ગુજરાતના આ પાટીદાર યુવકને સો સલામીઓ પણ ઓછી પડે એવું કામ કરી બતાવ્યું.
જમ્મુ કાશ્મીરના પુલવામા માં 14 ફેબ્રુઆરીએ થયેલા આત્મઘાતી આતંકવાદી હુમલા માં 44 જેટલા અર્ધસૈનિક દળ સીઆરપીએફના જવાનો શહીદ થઈ ગયા હતા.
આ જવાનોના પરિવાર માટે દેશમાં ચારેબાજુથી મદદ પહોંચાડવામાં આવતી હતી અને લાખો લોકોએ કરોડોનું દાન આપ્યું હતું જેના લીધે શહીદ જવાનોના પરિવારને મદદ થાય.
બીજી તરફ અમેરિકામાં રહેતા એક ભારતીય ગુજરાતી પાટીદાર યુવકે ટેકનોલોજીના સહારે શહીદ વીર જવાનો માટે પણ દાન એકઠું કરીને શહીદોના પરિવારને મદદ કારકાનો સંકલ્પ કર્યો હતો.
આ સંકલ્પ હેઠળ અમેરિકાના વર્જિનિયામાં રહેતા ભારતીય ગુજરાતી પાટીદાર યુવક એટલે કે વિવેક પટેલે ટેકનોલોજીના સહારે રૂપિયા 6 કરોડ જેટલી માતબર રકમ એકઠી કરી હતી.
26 વર્ષીય વિવેક પટેલ દ્વારા શહીદ જવાનો માટે ફેસબુકના ફંડ રેઝર ના મધ્યમથી 9,61,554 અમેરિકન ડોલર જેની ભારતીય કિંમત લગભગ 6 કરોડ 84 લાખ જેટલી થાય છે.
વિવેક પટેલ દ્વારા 14મી ફેબ્રુઆરી ના દિવસેજ ફંડ જમા કારવાનું શરૂ કરી દીધું હતું અને ખુબજ ઓછા સમય માં લોકો દ્વારા તેને સારો પરિભાવ મળી રહ્યો હતો અને જોત જોતામાં 6 કરોડ 84 લાખ ભારતીય રૂપિયા જેટલું ફંડ એકત્ર થઈ ગયું હતું.
ફંડ એકત્ર કરતી વખતે ફેસબુક માં ઘણા લોકો દ્વારા એવા સવાલો અને શંકા પણ કરવામાં આવી હતી કે આ ફંડને ભારત કેવીરીતે મોકલવામાં આવશે? તેની પણ વિવેક પટેલ દ્વારા કોમેન્ટ કરવામાં આવી હતી.
વિવેક પટેલ ભારતીય દૂતવાસના સંપર્કમાં હતા અને તેઓ અને તેમના એક સાથી સીઆરપીએફના પણ સંપર્કમાં હતા. તેઓ ભારતીય દૂતવાસ થકી પ્રધાનમંત્રી કાર્યાલના સંપર્કમાં પણ હતા અને પૈસા ભારત કેવી રીતે અને કોને મોકલવા તે બાબતે દૂતવાસ થકી તમામ માહિતી આપવામાં આવેલી.
વિવેક પટેલ દ્વારા એકઠા કવામાં આવેલા ફંડ બાબતે ન્યુયોર્કના ભારતીય કોન્સ્યુલ જનરલ સંદીપ ચક્રવર્તીએ પણ જણાવ્યું હતું કે વિવેક પાટે દ્વારા ફંડ એકત્ર કરવામાં આવ્યું છે અને તેને સુરક્ષિત ભારત ટ્રાન્સફર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, વિવેક પટેલ ગુજરાતના વડોદરામાં રહે છે હાલ તે અમેરિકાના વર્જિનિયામાં છે. ગુજરાતી પાટીદાર યુવકના આ સરાહનીય કામ બાબતે આખાય ગુજરાતમાં અને પાટીદાર સમાજમાં વિવેક પટેલ માટે ગર્વની લાગણી છે.