IndiaWorld

ચીન સાથે ઘર્ષણ બાદ ભારતનો ભારતીય સેના તરફે મોટો નિર્ણય! ચીની સેનામાં ફફડાટ.

ભારત અને ચીન સરહદ વચ્ચે ધીમે ધીમે તણાવ વધી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી ભારત અને ચાઈના વચ્ચે વાટાઘાટો ચાલતી હતી જેમાં ચીનને વાંકુ પડતાં ભારતીય સેના પર હુમલો કરવામાં આવ્યો હતો. ગત સોમવાર રાત્રે LAC પર થયેલી અથડામણમાં ભારતના 20 સૈનિક શહીદ થઇ ગયા હતા. આ અથડામણમાં ચીનને પણ ભારે પણ નુકસાન ઝેલવું પડ્યું હતું. ભારતીય સૈન્ય દ્વારા પણ ચીન સમેજવાબી કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ચીનના 43 જેટલા સૈનિકોમાંથી કેટલાક ઠાર મરાયા તો કેટલાક ગંભીરરૂપે ઇજાગ્રસ્ત થયા હતા. ગંભીર ઇજાગ્રસ્ત થયેલા સૈનિકોમાંથી કેટલાયના મોત થયા છે પણ ચીન આ આંકડો છુપાવી રહ્યું છે. પરંતુ હજુ પણ ચીન તેની હરકતોથી બાઝ આવી રહ્યું નથી. ગદ્દારીનો ઇતિહાસ છે ચીનનો.

World War 3, ભારતીય સેના
ફોટો સોશિયલ મીડિયા

ગત સોમવાર રાત્રે ભારત અને ચીન બંને દેશોની સેનાઓ વચ્ચે અથડામણ થઇ હતી. આ ઘટના ત્યારે બની હતી જ્યારે સોમવારે રાત્રે ગલવાન ઘાટીની પાસે બે દેશો વચ્ચે વાતચીત બાદ બધુ સામાન્ય થવાની સ્થિતિ આગળ વધી રહી હતી. આ સમગ્ર ઘટના પર ભારતીય સેનાએ નિવેદન આપ્યું હતું. સેનાએ કહ્યું હતું કે, 15 જૂનની રાત્રે ગલવાન ઘાટી વિસ્તારમાં અથડામણ થઇ હતી. આ ઘટનામાં ભારતના વીર 20 જવાન શહીદ થયા છે. ત્યારે આ ઘટના પર ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતે હંમેશા LACનું સમ્માન કર્યું અને ચીને પણ એવું કરવું જોઇએ. મંત્રાલયે કહ્યું કે, LAC પર કાલે જે થયું તેનાથી બચી શકાતું હતું. બન્ને દેશોને નુકસાન ઉઠાવવું પડ્યું છે.

સર્જીકલ સ્ટ્રાઈક, ભારતીય સેના
ફોટો: સોસીયલ મીડિયા

ગલવાન ઘાટીમાં હિંસક અથડામણ બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ભારત હંમેશાથી LAC નું સન્માન કર્યું છે અને ચીને પણ એમ જ કરવું જોઇએ. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે LAC પર સોમવારે રાતે જે થયું તેનાથી બચી શકાત. બંને દેશો વચ્ચે સૈનિકોની થયેલી અથડામણમાં બંને દેશોએ નુકસાન ઉઠાવુ પડી રહ્યું છે. તો આ બાબતે World War 3 ના ડરે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે લદ્દાખમાં એક્ચૂલ લાઈન ઓફ કંટ્રોલ (એલએસી) પર ભારત અને ચીન વચ્ચેના તકરાર અંગે ચિંતા વ્યક્ત કરી છે.

નરેન્દ્ર મોદી, ભારતીય સેના
ફોટો: સોસીયલ મીડિયા

પરંતુ રિપોર્ટ મુજબ ભારત ચીન સેના વચ્ચે વાટાઘાટમાં ચીનને વાંકુ પડતા, નીહથ્થી ભારતીય સેનાનો લાભ લઈને ચીની સેના દ્વારા ભારતીય સેના પર હુમલો કર્યો હતો જેમાં 20 જેટલા વીર જવાન શહિદ થયા હતાં. વાટાઘાટ ચાલતી હોય ત્યારે નીહથ્થા રહેવાનો એક પ્રોટોકોલ હતો જેનો ચીની સેનાએ ભંગ કર્યો હતો અને ભારતીય સેના પર હુમલો કર્યો હતો પરંતુ હવે ભારત સરકારે આ પ્રોટોકોલમાં સુધારા કર્યા છે અને ભારતીય સેનાને તમામ છૂટછાટો આપી દીધી છે. તેમજ ભારતીય સેના દ્વારા લદાખ ક્ષેત્રમાં હલચલ પણ તેજ કરી દેવામાં આવી છે.

ભારતીય સેના, ભારત, સર્જીકલ સ્ટ્રાઈક, World War 3
ફોટો: સોસીયલ મીડિયા

ભારત હંમેશા શાંતિનું પ્રતીક રહ્યું છે. ભારતે દરેક દેશો સાથે મૈત્રીપૂર્ણ સંવનધો વિકસાવવાના વર્ષોથી અથાગ પ્રયત્નો કર્યા છે. પરંતુ ભારત અને ચીન વચ્ચેના તણાવને ઘટાડવા માટેના પ્રયત્ન કરવામાં 15 જૂને ગલવાન ખીણમાં ચીની સૈનિકોએ પ્રોટોકોલનો ભંગ કર્યો હતો અને ચીની સેના સાથેની અથડામણમાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયા હતા. ત્યારબાદ સેનાને હવે સરકાર તરફથી છુટ આપવામાં આવી છે કે જો ચીની સૈનિકો દ્વારા ઉશ્કેરવામાં આવે તો તેમને યોગ્ય જવાબ આપવામાં આવે. આવી સ્થિતિમાં પ્રોટોકોલ જોવામાં આવે નહીં.

15 ઓગસ્ટ, ભારતીય સેના
(Photo: IANS/DPRO)

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે રવિવારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને ત્રણેય દળોના વડાઓ સાથે યોજાયેલી બેઠકમાં વર્તમાન વિવાદ પર પણ ચર્ચા કરી હતી અને આ બાબતે નિર્ણય લીધો હતો. તેમજ સરકાર દ્વારા સેનાને પણ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે તેઓ કોઈપણ કાર્યવાહી કરી શકે છે. રવિવારે યોજાયેલી બેઠકમાં સરકારે સેનાને સ્પષ્ટ જણાવ્યું છે કે જો સૈનિકોના જીવ જોખમમાં હોય અને ચીની સૈનિકો ખતરનાક શસ્ત્રોનો ઉપયોગ કરે તો આત્મ રક્ષણ કરતી વખતે કોઈ પણ જાતના પ્રોટોકોલનો વિચાર ન કરીને જડબતોડ જવાબ આપવો.

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!