GujaratPolitics

આમ આદમી પાર્ટી આ નેતાને જાહેર કરી શકે છે ગુજરાતના મુખ્યમંત્રી પદનો ચહેરો!

દિલ્લી અને પંજાબમાં સત્તા કબ્જે કર્યા બાદ આમ આદમી પાર્ટીની નજર ગુજરાત પર છે. અને એટલે જ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વારંવાર ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ ન માત્ર ગુજરાત વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે પરંતુ કેટલીક બેઠકો પર તો ઉમેદવારો પણ જાહેર કરી નાખ્યા છે. અરવિંદ કેજરીવાલદ્વારા ગુજરાતમાં મજબૂત સંગઠન અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મજબૂત પ્રદર્શનની આશા સાથે ગુજરાતના સતત આંટાફેરા કરી રહ્યા છે. સાથે જાહેર કરી ચુક્યા છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં મુખ્યમંત્રી પદનો ચહેરો પણ જાહેર કરશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત આગામી 2જી નવેમ્બરે જાહેર થશે તેવું કહેવાય રહ્યું છે ત્યારે ગુજરાતની રાજકીય પાર્ટીઓ ચૂંટણી જંગ માટે મુરતિયા શોધી રહી છે. ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતમાં 182 બેઠકો પર સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે તો કોંગ્રેસ દ્વારા પણ લગભગ લગભગ ઉમેદવારોનું લિસ્ટ તૈયાર છે જે આગામી સમયમાં જાહેર થઈ જશે. ત્યારે કેજરીવાલ દ્વારા અત્યાર સુંધીમાં લગભગ 70 થી 80 જેટલા ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે.

આમ આદમી પાર્ટી સૌથી પહેલી છે જેણે ગુજરાતમાં અન્ય પાર્ટીઓ કરતા પહેલા અને વહેલા ઉમેદવારો જાહેર કરી દીધા છે. ઉમેદવારોના લિસ્ટ તો થોડા થોડા દિવસને અંતરે જાહેર થઈ રહ્યા છે સાથે સાથે ખુદ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જાહેર કરી ચુક્યા છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં મુખ્યમંત્રી પદનો ચહેરો પણ જાહેર કરશે. અને તેમના જ ચેહરા હેઠળ ચૂંટણી લડશે. જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીમાં ઘણા નેતાઓ છે જેને આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનો ચહેરો બનાવી શકે છે. અને આ ચહેરાઓ ગુજરાતની રાજકીય પરિસ્થિતિથી વાકેફ છે તેવા પણ દાવાઓ થઈ રહ્યા છે.

આમ આદમી પાર્ટી પોતાના સિનિયર નેતા ઈશુંદાન ગઢવીને પોતાનો ચહેરો બનાવી શકે છે.ઈશુંદાન ગઢવી મીડિયા જગત માંથી આવે છે અને તેઓનું ફેન ફોલોવિંગ પણ ખાસુ છે. મહામંથન કાર્યક્રમથઈ તેઓને જબરદસ્ત પબ્લિસિટી મળેલી અને તેઓ તેનો ભરપૂર ઉપયોગ પણ કરતાં હતાં. ઈશુંદાન ગઢવી ને જાહેર કરવામાં આમ આદમી પાર્ટીને ઓબીસી વોટરોનો સહારો મળી શકે છે જે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વહેંચાઈ જતાં હતાં એમાં આમ આદમી પાર્ટી ભાગ પડાઈ શકે છે.

આમ આદમી પાર્ટી પોતાના ગુજરાત એકમના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને પણ પોતાનો ચહેરો બનાવી શકે છે. ગોપાલ ઇટાલિયા પાટીદાર નેતા છે અને પાટીદાર અનામત આંદોલનમાં પણ તેઓએ સક્રિય ભૂમિકા નિભાવી હતી. ગુજરાતમાં પાટીદાર સમાજ એક જબરદસ્ત પકડ ધરાવે છે અને જો ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટી પોતાનો ચહેરો જાહેર કરે તો પાટીદારસમાજનો સહયોગ મળે તેમ છે. સાથે જ ગોપાલ ઇટાલિયા આંદોલન સમયન કેટલાક સાથીઓને આમ આદમી પાર્ટીમાં શામેલ કરવામાં પણ સફળ થયાં છે. ગોપાલ ઇટાલિયાના જુના વાઇરલ વીડિયોને કારણે આપણી છબી ખરડાઈ શકે તેમ પણ છે.

બીજીતરફ અટકળો છે કે ભાવનગરના યુવા રાજવી આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. જો આવું થાય તો આમ આદમી પાર્ટીને જબરદસ્ત માઇલેજ માલી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગરના રાજવી વંશજ યુવરાજ જયવીરસિંહ ગોહિલ ખૂબ ટૂંક સમયમાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. જણાવી દઈએ કે રાજવી દરેક સ્થાનિક અને લોકલ મુદ્દે મોદી સરકાર અને ગુજરાત સરકાર સામે બાંયો ચડવાતા રહે છે. કોરોના હોય કે હમણાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુ દ્વારા રોડ રસ્તાનો વીડિયો મુક્યો ત્યારે પણ યુવરાજ દ્વારા તીખી પ્રતિક્રિયા આપવામાં આવી હતી. કેજરીવાલ યુવરાજની છબીનો લાભ લઈને તેમને પણ આઆમ આદમી પાર્ટી તરફથી ગુજરાતના મુખ્યમંત્રીના ઉમેદવાર તરીકે જાહેર કરી શકે છે. પરંતુ આ હજુ જો અને તો પર આધારિત છે.

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!