IndiaPolitics

કમલનાથ નો માસ્ટરસ્ટ્રોક! ડી કે શિવકુમારની એન્ટ્રી! ભાજપમાં ફફડાટ!

9 તારીખે મધ્યપ્રદેશ કોંગ્રેસન 19 ધારાસભ્યો એકાએક ગાયબ થઈ ગયા હતાં અને કોંગ્રેસના મોટા નેતા માંથી એક ગણવામાં આવતાં જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ગાયબ થઈ ગયાં હતાં અને ગઈ કાલે સવારે એકસાથે 19 જેટલા ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હતા. તો કમલનાથ દ્વારા મંત્રીમંડળનું પણ મારખું વિખેરી નાખવામાં આવ્યું હતું. બપોરે જ્યોતિરાદિત્ય સિંધિયાએ અમિત શાહ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી હતી અને કોંગ્રેસના દરેક પદ હોદ્દા પરથી રાજીનામુ આપી દીધું હતું. પરંતુ હજુપણ કમલનાથ સરકાર પડી જશે કે ટકશે તે અંગે કોઈ પિચર ક્લિયર નથી.

કમલનાથ, kamalnath
ફોટો સોશિયલ મીડિયા

પહેલા મધ્યપ્રદેશ વિધાનસભાનું ગણિત જોઈએ. મધ્યપ્રદેશ વિધાનસભામાં 230 સીટ છે. રાજ્યમાં બે ધારાસભ્યોના નિધન થતાં બે બેઠક ખાલી છે એટલે હાલ 228 ધારાસભ્યો રહ્યા છે. જેમાં કોંગ્રેસ પાસે 114 સીટ છે, કોંગ્રેસનને 4 અપક્ષ અને 2 બસપા તથા એક એસપીના ધારાસભ્યોને ટેકો મળી કોંગ્રેસે 121 ધારાસભ્યો સાથે સરકારમાં છે. તો ભાજપ પાસે 107 ધારાસભ્યો છે. જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક 22 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. પરંતુ હજુ તેનો સ્વીકાર થયો નથી. જો સ્વીકારી લેવામાં આવે તો બીજી 22 સીટ ખાલી થઈ જાય એટલે વિધાનસભાનું સંખ્યાબળ 206 થઈ જાય.

કમલનાથ, kamalnath
ફોટો સોશિયલ મીડિયા

તો 206 ધારાસભ્યોની વિધાનસભામાં બહુમતનો આંકડો પણ ઘટી જાય તે પ્રમાણે બહુમત માટે ભાજપ અને કોંગ્રેસ માટે ફક્ત 104 ધારાસભ્યોનું સમર્થન જરૂરી બને, આ પરિસ્થિતિ મુજબ કોંગ્રેસ પાસે 99નું સંખ્યાબળ રહે અને ભાજપ પાસે 107 ભાજપ પાસે બહુમતીનો આંકડો છે. ભાજપ નંબરગેમમાં આગળ છે. પરંતુ હજુ કોઈપણ જાતના પગલાં સ્પીકરે લીધા નથી નથી એટલે હાલ આ બાબતે કોકડું ગૂંચવાયેલું છે. પરંતુ કમલનાથ દ્વારા બે દિવસ પહેલા કહેવામાં આવ્યું હતું કે ભાજપના કેટલાક ધારાસભ્યો તેમના સંપર્કમાં છે જો કમલનાથ ભાજપની ત્રણ ચાર વિકેટ પાડે તો પાછું પિચર બદલાઈ શકે છે.

મધ્યપ્રદેશ, madhya pradesh, Jyotiraditya Scindia, Kamal Nath, digvijay Singh, કમલનાથ
ફોટો સોશિયલ મીડિયા

હજુ વાત પૂરી થઈ નથી! હા મુખ્યમંત્રી કમલનાથ દ્વારા અને અન્ય સિનિયર નેતાઓ દ્વારા મધ્યપ્રદેશમાં સરકાર સુરક્ષિત છે. સિનિયર નેતાઓ ફૂલ કોન્ફિડન્સમાં કહે છે કે સરકાર સુરક્ષિત છે. આ નિવેદન બાદ ભાજપમાં ફફડાટ મચી ગયો છે ત્યારે ભજનો દ્વારા સુરક્ષા અને સતર્કતા માટે પોતાના 106 ધારાસભ્યોને દિલ્લી લઇ જવામાં આવ્યા છે. તો બીજી તરફ કમલનાથ દ્વારા કોઈને પણ ગંધ ના આવે એ રીતે બેગલુરુંમાં ડી.કે.શિવકુમારને એક્ટિવ કરી દીધા છે. અને ત્યાં 19 જેટલા ધારાસભ્યો સાથે સંપર્કમાં આવી ગયા છે. અહી ક્લિક કરીને અમારા ફેસબુક પેજને ફોલો કરો વધારે ન્યુઝ માટે

મધ્યપ્રદેશ, madhya pradesh, Jyotiraditya Scindia, Kamal Nath, digvijay Singh, કમલનાથ
ફોટો સોશિયલ મીડિયા

આ ઉપરાંત ભાજપના કેટલાક ધારાસભ્યો સાથે પણ કમલનાથ અને કોંગ્રેસના કેટલાક નેતાઓ સંપર્કમાં છે તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. કમલ નાથ દ્વારા આગામી સમય માં માસ્ટરસ્ટ્રોક રમીને જ્યોતિરાદિત્ય સિંધિયા અને ભાજપની ચાલને માત આપવામાં આવે તો નવાઈ નહીં. કરણ કે જેટલા હળવા ફૂલ થઈને નેતાઓ ફરી રહ્યા છે એ પરથી તેમના કોન્ફિડન્સનો ક્યાસ લગાઈ શકાય છે તો ભાજપ દ્વારા પોતાના ધારાસભ્યોને સેફ પ્લેસ પર લાઇ જવામાં આવ્યા આવ્યા છે એટલે આગામી સમયમાં મોટી રાજકીય ઉઠાપઠક થવના એંધાણ છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!