દેશના વિવિધ રાજ્યોમાં રાજ્યસભાની સીટો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે મધ્યપ્રદેશમાં રાજ્યસભાની 3 સીટ માટે ઘમાસાણ મચ્યું છે અને સરકાર પડી જાય તેવી પરિસ્થિતિ સર્જાઇ ચુકી છે. કોંગ્રેસના સિનિયર નેતા અને મધ્યપ્રદેશના યુવા નેતા ગણવામાં આવતાં જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા કોંગ્રેસ પાર્ટી છોડી દેવામાં આવી છે. ત્યારે મધ્યપ્રદેશમાં સરકાર સામે મોટું જોખમ તોળાઈ રહ્યું છે. મુખ્યમંત્રી કમલનાથ સરકાર બચાવવા માટે જમીન આસમાન એક કરી રહ્યા છે. ત્યારે આજે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટની જાહેરાત રાજ્યપાલ દ્વારા કરવામાં આવી છે પરંતુ કમલ નાથ દ્વારા આ કહેરાતને આવકારવામાં આવતાં ભાજપ માં ફફડાટનો માહોલ સર્જાયો છે.
9 તારીખે મધ્યપ્રદેશ કોંગ્રેસન 19 ધારાસભ્યો એકાએક ગાયબ થઈ ગયા હતાં અને કોંગ્રેસના મોટા નેતા માંથી એક ગણવામાં આવતાં જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ગાયબ થઈ ગયાં હતાં. ત્યારબાદ સિંધિયા કેમ્પના 19 ધારાસભ્યો બેંગ્લોર લાઇ જવામાં આવ્યા હતા જેમણે ત્યાંથી રાજીનામાં આપ્યા હતા. તો કમલનાથ દ્વારા સિંધિયા કેમ્પના 6 મંત્રીઓના રાજીનામાં મંજુર કરવા રાજ્યપાલને ભલામણ જારી હતી જે 6 જેટલા મંત્રીના રાજીનામાં મંજુર કરાવી કમલનાથ એક ચાલ આગળ ચાલ્યા હતાં અને ભાજપ તેમની આ રાજરમત સમજી શક્યા નહી. સિંધિયા કેમ્પના સભ્યોના રાજીનામાં મંજુર કર્યા બાદ વિધાનસભાનું સંખ્યાબળ પણ ઘટ્યું અને બહુમતી સાબિત કરવા આંકડો નાનો થયો! અહી ક્લિક કરીને અમારા ફેસબુક પેજને ફોલો કરો વધારે ન્યુઝ માટે
આજે મધ્યપ્રદેશ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ?
રાજ્યપાલ દ્વાર આજે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટની જાહેરાત કરવામાં આવતાં કમલનાથ દ્વારા હામી ભરવામાંઆવી અને કહ્યું કે અમે તૈયાર છીએ. મુખ્યમંત્રી કમલનાથ દ્વારા અને અન્ય સિનિયર નેતાઓ દ્વારા જણાવવામાં આવ્યું કે મધ્યપ્રદેશમાં સરકાર સુરક્ષિત છે. સિનિયર નેતાઓ ફૂલ કોન્ફિડન્સમાં કહે છે. આ નિવેદન બાદ ભાજપમાં ફફડાટ મચી ગયો છે ત્યારે ભાજપ દ્વારા ફ્લોર ટેસ્ટ આજે ના થાય તે માટે રાજ્યપાલ સાથે બેઠક કરવામાં આવી છે. તો બીજી તરફ જ્યોતિરાદિત્ય સિંધિયા કેમ્પના 19 ધારાસભ્યોએ આ ફ્લોર ટેસ્ટમાં પહોંચી શકવાની અસમર્થતા દર્શાવી છે એટલે આજે ફ્લોર ટેસ્ટ થાય છે કે નહી તે જોવું રહ્યું.
ભાજપ અને કોંગ્રેસના કેટલાક બાગી ધારસભ્યો કમલનાથ સાથે?
તો ભાજપ દ્વારા સુરક્ષા અને સતર્કતા માટે પોતાના 106 ધારાસભ્યોને હરિયાણા લઇ જવામાં આવ્યા હતાં જે ગઈ કાલે મોદી રાત્રે દિલ્લી પહોંચ્યા હતા અને ત્યાંથી જ ભોપાલ રાવણ થઈ ગયા હતા. તો બીજી તરફ કમલનાથ દ્વારા કોઈને પણ ગંધ ના આવે એ રીતે બેગલુરુંમાં ડી.કે.શિવકુમારને એક્ટિવ કરી દીધા હતાં. જીતુ પટવારીને ત્યાં મોકલી 19 જેટલા ધારાસભ્યો સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો જેમાંથી કેટલાક ધારાસભ્યો પાછા આવવા તૈયાર છે. જે બાબતે કમલનાથ દ્વારા રાજ્યપાલને ફરિયાદ કરવામાં આવી હતી અને ગૃહમંત્રી અમિત શાહને પત્રલખીને ચકચાર માચાવવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ભાજપના કેટલાક ધારાસભ્યો સાથે પણ કમલનાથ અને કોંગ્રેસના કેટલાક નેતાઓ સંપર્કમાં છે તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. કમલ નાથ દ્વારા આગામી સમય માં માસ્ટરસ્ટ્રોક રમીને જ્યોતિરાદિત્ય સિંધિયા અને ભાજપની ચાલને માત આપવામાં આવે તો નવાઈ નહીં. કરણ કે જેટલા હળવા ફૂલ થઈને નેતાઓ ફરી રહ્યા છે એ પરથી તેમના કોન્ફિડન્સનો ક્યાસ લગાઈ શકાય છે કે મધ્યપ્રદેશમાં સરકાર સુરક્ષિત છે તો ભાજપમાં હવે જ્યોતિરાદિત્ય કેમ્પના ધારાસભ્યો સાથે સાથે તેમના 2..3 ધારાસભ્યો તૂટવાની ભીતિ સેવાઈ રહી છે. હોવી આજે મધ્યપ્રદેશમાં રાજકીય ગરમાં ગરમી વધશે એ નક્કી.