IndiaLawPolitics

પીએમ મોદીએ કોર્ટનું રાજનીતિકરણ કરી નાખ્યું છે : જસ્ટિસ કાત્જુ

સુપ્રિમકોર્ટના પૂર્વ ન્યાયાધીશ માર્કંડેય કાત્જુ એ મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે મોદી સરકારે સીબીઆઈ અને અદાલત ને રાજકીય રંગ આપ્યો છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે પ્રધાનમંત્રી મોદી એ ચુંટણી પંચ, સીબીઆઈ, સરકારી એજન્સીઓ, રાજ્યપાલ, રાષ્ટ્રપતિ અને સુપ્રીમ કોર્ટનું રાજનીતિકરણ કરી નાખ્યું છે. મારી સહાનુભૂતિ તેમની સાથે છે. સરકારને IAS સંગઠનનું રાજનીતિકરણ કરતા કેટલી વાર લાગવાની છે! આ પહેલી વખત નથી કે જસ્ટિસ કાત્જુ એ આવી વિવાદાસ્પદ ટીપ્પણીઓ કરી હોય પરંતુ ભૂતકાળમાં પણ ઘણીવાર વિવાદાસ્પદ નિવેદનો આપીને વિવાદનો મધપૂડો છંછેડયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજનું રાશિફળ!