
પાટીદાર આંદોલન સમિતિના પ્રણેતા અને કન્વીનર, યુવા ક્રાંતિકારી અલ્પેશ કથીરિયા એ કર્યો અન્નજળનો ત્યાગ, ઉપ મુખ્યમંત્રી સહિતના મંત્રીઓને ફોન કરીને લીધા આડે હાથ.
સુરતના અમરોલી વિસ્તારના ગુરુકૃપા ટ્યૂશન ક્લાસીસના વિદ્યાર્થીઓને ડાંગમાં થયેલ અકસ્માતને પગલે સરકાર પાસે વિવિધ મુદ્દે રજુઆત થઈ હતી જેવી કે મૃતક વિદ્યાર્થીઓના પરિવારને વધુ વળતર, ઇજા ગ્રસ્ત વિદ્યાર્થીઓને સરકારી ખર્ચે અને સારી સારવાર અને ડ્રાયવરે દારૂ પીધેલ હોય તેની સામે તેમજ જે બુટલેગર પાસે થી દારૂ લીધો હોય તે તમામ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે પાસ કન્વીનર અને યુવા ક્રાંતિકારી અલ્પેશ કથીરિયા , સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ પટેલ તેમજ સાથી કાર્યકરો સાથે સુરત જિલ્લા સેવા સદનમાં અન્ન જળનો ત્યાગ કરી ધરણા પર બેસી ગયા હતા અને કલેક્ટર સાહેબ શ્રી ને રજુઆત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, સાપુતારા ખાતે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ બાળકોના પરિવારને વળતર તેમજ તથા હાલ સિવિલ હોસ્પિટલ સારવાર લઇ રહેલ વિદ્યાર્થીઓને યોગ્ય સહાય ના મળતા પાસ કન્વીનર અને હાલમાજ જેલમુક્ત થયેલા યુવા ક્રાંતિકારી અલ્પેશ કથીરિયા સહીત આખી પાસ ટીમ સુરત કલેકટર ઓફીસ પર ધરણા પર બેઠા છે અને ચીમકી ઉચ્ચારી છે કે સરકાર આ બાબતે યોગ્ય સહાય ન કરે ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ કરીને ધરણા પર બેસશે. આબબટે અલ્પેશ કાથીરિયા એ ધારણ પર બેઠા બેઠા નાયબ મુખ્યમંત્રી, મંત્રી શ્રી દર્શનાબેન જળદોષ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા વગેરે મંત્રીઓને ફોન કરીને આ બાબતે ઝડપી કાર્યવાહી કરવા તેમજ પીડિત પરિવારોને ન્યાય આપવા માટેની માંગણી કરી હતી.