IndiaPolitics

કોંગ્રેસ એ મુખ્યમંત્રી ના QR કોડ સાથેના પોસ્ટર લગાવ્યા અને લખ્યું PayCM! રાજકીય ગરમાવો!

કર્ણાટકમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, પરંતુ ચૂંટણી પહેલા કોંગ્રેસ અને ભાજપે એકબીજા પર આરોપો લગાવવાનું શરૂ કરી દીધું છે. આ જોતા કોંગ્રેસે કર્ણાટકમાં સત્તારૂઢ ભાજપ પર હુમલો તેજ કરી દીધો છે. કોંગ્રેસે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ સામે ‘PayCM અભિયાન’ શરૂ કર્યું છે, તેમને નિશાન બનાવ્યા છે. પ્રચારના ભાગ રૂપે, કોંગ્રેસે રાજધાની બેંગલુરુમાં ‘PayCM’ પોસ્ટર લગાવ્યા છે, જેના પર મુખ્યમંત્રી બસવરાજ બોમાઈનો ચહેરો પણ છપાયેલો છે. તેના ચહેરા પર QR કોડ પણ લગાવવામાં આવ્યો છે.

QR કોડ સ્કેન કરવાથી કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવેલી www.40percentsarkara.com વેબસાઇટ ખુલે છે. જે તાજેતરમાં સરકારના ભ્રષ્ટાચાર સામે નાગરિકો દ્વારા ફરિયાદ નોંધવા કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવી હતી. વર્તમાન ભાજપ શાસનમાં કથિત 40 ટકા કમિશનનો દર કેવી રીતે સામાન્ય બની ગયો છે તે દર્શાવવા માટે પોસ્ટરો ડિઝાઇન કરવામાં આવ્યા છે. કર્ણાટક કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો છે, જેમાં એક યુવક મુખ્યમંત્રી બોમાઈને અપીલ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે આ યુવાનો તમારો ખજાનો નથી માંગતો, તમારી પાર્ટીની ટિકિટ નથી માંગતો, 40% કમિશન નથી માંગતા પરંતુ તેઓ માત્ર યોગ્ય નોકરીની માંગ કરે છે.

ગયા અઠવાડિયે, કોંગ્રેસે કથિત ભ્રષ્ટાચારને લઈને રાજ્ય સરકારને નિશાન બનાવવા માટે એક અભિયાન શરૂ કર્યું હતું. પાર્ટીએ કર્ણાટકના નાગરિકોને ભ્રષ્ટાચારની જાણ કરવા વેબસાઈટ – 40percentsarkara.com – પર ફરિયાદ નોંધાવવા કહ્યું હતું. કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ અગાઉ રાજ્ય પ્રશાસનને 40 ટકા લુટારાઓ અને કૌભાંડીઓથી ભરેલી સરકાર ગણાવી હતી. કોંગ્રેસે કહ્યું કે અમે ભાજપ સરકાર પર લગાવવામાં આવેલા ભ્રષ્ટાચાર સંબંધિત પ્રશ્નો પર સરકારના મૌન પર સવાલ ઉઠાવવાનું ચાલુ રાખશું.

અગાઉ, ગયા અઠવાડિયે હૈદરાબાદમાં ‘વેલકમ 40% સીએમ’ સમાન પોસ્ટર જોવા મળ્યું હતું, જ્યારે બોમાઈ ભાજપના હૈદરાબાદ મુક્તિ દિવસના કાર્યક્રમોમાં ભાગ લેવાના હતા. તે દરમિયાન કર્ણાટકના મુખ્યમંત્રીએ તેને એક સુનિયોજિત કાવતરું ગણાવ્યું હતું અને એક મુખ્યમંત્રી સામે આવા પાયાવિહોણા આરોપોને મંજૂરી આપવા બદલ તેલંગાણા સરકાર પર નિશાન સાધ્યું હતું. કર્ણાટકના મુખ્ય પ્રધાનના આરોપો પર, શાસક તેલંગાણાએ ટ્વીટ કર્યું હતું કે કર્ણાટકના મુખ્ય પ્રધાને હોર્ડિંગ પર આકરી પ્રતિક્રિયા શા માટે આપી હતી તેમ છતાં તેમનું નામ તેમાં નથી. ટ્વીટમાં કટાક્ષભર્યા સ્વરમાં પૂછવામાં આવ્યું કે શું તેઓ સંમત છે કે કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર 40 ટકા કમિશનની સરકાર છે.

જણાવી દઈએ કે થોડા સમય પહેલા કર્ણાટકના એક મંત્રીનો ઓડિયો લીક થયો હતો. જેણે સમગ્ર રાજ્યમાં રાજકીય તોફાન મચાવી દીધું હતું. કર્ણાટકના મંત્રીનો આ ઓડિયો સીએમ બસવરાજ બોમાઈના નબળા કાર્યકાળની આંતરિક સ્થિતિ જણાવી રહ્યો છે. જોત જોતામાં આ ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો. આ વાયરલ ઓડિયો ક્લિપમાં કર્ણાટકના એક મંત્રી કહી રહ્યા છે કે તેઓ સરકાર નથી ચલાવી રહ્યા, તેઓ માત્ર તેને મેનેજ કરી રહ્યા છે. આ ઓડિયો ક્લિપ વાયરલ થતાની સાથે જ કર્ણાટકના રાજકારણમાં આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. મંત્રીનો ઓડિયો વાઈરલ થયા બાદ સીએમ બસવરાજ બોમાઈને શરમાવું પડ્યું હતું. જો કે સીએમએ આ ઓડિયોને સંદર્ભની બહાર ગણાવ્યો હતો.

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!