કોણ છે અલ્પેશ કથીરિયા?
અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત આંદોલન સમિતિના એક અતિ મહત્વના સભ્ય છે તે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર છે અને હવે પાસનું સુકાન તેમના હાથમાં છે. રાજદ્રોહના કેસમાં જામીન પર છૂટ્યા તે જ દિવસે હાર્દિક પટેલ દ્વારા પાસનું સુકાન અલ્પેશ કથીરિયા હાથમાં સોંપીને કહ્યું હતું કે, “હવે અમે બધાય અલ્પેશ ભાઈની આગેવાનીમાં લડીશું તેમના માર્ગદર્શન હેઠળ આગળ વધશું.” અલ્પેશ કાથીરિયા ગુજરાતમાં સમગ્ર પાટીદાર સમાજનું નેતૃત્વ કરે છે અને પાટીદાર સમાજના દીકરા તરીકે તેમની સમાજના યુવાનો પર સારી એવી પકડ છે. જણાવી દઈએ કે પાટીદાર અનામત આંદોલન સમિતિ હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાની આગેવાની માં જ બની છે અને હવે બન્નેની આગેવાનીમાં જ આગળની વ્યૂહરચના નક્કી કરાશે.
કેમ ડરી રહી છે સરકાર?
અલ્પેશ કથીરિયા પાટીદાર સમાજના અગ્રણી છે અને હાલ પાટીદાર અનામત આંદોલન સમિતિનું સુકાન તેમના હાથમાં છે. ભાજપ સરકાર પાટીદાર સમાજનો વિરોધ 2017ની ગુજરાત વિધાનસભા ચુંટણીમાં ઝીલી ચુક્યા છે. 150 સીટોના સપના જોતી ભારતીય જનતા પાર્ટી 99 સીટો પર સંકેલાઈ ગઈ હતી. ક્યાંક ને કયાંક પાટીદાર સમાજનો રોષ અને આજ પાટીદાર અનામત આંદોલન સમિતિના યુવાન નેતા હાર્દિક પટેલ સાથે સાથે કોંગ્રેસની અગ્રેસીવતા ના કારણે ભાજપને 99 સીટો પર સંતોષ માનવો પડ્યો હતો. આ બધાય પાસા જોતા લાગી રહ્યું છે કે સરકાર ક્યાંક ને કયાંક એવું વિચારી રહી હોય કે, અલ્પેશ કથીરિયાને કાબુમાં લેવામાં નહીં આવે તો અલ્પેશ 2019ની લોકસભામાં ભાજપની ગેમ બગાડી શકે છે. અલ્પેશ કથીરિયા પાટીદાર સમજના યુવાનો પર સારું એવું પ્રભુત્વ ધરાવે છે અને ગુજરાતમાં પાટીદાર સમાજ ખાસુંએવું નામ અને મહત્વ ધરાવે છે. ગુજરાતમાં પાટીદાર સમાજ ધારે એની સરકાર બનાવવાની અને ધારે એની સરકાર પાડી દેવાની તાકાત ધરાવે છે. અલ્પેશ કથીરિયા જમીનથી જોડાયેલા વ્યક્તિ છે એટલે તેઓ જમીન સાથે જોડાયેલા લોકોના મુદ્દા ઉઠાવે છે અને સરકાર સમક્ષ તેમનો અવાજ બને છે.
ઉલ્લેખનીય છે કે, હમણાં બે દિવસ પહેલા સાપુતારા ખાતે ગોઝારા માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ બાળકોના પરિવારને વળતર તથા હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વિદ્યાર્થીઓને યોગ્ય સહાય ના મળતા પાસ કન્વીનર અને હાલમાજ જેલમુક્ત થયેલા યુવા ક્રાંતિકારી અલ્પેશ કથીરિયા સહીત આખી પાસ ટીમ સુરત કલેકટર ઓફીસ પર ધરણા પર બેસી ગયા હતા. અને સરકાર સમક્ષ ચીમકી ઉચ્ચારી હતી કે સરકાર આ બાબતે યોગ્ય સહાય ન કરે ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ કરીને ધરણા પર બેસશે. આ બાબતે અલ્પેશ કાથીરિયાએ ધારણ પર બેઠા બેઠા નાયબ મુખ્યમંત્રી શ્રી, મંત્રી શ્રી દર્શનાબેન જળદોષ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા વગેરે મંત્રીઓને ફોન કરીને આ બાબતે ઝડપી કાર્યવાહી કરવા તેમજ પીડિત પરિવારોને ન્યાય આપવા માટેની માંગણી કરી હતી.
સરકાર હાલ શું પગલાં લઇ શકે છે?
સુરતમાં કાર્યક્રમ આપતી વેળાએ પોલીસ સાથે ઝપાઝાપી થઈ હતી તેમાં હાલ તો અલ્પેશ કથીરિયાને કોર્ટમાં હાજર કરીને જામીન મળી ગયા છે પરંતુ પોલીસ અલ્પેશ કથીરિયાના જામીન રદ કરાવવા માટે અરજી કરી શકે છે અને અલ્પેશ કાથીરિયાને પાછા જેલ માં મોકલી શકે છે. પણ આતો જો અને તો છે.