GujaratPoliticsRajkotSocial Media Buzz

ઇન્દ્રનીલ રાજ્યગુરુ એ કર્યો કુંવરજી પર કટાક્ષ તો અવચર નાકીયા અને કોંગ્રેસ માટે કહ્યું કંઇક આવું!

ઇન્દ્રનીલ રાજ્યગુરુ જે કોંગ્રેસના સિનિયર નેતા ગણાતા હતા તેમણે ગત ગુજરાત વિધાનસભા ચૂંટણી પછી કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું હતું. કહેવાય છે કે કુંવરજી બાવાળીયા સાથેના મતભેદ મનદુઃખને કારણે ઇન્દ્રનીલ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હતું. પરંતુ હવે આ વાત માત્ર કુંવરજી અને ઇન્દ્રનીલ વચ્ચે રહી નથી પરંતુ જગ જાહેર થઇ ગઈ છે કે ઇન્દ્રનીલ અને કુંવરજી વચ્ચે ખટરાગ જે સમાચાર આવતા હતા એ મીડિયાની ઉપજ નહિ પરંતુ હકીકત હતી.

ઇન્દ્રનીલ રાજ્યગુરુ જ્યાં સુંધી પાર્ટીમાં હત ત્યાં સુંધી પાર્ટીના દેકોરામને કારણે ક્યારેય જાહેરમાં પોતાના મતભેદ મનભેદ લોકો સમક્ષ મુક્યા ન હતા અને હાલ પણ તેઓ પોતાના સ્વભાવ મુજબ કોઈ વિરુદ્ધ ખરાબ ના બોલવાના કારણે જનતામાં લોકપ્રિય છે. હાલમાં જ જયારે જસદણની પેટા ચુંટણી યોજવા જી રહી છે ત્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા પોતાની હૈયા વરાળ લોકો સમક્ષ ઠાલવી.

રાજ્યગુરુએ કુંવરજીભાઈ પર કટાક્ષ કરતાં જણાવ્યું કે, કુંવરજીભાઈના ફેસબુક પર તેમને પોસ્ટ મૂકી હતી કે, ભાજપને મત આપવાને બદલે મારી આંગળી કાપી નાખીશ, હવે કુંવરજીભાઈ તમે તમારી આંગળી કાપી નાખી છે કે તમે ખુદને મત નથી આપવાના?? જેવા આક્ર પ્રહાર સાથે વેધક સવાલ કર્યા હતા.

વધુમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ એ ઉમેર્યું કે, તમે બંને માંથી કોઈને મત આપવા માંગતા ના હોવ તો નોટાને આપી આવજો, જો નોટના મત વધી જશે તો આમાંથી એકેય ફરી ઉભો ની રહી શકે. આમતો બંને બાજુ સરખા છે અને મને ના ફાવ્યું એટલે હું કોંગ્રેસમાંથી બહાર આવી ગયો. પરંતુ જો મારી સલાહ મુજબ તો, તમારે કોને મત આપવો એ તમારો અંગત પ્રશ્ન છે પણ જો મારું માનો તો ભાજપ કરતા કોંગ્રેસની વિચારધારા સારી છે અને એના લીધે જ દેશ ટકી રહ્યો છે. તમે બેજ પક્ષ માંથી કોઈને મત આપવા માંગતા હોવ તો એ મારા મુજબ અવચર નાકીયા ને આપજો. અવચર ભાઈ નેક માણસ છે અને બીજી બાજુ સામે ભ્રષ્ટાચારી છે એટલે સમજી વિચારીને આપજો.

ઉલ્લેખનીય છે કે, ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા રાજકોટ અને તેના આજુબાજુના વિસ્તારમાં, તેમને વિધાન ચુંટણીમાં મળેલી હાર પછી પોતાનો જનાધાર પાછો મેળવવા માટે ખુબજ પ્રયત્નો કરી રહ્યા છે. અને લોકોના દિલમાં પોતાનું સ્થાન પાછુ મેળવવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે અને કોઈ પણ પાર્ટીના નામ કે સિમ્બોલ વગર ગામડે ગામડે લોક ડાયરો અને ખાટલા સભા યોજી રહ્યા છે. ત્યારે હાલ જસદણની પેટા ચુંટણીમાં જસદણમાં ધામા નાખ્યા છે અને ખુલીને કુંવરજી બાવળિયા વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજનું રાશિફળ!