EntertainmentIndiaSocial Media BuzzSports

ઇન્ડિયન બોલર જસપ્રીત બુમરાહ આ મશહૂર એક્ટ્રેસ સાથે કરી રહ્યો છે ડેટ?? જાણો!

ક્રિકેટ વર્લ્ડકપમાં જબરદસ્ત પ્રદર્શનથી ક્રિકેટ ચાહકોને મંત્રમુગ્ધ કરનાર જસપ્રીત બુમરાહ ખુદ ક્લીન બોલ્ડ થઈ ગયો છે તેવા સમાચારો વાઇરલ થઈ રહ્યા છે આ પહેલા કે એલ રાહુલ અને આથિયા શેટ્ટી વચ્ચે લવ અફેરના સમાચારો વાઇરલ થઈ રહ્યા હતા જોકે એ બાબતે હજુ આથિયા અને રાહુલ દ્વારા મગનું નામ મરી પાડવામાં આવ્યું નથી.

જસપ્રીત બુમરાહ
ફોટો: સોસીયલ મીડિયા

આમ તો બોલીવુડ અને ક્રિકેટ વચ્ચે ખાસ સંબંધ છે આ પહેલા પણ ઘણા ક્રિકેટરો બોલીવુડ એક્ટ્રેસ સાથે લગ્ન કરી ચુક્યા એમાં ઇન્ડિયન ટીમના હાલના કેપટન વિરાટ કોહલી મોખરે છે વિરાટ કોહલી એ બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા છે તો યુવરાજ સિંહ, હરભજન સિંહ વગેરે પણ અભિનેત્રી સાથે લગ્ન કરેલા છે એટલે ક્રિકેટ અને બોલીવુડનો સંબંધ વર્ષો જૂનો છે.

જસપ્રીત બુમરાહ
ફોટો: સોસીયલ મીડિયા

હાલ વર્લ્ડકપમાં તરખરાટ મચનાર અને સૌથી વધારે મેડન ઓવર અને ખાલી બોલ નાખનાર માં જેનું નામ સમાવિષ્ટ થયું છે એવા જસપ્રીત બુમરાહ નું નામ પણ અભિનેત્રી સાથે જોડાઈ રહ્યું છે. કહેવાય છે કે બુમરાહ અને આ અભિનેત્રી ઘણા સમયથી એક બીજાને ઓળખે છે અને ડેટ પણ કરે છે. હાલ જસપ્રીત ઇંગ્લેન્ડમાં વર્લ્ડકપ માં હતો એટલે કોઈ નિવેદન આવ્યું નથી પરંતુ હવે આ બાબતે સત્તાવાર નિવેદન પણ આવી શકે છે.

જસપ્રીત બુમરાહ
ફોટો: સોસીયલ મીડિયા

જસપ્રીત બુમરાહ લોકોને બોલ્ડ કરતો હતો પણ હવે સાઉથની અભિનેત્રી અનુપમા પરમેશ્વરને બુમરાહ ને ક્લીન બોલ્ડ કરી દીધો છે. બંને એકબીજાને ઘણા સમયથી ઓળખે છે અને એકબીજાને ડેટ પણ કરી રહ્યા છે. હાલ આ બાબતે જસપ્રીત બુમરાહ ઇંગ્લેન્ડ વર્લ્ડકપ માં વ્યસ્ત હોઈ કોઈ સત્તાવાર નિવેદન તેમના દ્વારા કે તેમના પરિવાર દ્વારા આપવામાં આવેલ નથી.

જસપ્રીત બુમરાહ
ફોટો: સોસીયલ મીડિયા

પરંતુ આ બાબતે અનુપમા પરમેશ્વરન ને પૂછવામાં આવતાં તેમણે લવ અફેર અને ડેટને લઈને આવી રહેલા સમાચારનું ખંડન કર્યું હતું અને જણાવ્યું હતું કે અમે બંને એકબીજાને ઘણા સમયથી ઓળખોએ છીએ અને એકબીજાના સારા મિત્રો છીએ બસ એનાથી વધારે કશું નથી. બુમરાહ અને અનુપમાના અફેરની ખબર ટ્વિટર પરથી ઉડવાલગી જ્યારે અનુપમા અને બુમરાહ એક બીજાની ટ્વિટ પર જવાબ આપતા જોવા મળ્યા.

જસપ્રીત બુમરાહ
ફોટો: સોસીયલ મીડિયા

એવું નથી કે બુમરાહનું નામ આ પહેલી વખત કોઈ અભિનેત્રી સાથે જોડાયું હોય આ પહેલા પણ એક એક્ટ્રેસ સાથે પણ જોડાઇ ચુક્યું છે. સાઉથ ફિલ્મોની એક્ટ્રેસ રાશિ ખન્ના સાથે પણ બુમરાહ ડેટ કરી રહ્યો છે તેવી પણ ચર્ચા હતી પરંતુ રાશિએ જે તે વખતે આ ખબરને માત્ર અફવાનો કરાર આપ્યો હતો અને સમાચારોનું ખંડન કર્યું હતું. રાશિએ એમ પણ કહ્યું હતું કે મને એટલી ખબર છે કે બુમરાહ એક ઇન્ડિયન ક્રિકેટર છે આનાથી વધારે નહીં.

જસપ્રીત બુમરાહ
ફોટો: સોસીયલ મીડિયા

બોલીવુડ અને ક્રિકેટનું કનેક્શન એટલે છે કે બંને ગ્લેમરસ છે. અઢળક રૂપિયા અને જબરદસ્ત ફેમ. ક્રિકેટર અને અભિનેત્રી એકબીજાના સંપર્કમાં આવે છે મિલન મુલાકાત અને પછી મળવાનો દોર જામે છે ત્યારબાદ ડેટ અને પ્રેમ અને લગ્ન બસ આવી જ રીતનું કનેક્શન બોલીવુડ અને ક્રિકેટ વચ્ચે છે. જેમાં ઘણા ભારતીય ક્રિકેટરો સામેલ છે જેમણે બોલીવુડ અભિનેત્રી સાથે લગ્ન કર્યા હોય.

જસપ્રીત બુમરાહ
ફોટો: સોસીયલ મીડિયા

અનુપમાની વાત કરીએ તો તેઓ સાઉથની ફિલ્મોની એક્ટ્રેસ છે અને તેમની આવતા મહિને એક નવી ફિલ્મ પણ આવી રહી છે જેમાં તેઓ લીડ રોલમાં જોવા મળી રહ્યા છે. આ તેલુગૂ ફિલ્મનું નામ રક્ષાસુધુ છે જેમાં મુખ્ય કિરદારમાં અનુપમા નજરે આવશે. આ ફિલ્મ તામિલ ફિલ્મ રત્સસનની રીમેક છે. જે આવતા મહિને 2 ઓગસ્ટે રિલીઝ થવા જઇ રહી છે પહેલા આ ફિલ્મ જુલાઈ માં રિલીઝ થવાની હતી પરંતુ કોઈક કારણો સર તે આવતા મહીને રિલીઝ થશે.

જસપ્રીત બુમરાહ
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, ક્રિકેટ વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરીને લોકોના દિલોમાં રાજ કરતાં જસપ્રીત બુમરાહ પોતે પણ ક્લીનબોલ્ડ થયા છે જોકે ડીસીઝન પેન્ડિંગ છે હવે આઉટ કે નોટ આઉટ ની સિગ્નલ આવે તેની રાહ જોવાઇ રહી છે. હાલમાં સત્તાવાર નિવેદન નથી આવ્યું પણ હવે આ બાબતે સત્તાવાર નિવેદન પણ આવી શકે છે કારણ કે ન્યુઝીલેન્ડ સામે સેમિફાઇનલમાં હાર બાદ ટિમ ઇન્ડિયા પછી ભારત આવી રહી છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!