GujaratPoliticsRajkot

પેટા ચુંટણી પહેલા સૌરાષ્ટ્રના આ મોટા નેતાની થશે ઘરવાપસી! જાણો!

છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ માંથી રાજીનામુ આપીને પોતાની રીતે અનોખો પ્રચાર કરતાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ ફરીથી કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે. પરંતુ હવે આ માત્ર અટકળોજ રહી નથી ઇન્દ્રનીલ સચેમાં જોડાઈ જાયતો નવાઈ નહીં કરણ કે એક ખાનગી ચેનલને ઇન્ટરવ્યૂ આપતાં તેમણે કહ્યું હતું કે જે થાય એ સારા માટે થાય અને હું વધારે ખુશ થઈ જો આમ થાય તો. કોંગ્રેસ માંથી ભલે રાજીનામુ આપ્યું હોય પણ આજ સુંધી તેઓ બીજી કોઈ પાર્ટીમાં ગયા નથી કે કોંગ્રેસ વિરોધી કાર્યો કર્યા નથી. જે તેમની કોંગ્રેસ વિચારધારા સાથેનું અતૂટ જોડાણ બતાવે છે.

ઇન્દ્રનીલ રાજ્યગુરુ
ફોટો: સોસીયલ મીડિયા

ત્યારે બીજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા ગાંધી યાત્રાને લઈને રાજકોટમાં એક પ્રેસ કોંફરન્સ કરવામાં આવી હતી તેમાં તેમને સવાલ પૂછતાં જણાવ્યું હતું કે કોંગ્રેસની વિચારધારાને વરેલા તમામનું પાર્ટીમાં સ્વાગત છે અને અમે તે તમામને જોડવાનો પ્રયત્ન કરીશું. પરેશ ધાનાણીના નિવેદન બાદ ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાં જોડાવાના સમાચારને વધારે વેગ મળ્યો છે. આ પહેલા પણ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા નિવેદન કરવાંમાં આવ્યું હતું કે કોંગ્રેસની વિચારધારાને વરેલા લોકો માટે કોંગ્રેસના દ્વારા હંમેશા માટે ખુલ્લા જ છે.

અલ્પેશ ઠાકોર
ફોટો: સોસીયલ મીડિયા

આમ જોવા જઈએ તો ઇન્દ્રનીલ રાજ્યગુરુને સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના કદાવર નેતાઓ માંથી એક ગણવામાં આવે છે. અને જ્યારે કોંગ્રેસ હાલ સૌરાષ્ટ્રમાં મજબૂત સ્થિતિમાં છે ત્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરુની કોંગ્રેસમાં ઘરવાપસી થવાથી કોંગ્રેસ વધારે મજબૂત બનશે એમાં બે મત નથી. કોંગેસમાંથી રાજીનામું આપ્યા બાદ પણ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જસદણની પેટા ચૂંટણીમાં જસદણની આજુબાજુના ગામડાઓમાં સ્વખર્ચે ડાયરાઓ યોજી કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાનો પ્રચાર કર્યો હતો.

ઇન્દ્રનીલ રાજ્યગુરુ
ફોટો: સોસીયલ મીડિયા

ના માત્ર જસદણની પેટા ચુંટણીમાં પણ આ વર્ષે યોજાયેલી લોકસભાની ચુંટણીમાં પણ ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસનો પ્રચાર કરતા જોવા મળ્યા હતા. એટલે ભલે તેમણે કોંગ્રેસ પાર્ટી માંથી રાજીનામુ આપ્યું હોય પરંતુ તેઓ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા રહ્યા છે આજ સુંધી અન્ય કોઈ રાજકીય પાર્ટીમાં જોડાયા નથી. ઇન્દ્રનીલ રાજ્યગુરુની ઘર વાપસી માટે કોંગ્રેસના કોર્પોરેટરોએ પણ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની મુલાકાત કરી હતી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુને પાર્ટીમાં ફરી જોડવા માટે રજૂઆત કરી હતી. મતલબ હવે એ નક્કી છે કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાં પાછા આવશે અને તેમના પાછા ફરવાથી સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ મજબૂત બનશે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!