્ચ્યા છે.

ભારત
ફોટો: સોસીયલ મીડિયા સબરંગ

ફિરંગીઓ જે આપણાં દેશને ગરીબ કહે છે તો એ જાણી લે કે ભલે આપણે પૈસાથી તેમના કરતાં ગરીબ છીએ પણ દરેક ભરતીયના મગજમાં અમીરી છલો છલ ભરેલી છે. જે કોઈ ના કરી શકે તે એક ભારતીય જ કરી શકે. નાશા જેવા વિશ્વના સૌથી મોટા સ્પેસ સેન્ટરમાં પણ ભારતીય છે, કલ્પના ચાવલાને તો જનતા જ હશો. વિશ્વના ખૂણે ખૂણે ભારતીય વસે છે. ભારતીય વગર આજે અમેરિકા પણ મહાસત્તા ના બની શક્યું હોત. આ આર્ટિકલ એટલો શેર કરો કે ઘર ઘર મોબાઈલ મોબાઈલ સુંધી પહોંચે અને જણાવી દો દુનિયાને કે જ્યાં સુંધી એક ઈમાનદાર છે ત્યાં સુંધી આપણો દેશ, આપણું ઇન્ડિયા મહાન રહેશે. જો આ આર્ટિકલ ગમ્યો હોય તો કૉમેન્ટમાં જય હિન્દ લખો.

ભારત
ફોટો: સોસીયલ મીડિયા

Related Articles

Back to top button
આજનું રાશિફળ!