
ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. ભાજપ, કોંગ્રેસ ને આમ આદમી પાર્ટીના ત્રિપંખીયા જંગમાં હાલમાં આમ આદમી ઓરતી આગળ દેખાઈ રહી છે કારણ કે આમ આદમી પાર્ટીએ અત્યારસુંધી 41 જેટલા ઉમેદવારો જાહેર કરી નાખ્યા છે અને આ ઉમેદવારો ચૂંટણીની તૈયારીમાં પોત પોતાના વિધાનસભા ક્ષેત્રમાં કામે લાગી ગયા છે.

કોંગ્રેસ થોડા સમયમાં દિવાળી પહેલાં એક લિસ્ટ જાહેર કરી શકે છે અને દિવાળી બાદ અંતિમ લિસ્ટ જાહેર કરી શકે છે તેવું કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું છે. ભાજપ દ્વારા આબબટે હજુ કોઈ જાહેરાત કરવામાં આવી નથી. બીજી તરફ કોંગ્રેસ તૂટી રહી છે કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે તો કોંગ્રેસના કેટલાક લોકલ નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

ધારાસભ્યની વાત કરીએ તો હર્ષદ રિબડીયા એ કોંગ્રેસ માંથી અને ધારાસભ્ય પદેથી રાજીનામુ આપીને ભાજપ માં જોડાઈ ગયા છે અને નક્કી જ છે કે આગામી ચૂંટણી તેઓ ભાજપ માંથી જ લડશે. કોંગ્રેસ માટે આ એક મોટો ફટકો સમાન છે. ભાજપ ને સૌરાષ્ટ્રમાં જબરદસ્ત ફાયદો થાય તેમ છે પરંતુ જો જનતા હર્ષદ રિબડીયા ને સાથ આપે તો. બીજી તરફ આમ આદમી પાર્ટી કોંગ્રેસના નેતાઓને આમ આદમી પાર્ટીમાં જોડી રહ્યા છે.

તો બીજી તરફ ભાજપ માં મોટું ભંગાણ પડ્યું છે. ભાજપ નેતા ભાજપ છોડીને કોંગ્રેસમાં શામેલ થઈ રહ્યા છે. ઉલ્ટી ગંગા વહી રહી છે. ભાજપ સત્તા પક્ષ છે અને છેલ્લા 27 વર્ષથી એક હથ્થુ શાસન છે ત્યારે ભાજપ માટે આ મોટો ફટકો કહેવાય કે તેના કોઈ નેતા કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસ માટે પોઝિટિવ ન્યૂઝ સમાન છે અને કોંગ્રેસ ને પણ આ બાબતે ફાયદો થાય એ સ્વાભાવિક છે. સત્તાપક્ષના કોઈ નેતા વિપક્ષમાં જોડાય ત્યારે લોકોની સહાનુભૂતિ પણ મળે અને જેતે નેતાઓનો જનધાર પણ મળે પરંતુ એ ચૂંટણી સમયે જ ખબર પડશે કે કોંગ્રેસ ને ફાયદો છે કે નુકશાન!

જણાવી દઈએ કે પ્રધાનમંત્રી મોદી જ્યાંથી લોકસભા લડ્યા હતા તે વડોદરા ના નેતા ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ માટે મોટો ઝટકો કહી શકાય છે. ભાજપ નેતા કુલદીપસિંહ રાઉલજી ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે. જેઓ થોડા સમય પહેલાં વડોદરાની સાવલી બેઠક પરથી કુલદીપસિંહ રાઉલજી ભાજપ માંથી ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, કુલદીપસિંહ રાઉલજી સાવલી બેઠક પર છેલ્લા એક વર્ષથી વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યાં છે અને તેમણે ભાજપ માંથી ટીકીટ મેળવવા માટે અથાગ પ્રયત્નો કર્યા પરંતુ ભાજપ તેમને ટિકીટ નહીં આપે તેવો અંદેશો આવતાં જ તેઓએ ભાજપ માંથી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. છેલ્લા એક વર્ષથી સાવલી બેઠક પર ચૂંટણીની તૈયારીઓ કરતા કુલદીપસિંહ ભાજપમાં છેલ્લા 10 વર્ષથી સક્રિય છે.

તેઓ ક્ષત્રિય નેતા છે અને બરોડા ડેરીના ડિરેક્ટર પણ છે તેમજ કુલદીપસિંહ ડેસર એ.પી.એમ.સી માં વાઇસ ચેરમેન રહી ચૂક્યા છે. હાલ ડેસર એ.પી.એમ.સી.ના ડિરેક્ટર પદે પણ છે. ભાજપ માટે તેમની ખોટ પુરાય એવું નથી જ્યારે કોંગ્રેસ માટે ફાયદા સમાન છે. કોંગ્રેસ માટે આ સમાચાર પોઝિટિવ કહી જ શકાય. કોંગ્રેસ ને ચૂંટણીમાં ફાયદો તો થસે જ પરંતુ એ જોવાનું રહ્યું કે કોંગ્રેસ આ ફાયદો ઉઠાવવામાં સફળ થાય છે કે નહીં!

જણાવી દઈએ કે બરોડાની સાવલી વિધાનસભા બેઠક પરથી છેલ્લા 10 વર્ષ એટલે કે 2 ટર્મથી ભાજપના મેન્ડેટથી કેતનભાઈ ઇનામદાર જીતતા આવ્યાં છે. વર્ષ 2012ની ચૂંટણીમાં તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા અંતે ભાજપ માં જોડાઈ ગયા હતાં અને વર્ષ 2017માં તેઓ ભાજપની જ ટિકિટ પર સાવલી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. એટલે ભાજપ દ્વારા તેમને બદલવા એ ભાજપ માટે બેઠક હારવા સમાન છે. ભાજપ હાલમાં આ બાબતે કોઈપણ જાતનું રિસ્ક લેવા મંગતું નથી.

આ પણ વાંચો:
- ભાજપ ને મોટો ઝટકો! મોદી શાહ પહેલા કેજરીવાલ ભગવત માન સાથે કરશે શક્તિ પ્રદર્શન!
- ગુજરાત ભાજપ માં ભય નો માહોલ?? વિધાનસભા ચૂંટણી સમયે રાજકીય ગરમાવો!
- કોંગ્રેસના પૂર્વ નેતાએ જ હર્ષદ રિબડીયા નું ઓપરેશન કર્યું અને કમલમ પહોંચાડ્યા!?
- ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલના અસ્પષ્ટ નિવેદન બાદ અલ્પેશ ઠાકોર નું વળતું મોટું નિવેદન!
- પાટીલ નું અલ્પેશ ઠાકોર બાબતે રાજકીય નિવેદન! પળમાં હિરો પળમાં ઝીરો જેવું નિવેદન!
- સીઆર પાટીલે પાડ્યો મોટો ખેલ! પ્રધાનમંત્રીની ગુજરાત રેલી પહેલાં આપશે મોટી ગિફ્ટ! કોંગ્રેસ આપને મોટો ફટકો!
- રાજકારણના સૌથી મોટા સમાચાર! પરિવર્તનનો પવન ભાજપ માટે ગુજરાત વિધાનસભા બનાવશે અઘરી?
- સીઆર પાટીલે પાડ્યો મોટો ખેલ! પ્રધાનમંત્રીની ગુજરાત રેલી પહેલાં આપશે મોટી ગિફ્ટ! કોંગ્રેસ આપને મોટો ફટકો!
- સીઆર પાટીલે મુખ્યમંત્રી જાહેર કરી નાખ્યા! ગુજરાત વિધાનસભા ચૂંટણી માહોલ ગરમાયો!
- IB રિપોર્ટમાં મોટો દાવો? ભાજપ-કોંગ્રેસની બંધબારણે ખાનગી બેઠક? રાજકારણમાં ગરમાવો!
- ભાજપમાં ભંગાણ તો કોંગ્રેસમાં સંધાણ! ગુજરાત ના રાજકારણમાં સૌથી મોટું પરિવર્તન!