IndiaLaw

વીડિયો વાઇરલ! મોર્નિંગ વોક પર નીકળેલા જજને રીક્ષા દ્વારા મારવામાં આવી ટક્કર! જજ નું મોત!

ઝારખંડના ધનબાદમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ (એડીજે) ઉત્તમ આનંદને એક ઝડપી વાહન દ્વારા ટક્કર મારતા તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં એવું જોવા મળે છે કે સવારની સફર દરમિયાન ન્યાયાધીશને ટક્કર મારતાં એક વાહન ભાગી જાય છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ગુરુવારે ઉત્તમ આનંદની કથિત હત્યાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પણ રજૂ થયો હતો.

પેટા ચૂંટણી, અયોધ્યા, સોલિસીટર જનરલ
ફોટો: સોસીયલ મીડિયા

સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન અને વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે ગુરુવારે સુપ્રીમ કોર્ટને ઝારખંડના ધનબાદમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ (એડીજે) ઉત્તમ આનંદની કથિત હત્યાની નોંધ લેવાની વિનંતી કરી હતી. સિંહે મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમન્નાની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કોર્ટને કહ્યું કે, જો કોઈ ગેંગસ્ટરની જામીન નામંજૂર થયા પછી આવી રીતે હત્યા કરવામાં આવે તો તે ન્યાયતંત્ર માટે જોખમી પરિસ્થિતિ છે.

મુખ્ય ન્યાયાધીશ રમન્નાએ કહ્યું કે તેમણે સવારે ઝારખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સાથે આ ઘટના અંગે વાત કરી હતી. સિંહે કહ્યું કે આ ઘટના ન્યાયતંત્રની સ્વતંત્રતા પર આઘાતજનક હુમલો છે અને આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરે છે. ન્યાયમૂર્તિ રમન્નાએ જણાવ્યું હતું કે હાઇ કોર્ટે પોલીસ અને જિલ્લા અધિકારીઓને નોટિસ ફટકારી છે. મુખ્ય ન્યાયાધીશે કહ્યું, “તેઓ ગુરુવારે આ મામલાની સુનાવણી કરી રહ્યા છે, તેમને તે સંભાળવા દો. આ તબક્કે અમારું દખલ જરૂરી નથી. “

વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ મુદ્દો મહત્વપૂર્ણ છે અને તે ન્યાયના હિતમાં પણ છે. ખંડપીઠે કહ્યું કે તે એસસીબીએની પહેલથી અભિભૂત થઈ ગયું છે અને તેણે લીધેલા પગલાઓની પણ પ્રશંસા કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવું કહેવામાં આવે છે કે એડીજે આનંદ ગુંડાઓ સાથે જોડાયેલા કેસોની દેખરેખ રાખતા હતા. બુધવારે સવારે વોક દરમિયાન તેમને એક ઓટો રિક્ષા એ ટક્કર મારી હતી. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન જસ્ટિસ આનંદનું મોત નીપજ્યું હતું.

અયોધ્યા
ફોટો: સોસીયલ મીડિયા

સીસીટીવી ફૂટેજમાં જોતા સંકેત મળી આવે છે કે આ કોઈ એક્સિડન્ટ નહીં પરંતુ હત્યાનું કાવતરું છે. જજની હત્યા ના કાવતરામાં ચોરાઇ ગયેલી ઓટો રિક્ષા હતી અને એજ ઓટો રીક્ષા દ્વારા જ જજને ટક્કર મારવામાં આવી હતી. બીજી તરફ મૃતક જજની પત્નીએ અજાણ્યા લોકો વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કર્યો છે. વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે કહ્યું કે આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ રેકોર્ડ પર લાવવા જોઈએ કારણ કે આ ઘટના ન્યાયાધીશ પર આયોજિત હુમલો જેવી લાગે છે.

ઝારખંડ
ફોટો: સોસીયલ મીડિયા

વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે કહ્યું, “આ ન્યાયતંત્રની સ્વતંત્રતા પરનો ખુલ્લો હુમલો છે. જે વિડીયો વાયરલ થયો છે તે વાસ્તવમાં કોઈએ શૂટ કર્યો હતો જે હુમલાની પૂર્વ જાણકારી સાથે રેકોર્ડ કરી રહ્યો હતો. જોકે, જસ્ટિસ ચંદ્રચુડે તેમને મુખ્ય ન્યાયાધીશ રમન્ના સમક્ષ આ મામલોનો ઉલ્લેખ કરવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જજ સાહેબની હત્યા એ કાવતરું હતું અને સોચી સમજીને આ કાવતરાને અંજામ આપવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં આ બનાવના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. બાર અને બેન્ચ દ્વારા એક સાથે આ બાબતે દેશની સર્વોચ્ચ અદાલતમાં રજુઆત કરવામાં આવી છે. સરકાર પણ આ બાબતે કડક પગલાં ભરવાની તૈયારીમાં છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!