ગબ્બર સિંહ ટેક્ષ પર ટૂટી મોદીજીની ઊંઘ, કોંગ્રેસના જે વિચારને મુર્ખતાપૂર્ણ વિચાર ગણવામાં આવતો હતો તેને હવે લાગુ કરવામાં આવી રહ્યો છે: રાહુલ ગાંધી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો છે, એમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ નરેન્દ્ર મોદીની ઊંઘ ઉડાડી દીધી છે અને હવે તે ગબ્બર સિંહ ટેક્ષ પર કોંગ્રેસના વિચારને પોતાનો વિચાર જણાવી રહ્યા છે.
ત્રણ રાજ્યોમાં મતદાતાઓ દ્વારા કોંગ્રેસ પાર્ટીને કમાન સોંપવામાં આવ્યા બાદ પ્રધાનમંત્રી હરકતમાં આવ્યા અને જે રાહુલ ગાંધીના સૂચનને હસી નાખતા હતા તેને ગંભીરતાથી લેવામાં આવ્યા.
હમણાં હાલમાજ પ્રધાનમંત્રી દ્વારા એક કાર્યક્રમમાં 28%ના સ્લેબ માંથી મોટભગની વસ્તુઓને 18%ના સ્લેબમાં લાવવાનો સંકેત આપવામાં આવ્યા બાદ ના બીજા દિવસે આ જાહેરાત કરવાં આવી કે મોટાભાગની વસ્તુઓ હવે 18%ના સ્લેબ હેઠળ આવશે. એમાં 33 આઇટમોને 12% અને 5% અને 6 આઇટમને 28%ના સ્લેબ માંથી 18%ના સ્લેબમાં સમાવવાની જાહેરાત નાણામંત્રી અરુણ જેટલી દ્વારા કરવામાં આવી છે.
આને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એ ટ્વિટ કરીને કહ્યું હતુંકે, “અંતે કોંગ્રેસ પાર્ટીએ ગબ્બર સિંહ ટેક્ષ પર મોદીજીની ઊંઘ ઉડાડી દીધી છે. જોકે હજુ પણ તેઓ ઊંઘે છે પરંતુ હાલમાં તેઓ એજ દરો લાગુ કરવા જઈ રહ્યા છે જે કોંગ્રેસ દ્વારા તેમને સૂચવવા માં આવી હતી જેને તેઓ મુર્ખતાપૂર્ણ ગણાવતા હતા. પરંતુ કોઈવાંધો નથી દેર આયે દુરુસ્ત આયે નારેન્દ્રજી.”
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પહેલા દિવસથી જ જીએસટીના દરો એક સમાન કરવાની વાત કરતી હતી. કોંગ્રેસે કવટલીય વાર પ્રસ્તાવ મુક્યો કે કેટલીક વસ્તુઓ પર 18% ના દરથી જીએસટી વસુલવામાં આવે. પણ કોંગ્રેસના આ વિચારને ભાજપ સહિત પ્રધાનમંત્રી મોદી હાસ્યાસ્પદ ગણાવતા હતા. પરંતુ હાલ રાહુલ ગાંધીના આ સુચનને પોતાનું બનાવીને મોટાભાગની વસ્તુઓને 29%ના સ્લેબમાંથી ખસેડીને 18%ના સ્લેબમાં લાવવામાં આવી છે.
અરુણ જેટલી એ દોષપૂર્ણ વિચાર કહ્યો હતો એ બાબતે રાહુલ ગાંધીએ પૂછ્યું કે “શું મોદી જી જણાવશે કે એવું તો શું થઈ ગયું કે 5% ના સ્લેબવાળી આઈટમ હવે 18% સ્લેબ માં આવશે?”
જેટલી એ દોષપૂર્ણ વિચાર જણાવ્યો હતો.
જીએસટીને એક વર્ષ થવા પર નાણામંત્રીએ જુલાઈમાં પોતાના બ્લોગ માં લખ્યું હતું કે જીએસટીનો સિંગલ રેટ એ હસ્યાસ્પદ છે એમણે જણાવ્યું કે એક જ દરનો જીએસટી ટેક્ષ એવા દેશોમાં કામયાબ થઈ શકે જ્યાં લોકોની ખર્ચ કરવાની ક્ષમતા એક સરખી હોય. સિંગાપોરમાં આ ચાલી શકે પણ ભારતમાં નહીં.
પિયુષ ગોયલ ભૂલી ગયા હતા વન નેશન વન ટેક્ષનું સૂત્ર
આજ વર્ષે કામ ચલાઉ નાણામંત્રી એ જણાવ્યું હતું કે, એક જ દર વાળા જીએસટીનો પ્રસ્તાવ હાસ્યાસ્પદ છે. પણ આવું કહેતા સમયે કામચલાઉ નાણામંત્રી એ ભૂલી ગયા હતા કે તેમની સરકારે જ્યારે જીએસટી લાગુ કર્યો ત્યારે વન નેશન વન ટેક્ષનું સૂત્ર આપ્યું હતું.