Entertainment

નમસ્તે ટ્રમ્પમાં આકર્ષણ જમાવનાર ઇવાંકા ટ્રમ્પ ના બોલ્ડ ફોટોસ થયા વાઇરલ!

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહપરિવાર ભારતની મુલાતે આવ્યા હતા. આમ તો એવું કહેવામાં આવે છે કે આ કોઈ સત્તાવાર મુલાકાત નથી. અને ભારતમાં પણ તેમનું સ્વાગત સત્તાવાર ભારત સરકાર દ્વારા નહીં પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ અભિવાદન સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. હકીકતમાં સત્તાવાર આવે ત્યારે જે તામઝામ હોય એજ તામઝામ બિન સત્તાવાર આવ્યા હતા ત્યારે પણ હતા. ડોનાલ્ડ ટ્રમ્પની ગણતરી અમેરિકન રાષ્ટ્રપતિ હોવાના નાતે દુનિયાના સૌથી શક્તિશાળી રાષ્ટ્રપ્રમુખ તરીકે થાય છે. કરણ કે અમેરિકા વિશ્વની મહાસત્તા છે અને સૌથી મોટી અર્થવ્યવસ્થા પણ છે. તેમની એક ઝલક જોવા માટે લાખોની જનમેદની એકઠી થઈ હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ સહપરિવાર ભારતના બે દિવસના પ્રવાસે હતા ત્યારે આકર્ષણનું કેન્દ્ર તેમની પુત્રી ઇવાંકા ટ્રમ્પ હતા.

ઇવાંકા ટ્રમ્પ
ફોટો સોશિયલ મીડિયા

ગત 24 તારીખે અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ ખાતે ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંજે તેમણે સહપરિવાર તાજ મહેલની પણ મુલાકાત લીધી હતી અને આજે એટલે કે 25 તારીખે તેઓ દિલ્લીના પ્રવાસે છે. પરંતુ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ દરમિયાન લાઇમ લાઇટમાં ડોનાલ્ડ ટ્રમ્પ કે તેમના પત્ની મિલાનીયા ટ્રમ્પ નહીં પરંતુ તેમના દીકરી ઇવાંકા ટ્રમ્પ રહ્યા છે. ઇવાંકા ટ્રમ્પ તેમના પતિ જેરેડ કુશનર સાથે ભારત પ્રવાસે આવ્યા છે. ઇવાંકા ટ્રમ્પ અને તેના પતિ જેરેડ કુશનર વ્હાઇટ હાઉસના સલાહકાર પણ છે.

ઇવાંકા ટ્રમ્પ
ફોટો સોશિયલ મીડિયા

ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા લગ્ન 1977માં ઇવાના ટ્રમ્પ સાથે થયા હતા અને ઇવાંકા ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ પત્ની ઇવાના ટ્રમ્પ થકી થયેલ સંતાન છે. ઇવાના અને ડોનાલ્ડ ટ્રમ્પને ત્રણ બાળકો છે. જેમાં ઇવાંકા ટ્રમ્પ, ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને એરિક ટ્રમ્પ છે. પરંતુ વર્ષ 1991માં આ લગ્નજીવનનો અંત આવ્યો અને ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇવાના એકબીજાથી અલગ થઇ ગયા હતાં. પરંતુ ઇવાંકા ટ્રમ્પ હંમેશાથી ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જ રહ્યા છે. તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તમામ સંતાનોમાં સૌથી વધારે નજીક ઇવાંકા ટ્રમ્પ છે અને ડોનાલ્ડ ટ્રમ્પ ઈવાંકા ટ્રમ્પ ને સૌથી વધારે પ્રેમ કરે છે. ઇવાંકા ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પના તેમના ચૂંટણી દરમિયાન સૌથી મોટા સપોર્ટર બન્યા હતા. ચૂંટણીની તમામ જવાબદારી તેમના માથે લઈ લીધી હતી અને ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ઇવાંકા ટ્રમ્પ
ફોટો સોશિયલ મીડિયા

ઇવાંકા ટ્રમ્પ આ પહેલા પણ ભારત આવી ચુક્યા છે અને હૈદરાબાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે એક કાર્યક્રમમાં હાજરી પણ આપી ચુક્યા છે. ઈવાંકા ટ્રમ્પ વ્હાઇટ હાઉસના સલાહકાર બન્યા તે પહેલાં તેઓ એક બિઝનેસ વુમેન હતા અને તેઓ ફેશન મોડેલ પણ હતા. તેમના ફોટોસ વિશ્વની જાણીતી મેગેઝીઝ વોગ માં પણ છપાઈ ચુક્યા છે. ઇવાંકા ટ્રમ્પ પોતે લેખક પણ છે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમના રિયલ એસ્ટેટના બિઝનેસને પણ તેઓ સાંભળે છે. તેઓ ટ્રમ્પ ઓર્ગેનાઝેશનમાં એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ડેવલોપમેન્ટ એન્ડ એકવિઝિશન ના પદ પર કાર્યરત છે.

ઇવાંકા ટ્રમ્પ
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, ઈવાંકા ટ્રમ્પ અને તેમના પતિ જેરેડ કુશનરને ત્રણ સંતાનો છે. ઈવાંકા ટ્રમ્પ મલ્ટી ટેલેન્ટેડ પર્શનાલિટી ધરાવે છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહાયતા વગર ઈવાંકાએ પોતાની એક અલગ ઓળખાણ બનાવી છે. તેઓને અમેરિકાના મોસ્ટ સક્સેસફૂલ બિઝનેસ વુમેન તરીકે ઓળખવામાં આવે છે. ઈવાંકાએ ભારતની પહેલી મુલાકાત વખતે પણ કહ્યું હતું કે મને ફરીથી ભારત આવવું ગમશે આ વાતનો ઉલ્લેખ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈ કાલના તેમના ભાષણમાં પણ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેમના કામના વખાણ કર્યા હતા.

ઇવાંકા ટ્રમ્પ
ફોટો સોશિયલ મીડિયા
ઇવાંકા ટ્રમ્પ
ફોટો સોશિયલ મીડિયા

Related Articles

Back to top button
આજનું રાશિફળ!