ગુજરાત ભાજપમાં માં સબ ચંગા સી ની માત્ર વાતો છે બાકી સબ સલામત નથી! જેવી રીતે ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ જાહેર માં કહે છે કે હું એકલો એક તરફ અને બધા બીજી તરફ તે જોતા આંતરિક વિખવાદ ચરમસીમાએ છે. એક તરફ ભાજપના ધારાસભ્યો ખુદ વિજય રૂપાણી સરકાર સામે બાંયો ચડાઈ રહ્યા છે તો બીજીતરફ ઉપ મુખ્યમંત્રી જાહેરમાં પોતે એકલા છેનું નિવેદન આપી ચુક્યા છે તો મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે કશું બોલવાજેવુ બાકી રહેતું નથી. પરંતુ આ તકનો લાભ હોવી વિપક્ષ લેવા જઈ રહ્યું. અને શરૂઆત મુખ્યમંત્રી રૂપાણીના હોમગ્રાઉન્ડ રાજકોટથી થશે. રાજકોટ ભાજપમાં પણ ગરમાંગરમીનો માહોલ છે.
રાજકોટ માં પણ મહાનગર પાલિકાની ચૂંટણી આવી રહી છે તે પહેલાં રાજકીય ગરમાંગરમી તેજ થતી જઈ રહી છે. તો ભાજપમાં નેતાઓ નારાજ થાય એવા તરત મનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તાજું ઉદાહરણ આપીએ તો હમણાં મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટની મુલાકાતે હતાં. પ્રોગ્રામ હતો કુપોષિત બાળકોના વાલીઓ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો સીધો સંવાદ. આ કાર્યક્રમમાં પણ નારાજગી સર્જાઈ હતી. વાત એમ છે કે, આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયાને સ્ટેજ ઉપર બેસાડવામાં આવ્યા હતા પરંતુ મ્યુ. કોર્પોરેશનના સ્ટેન્ડીંગ સમિતિના ચેરમેનને દર્શકોની ખુરશીમાં સ્થાન આપવામાં આવતાં નારાજગી સર્જાઈ હતી.
પરંતુ આ વાત એટલી હદે બગડી ગઈ હતી કે, કોર્પો.ના સ્ટેન્ડીંગ સમિતિ ચેરમેન ઉદય કાનગડને દર્શકોની હરોળમાં સ્થાન આપવામાં આવતાં તેઓ ખુરશી છોડી ઉભા થઈ ગયા હતા. જે બાદ અફરાતફરી થાય તે પહેલાં જ નેતાઓ દ્વારા મનામણા કરીને મામલો થાળે પડયો હતો. હવે મુખ્યમંત્રીની હાજરીમાં જાહેરમાં જો આવી ધમાલો થાય તો પછી પાર્ટીની અંદર ખાનગીમાં શુ નહી થતું હોય!? હવે આતો હતી ઘરની વાત ઘર બહાર પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે મહા મુશ્કેલીઓ રાહ જોઈ રહી છે. કેજરીવાલ ગુજરાતમાં એન્ટ્રી મુખ્યમંત્રી વિજય રૂપાણી ના હોમ ગ્રાઉન્ડ રાજકોટ થી કરી શકે છે.
રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી પહેલા રાજકોટમાં મોટી ઉથલ પાથલના રાજકીય સોગઠાં ગોઠવાઈ રહ્યા છે. સુત્રોનું માનીએ તો રાજકોટમાં મુખ્યમંત્રી રૂપાણીને એક માત્ર વ્યક્તિ ટક્કર આપી શકે તેવી છે અને તે છે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ. ઇન્દ્રનીલ રાજ્યગુરુની ઘરવાપસીની પ્રબળ શક્યતાઓ જોઈ શકાય છે. તેમણે કરેલી પ્રેસ વાર્તામાં પણ કહ્યું કે હું કોંગ્રેસને નુકશાન થાય તેવું કરીશ નહીં, હું કોંગ્રેસી છું પણ હાલ કોંગ્રેસમાં નથી તેવું તેમણે સ્પષ્ટ કહ્યું હતું. ઇન્દ્રનીલ રાજ્યગુરુની વાપસી થાય તો રાજકોટમાં મરી પરવારવારેલું કોંગ્રેસનું સંગઠન ફરી જીવંત થાય તેવી શક્યતાઓ છે.
તો બીજી તરફ ભાજપના બાગી નેતા અને સ્ટેન્ડીંગ કમિટીના પૂર્વ ચેરમેન રાજભા ઝાલા પણ સક્રિય થઈ ગયા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે રાજભા ઝાલા આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી વાતોએ જોર પકડ્યું છે. ચોરેને ચોકે આજ વાત થઈ રહી છે કે, કેજરીવાલની આમ આદમી પાર્ટી રાજકોટથી નવી ઇનિંગની શરૂઆત કરશે!? આ બાબતે ભાજપના નેતાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભાજપને કોઈ ફેર નહીં પડે પરંતુ ફેર તો પડે જ મુખ્યમંત્રીની તકલીફો શરુ થઇ જશે એમાં શંકાને કોઈ સ્થાન નથી.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ ભાજપનો ગઢ છે અને આ ગઢની ચઢાઈ કરવા માટે ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને રાજભા ઝાલા મથી રહ્યાં છે. બન્ને નેતાઓ રાજકીય રીતે અનુભવી છે અને પોતાના ક્ષેત્રમાં પ્રભુત્વ ધરાવે છે. સારુ એવું ફેન ફોલોવિંગ પણ છે. સાથે સાથે આર્થિક રીતે પણ સક્ષમ છે. તો રાજભા ઝાલા અને ઇન્દ્રનીલ રાજગુરૂ બને ગાઢ મિત્રો પણ છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણી સામે ભાજપનો ગઢ બચાવવા માટે આકરી મહેનત કરવી પડે એમ છે. કોંગ્રેસ જો ફરીથી ઇન્દ્રનીલ રાજ્યગુરુની ઘરવાપસી કરવામાં સફળ થાય તો રાજકોટમાં કોંગ્રેસ મજબૂત થઈ શકે છે. તો આમ આદમી પાર્ટી પણ રાજભા ઝાલા દ્વારા રાજકોટથી પોતાની સેકન્ડ ઇનિંગની શરૂઆત કરવાની મહેચ્છા ધરાવે છે.
- આ પણ વાંચો
- અજીત પવાર ફરી નવાજુની કરવાની તૈયારીમાં? ઉદ્ધવ સરકાર જોખમમાં? જાણો!
- ઉડતાં પંજાબ બાદ ઝૂમતા ગુજરાત રૂપાણી સરકારની મુશ્કેલી વધી!ગરમાયુ રાજકારણ!
- આ કારણે પ્રિયંકા ગાંધી ગુજરાત માંથી સંસદભવન પહોંચશે! જાણો!
- ભાજપ સરકાર ની મોટી નકામયાબી આવી સામે! રાજકીય ગરમાંગરમી વધી!
- રૂપાણી સરકાર ની મુશ્કેલીઓ વધી હાર્દિક પટેલે ફરી આંદોલનની આગ ચાંપી?? જાણો!
- ભાજપના વળતાં પાણી! ટ્રમ્પની વિદાય બાદ પડ્યું ભાજપમાં ભંગાણ! જાણો!