આ અભિનેત્રી સાથે ભારતીય ક્રિકેટ ટીમનો યંગેસ્ટ ક્રિકેટર કરી રહયો છે ડેટ? જાણો!
બોલીવુડમાં જબરદસ્ત નામ બનાવી ચૂકેલા અને પોતાની એક્ટિંગથી પોતાની આગવી ઓળખાણ બનાવનાર સુનિલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી પણ બોલિવુડમાં અભિનય ક્ષેત્રે આગમન કરી ચુકી છે. આમ પણ ભારતમાં એક ચલણ છે ડૉક્ટરનો પુત્ર કે પુત્રી ડોક્ટર જ બને વકીલનું સંતાન વકીલ જ બને એમ હોવી બોલીવુડમાં પણ એક્ટર કે એક્ટ્રેસનું સંતાન પણ ફિલ્મ ક્ષેત્રે કારકિર્દી બનાવે.
સુનિલ શેટ્ટી એ હેરાફેરી જેવી જબરદસ્ત અને દમદાર કોમેડી ફિલ્મો આપી છે. હવે પિતાની જેમ જ આથિયા શેટ્ટી પણ ટેલેન્ટેડ છે અને ટૂંક જ સમયમાં પિતા સુનિલ શેટ્ટીની જેમ પોતાનું આગવું નામ બનાવી અને પોતાના અભિનયના માધ્યમથી અલગ ઓળખાણ પણ બનાવશે એ નક્કી છે. કહેવાય છે ને કે મોરના ઈંડા ચીતરવા ના પડે એવી જ રીતે પિતાના નકશે કદમ પર આથિયા બોલીવુડમાં પોતાનું નામ બનાવશે.
વાત હાલ આથિયા શેટ્ટી ના કરિયરની નથી પરંતુ હાલ તેઓ પોતાના કહેવાતા લવ અફેર ને કારણે વધારે ચર્ચામાં છે. જોકે માહિતીને અમે સમર્થન નથી આપતા પરંતુ એક ખાનગી વેબસાઈટ દ્વાર જણાવ્યા પ્રમાણે સુનિલ શેટ્ટીની પુત્રી આથિયા ભારતીય ક્રિકેટ ટીમના બેસ્ટમેન સાથે પ્રેમમાં છે. અને બંને એટલેકે આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ આ રિલેશનશિપ બાબતે સિરિયસ છે.
ખાનગી વેબસાઈટન જણાવ્યા પ્રમાણે આથિયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટ ટીમના બેસ્ટમેન કેએલ રાહુલ બંને વચ્ચે લવ અફેર છે. હાલમાં આ સમાચારે પેજ3 પર જબરદસ્ત સનસની મચાવી દીધી છે. અને આજ કારણે આથિયા અને કેએલ રાહુલ ટોક ઓફ ધ ટાઉન બન્યા છે. બંનેના અફેરની વાત થવા લાગી છે પરંતુ બંનેના પરિવારે પણ આ મુદ્દે કોઈ કોમેન્ટ કરવાની ના પાડી છે.
કહેવાય છે કે રાહુલ અને આથિયાની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. તેમના બંનેની એક કોમન ફ્રેન્ડ આકાંક્ષા રંજન દ્વારા બંને એકબીજાને મળ્યા હતા અને પછી બંને સાથે દેખાતાં બંને વચ્ચેના લવ અફેરની ચર્ચાએ જોર પકડ્યું છે. પરંતુ હકીકતે બંને વચ્ચે લવ અફેર છે કે નહીં એ તો હવે આથિયા અને કેએલ રાહુલ જ જણાવી શકે છે! કેએલ રાહુલ હાલ ક્રિકેટ વર્લ્ડકપ માટે દેશ બહાર છે અને જબરદસ્ત ફોર્મમાં છે.
આ ચર્ચાએ જોર ત્યારે પકડ્યું જ્યારે તેમના બંનેની એક કોમન ફ્રેન્ડ આકાંક્ષા રંજન દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરવામાં આવી હતી. આ તસવીરમાં આકાંક્ષા રંજન, આથિયા અને કે.એલ.રાહુલ એકસાથે જોવા મળી રહ્યા છે. ફોટો શેરિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ થયેલી આ તસ્વીર વાયુ વેગે વાઇરલ થઈ જવા પામી છે.
પરંતુ હાલ આ બાબતે આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી કે આ બાબતે કોઈ નિવેદન પણ આપવામાં આવ્યા નથી. મીડિયા દ્વારા આથિયાને આ બાબતે પૂછવામાં આવતાં તેણે કોઈપણ જાતની કૉમેટ કરવાનો ઇનકાર કરી દીધો હતો. બંને માંથી કોઈ મગનું નામ મારી પાડવા તૈયાર નથી પરંતુ પેજ3 ને તો મસાલો મળી ગયો છે.
એક રિપોર્ટ પ્રમાણે બંને જણા પબ્લિક અપિરિયન્સથી પણ બચી રહ્યા છે અને પોતાની રીલેશનશિપ છુપાવી રહ્યા છે. જો કે આવનારા સમયમાં ખબર પડી જ જશે કે હકીકત શું છે. આથિયા અને રાહુલના ડેટિંગના સમાચાર વાયુ વેગે વાઇરલ થઈ ગયા છે હવે આ સમાચાર કેટલાં સાચા છે એ તો આવનારો સમય જ કહેશે. રાહુલ ના ક્રિકેટ વર્લ્ડકપ રમીને પછા ફર્યા બાદ કોઈ જાહેરાત પણ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, કે.એલ.રાહુલનું નામ પહેલીવાર ચર્ચામાં નથી આવ્યું આ પહેલાં પણ જન્નત ફિલ્મથી જાણીતી બનેલી અક્ટ્રેસ સોનલ ચૌહણ સાથે અને નિધિ અગ્રવાલ સાથે પણ જોડાઈ ચૂક્યું છે. જોકે જેતે સમયે આ અંગે બંને એક્ટ્રેસ દ્વારા આ સમાચારને ફેક કહીને ફગાવી દેવામાં આવ્યા હતા. આવા સમાચારો વાયુ વેગે વાઇરલ થઈ જાય છે એટલે પ્રતિક્રિયા આવે તેની પર જ સમાચારની ખરાઈ થઈ શકે છે.