હજુ બે દિવસ પહેલાં જ મધ્યપ્રદેશ માં સરકાર પાડી દેવાનો કારશો સામે આવ્યો હતો. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ દ્વારા ભાજપ પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે ભાજપ દ્વારા કોંગ્રેસ, સપા અને બસપા ધારાસભ્યોને લઈ જઈને ગુરુગ્રામની આઇટીસી મરાઠા હોટલમાં ગોંધી રાખવામાં આવ્યા હતા. અને સરકાર પાડી દેવાનો કરશો રચી નાખવામાં આવ્યો હતો. જેવું કર્ણાટકામાં થયું હતું તેવું જ મધ્યપ્રદેશ માં કરવાની ફિરાકમાં ભાજપ હતું. અને આ ઓપરેશન અડધી રાત્રે શરૂ કરવામાં આવ્યું હતું જેથી મુખ્યમંત્રી સહિતના નેતાઓ ઊંઘતા ઝડપાયા હતા.
આ સમગ્ર મામલે સતર્કતા સાધી દિગ્વિજયસિંહ, કમલનાથ સરકારને પડવાના ભાજપના પ્લાન પર પાણી ફેરવવા માટે કામે લાગી ગયા હતા. અડધી રાત્રે ધારાસભ્યો ક્યાં છે તેની ભાળ મેળવીને રાત્રે જ ભોપાલથી જીતુ પટવારી અને જયવર્ધનસિંહને દિલ્હી મોકલવામાં આવ્યા હતા અને ઓપરેશન લોટસ નિષ્ફળ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. કોંગ્રેસના આરોપ મુજબ કુલ આઠ ધારાસભ્યોને ભાજપ દ્વારા બંધક બનાવવામાં આવ્યા હતા જેમાંથી દિગ્વિજયસિંહના પ્લાન અને સતર્કતાના કારણે સાત જેટલા ધારાસભ્યોને પરત લાવવામાં આવ્યા હતા.
પરંતુ ગઈ કાલે મધ્યપ્રદેશ કોંગ્રેસન 19 ધારાસભ્યો એકાએક ગાયબ થઈ ગયા હતાં અને કોંગ્રેસના મોટા નેતા માંથી એક ગણવામાં આવતાં જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ગાયબ થઈ ગયાં હતાં અને આજે સવારે એકસાથે 19 જેટલા ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હતા. તો કમલનાથ દ્વારા મંત્રીમંડળનું પણ મારખું વિખેરી નાખવામાં આવ્યું હતું. બપોરે જ્યોતિરાદિત્ય સિંધિયાએ અમિત શાહ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી હતી અને કોંગ્રેસના દરેક પદ હોદ્દા પરથી રાજીનામુ આપી દીધું હતું. પરંતુ હજુપણ કમલનાથ સરકાર પડી જશે કે ટકશે તે અંગે કોઈ પિચર ક્લિયર નથી.
વિધાનસભાનું ગણિત જોઈએ તો મધ્યપ્રદેશ વિધાનસભામાં 230 સીટ છે. રાજ્યમાં બે ધારાસભ્યોના નિધન થતાં બે બેઠક ખાલી છે એટલે હાલ 228 ધારાસભ્યો રહ્યા છે. જેમાં કોંગ્રેસ પાસે 114 સીટ છે, કોંગ્રેસનને 4 અપક્ષ અને 2 બસપા તથા એક એસપીના ધારાસભ્યોને ટેકો મળી કોંગ્રેસે 121 ધારાસભ્યો સાથે સરકારમાં છે. તો ભાજપ પાસે 107 ધારાસભ્યો છે. જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક 22 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. પરંતુ હજુ તેનો સ્વીકાર થયો નથી. જો સ્વીકારી લેવામાં આવે તો બીજી 22 સીટ ખાલી થઈ જાય એટલે વિધાનસભાનું સંખ્યાબળ 206 થઈ જાય. અહી ક્લિક કરીને અમારા ફેસબુક પેજને ફોલો કરો વધારે ન્યુઝ માટે
તો 206 ધારાસભ્યોની વિધાનસભામાં બહુમતનો આંકડો પણ ઘટી જાય તે પ્રમાણે બહુમત માટે ભાજપ અને કોંગ્રેસ માટે ફક્ત 104 ધારાસભ્યોનું સમર્થન જરૂરી બને, આ પરિસ્થિતિ મુજબ કોંગ્રેસ પાસે 99નું સંખ્યાબળ રહે અને ભાજપ પાસે 107 ભાજપ પાસે બહુમતીનો આંકડો છે. ભાજપ નંબરગેમમાં આગળ છે. પરંતુ હજુ કોઈપણ જાતના પગલાં સ્પીકરે લીધા નથી નથી એટલે હાલ આ બાબતે કોકડું ગૂંચવાયેલું છે. પરંતુ કામલનાથ દ્વારા બે દિવસ પહેલા કહેવામાં આવ્યું હતું કે ભાજપના કેટલાક ધારાસભ્યો તેમના સંપર્કમાં છે જો કામલનાથ ભાજપની ત્રણ ચાર વિકેટ પાડે તો પાછું પિચર બદલાઈ શકે છે.
- આ પણ વાંચો
- કમલનાથ નો કમાલ! અમિત શાહની ચાલ નાકામ! મોદીએ આપ્યો ઠપકો?
- અમિત શાહ કોંગ્રેસના ધારાસભ્યોની રાહ જોતા રહ્યા અને આ નેતાએ વહીવટ પતાવી દીધો!
- ઉડતાં પંજાબ બાદ ઝૂમતા ગુજરાત રૂપાણી સરકારની મુશ્કેલી વધી!ગરમાયુ રાજકારણ!
- આ કારણે પ્રિયંકા ગાંધી ગુજરાત માંથી સંસદભવન પહોંચશે! જાણો!
- ભાજપ સરકાર ની મોટી નકામયાબી આવી સામે! રાજકીય ગરમાંગરમી વધી!
- ભાજપના વળતાં પાણી! ટ્રમ્પની વિદાય બાદ પડ્યું ભાજપમાં ભંગાણ! જાણો!