ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ ગમે ત્યારે જાહેર થઈ શકે છે ત્યારે મોદી શાહ ની જોડી એક્ટિવ થઈ ગઈ છે. ભાજપ માટે ગુજરાત નાક સમાન છે જો ભાજપ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માં હારે તો ભાજપનું નાક ગયું એમ કહેવાય એટલે મોદી શાહ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે તનતોડ મહેનત કરવા અને કાર્યકરો પાસે મહેનત કરવા એક્ટિવ થઈ ગયા છે. આમ તો ભાજપ ચૂંટણી પતે એટલે બીજાજ દિવસથી આગામી ચૂંટણી માટે તૈયારીઓ કરવા લાગી જાય છે જે જોઈને હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ પણ પોતાની સક્રિયતા વધારી દીધી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ વધારે રસપ્રદ બનતી જય છે. ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સત્તાધારી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર પણ તેજ બની રહ્યો છે. હાલ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાતને હવે વેઢે ગણાય એટલા દિવસ રહ્યા છે ત્યારે ભાજપ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ધમધોકાર પ્રચાર કરી રહ્યા છે. આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની પણ એન્ટ્રી થઈ ગઈ છે એટલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ત્રિપંખીયો જંગ છે એ સાબિત થઈ ગયું છે.
ત્યારે કેજરીવાલ દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. કેજરીવાલ ના જણાવ્યા મુજબ ગુજરાતમાં આઈબી ના રિપોર્ટ અનુસાર આમ આદમી પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે. આમ આદમી પકરતીને રોકવા ભાજપ અને કોંગ્રેસ બંધ બારણે બેઠક કરી રહી છે. આમ આદમી પકરતી દ્વારા કેજરીવાલના ભાષણ સ્કથે એક ટ્વિટ કરવામાં આવી હતી કે, IBના રિપોર્ટમાં મોટો ખુલાસો! ગુજરાતમાં આજે ચૂંટણી થાય તો AAPની સરકાર બની રહી છેઃ સૂત્ર
અહેવાલ મુજબ ભાજપ કોંગ્રેસ સાથે ગુપ્ત બેઠકો કરી રહ્યું છે
ભાજપના પ્રયાસો – કોંગ્રેસને મજબૂત કરીને ભાજપ વિરોધી મતનું વિભાજન કરો
કોંગ્રેસની જવાબદારી – AAPનો વોટ કાપો
IB Report से बड़ा खुलासा!
— AAP (@AamAadmiParty) October 2, 2022
आज Gujarat में चुनाव हो तो AAP की सरकार बन रही है:Sources
रिपोर्ट से बुरी तरह बौखलाई BJP, Congress के साथ Secret Meetings कर रही है
भाजपा का प्रयास-कांग्रेस को मज़बूत कर Anti-BJP Vote बांटो
कांग्रेस की ज़िम्मेदारी-AAP के वोट काटो
-CM @ArvindKejriwal pic.twitter.com/e1j35pQAxI
ભાજપ અધ્યક્ષ પાટીલે ટીકીટ વહેંચણી બાબતે કહ્યું કે ભાજપમાં ટિકિટની વહેંચણી મોદી અને શાહ પર છોડી દેવામાં આવશે. “મેં તમામ ઉમેદવારોના બાયોડેટા તેમને સોંપવાનું નક્કી કર્યું છે. તેઓ દરેક કાર્યકર્તાને જાણે છે…અમે સમગ્ર નિર્ણય તેમના પર છોડી દઈશું. આ રીતે, જેને ટિકિટ ન મળે તેમને પણ અફસોસ નહીં થાય. ટીકીટનો નિર્ણય દિલ્લી મોદી શાહ પાસે મંજૂરી માટે જાય અને ત્યાંથી જ નક્કી થાય તો કોઈ કાર્યકર નિરાશ થશે નહીં અને તેમને ટીકીટ ના મળ્યાનો અફસોસ પણ થશે નહીં.
ભાજપ અધ્યક્ષે કહ્યું કે, ઐતિહાસિક રીતે ગુજરાતમાં ક્યારેય ચૂંટણીમાં ત્રિકોણીય હરીફાઈ જોવા મળી નથી. તેથી, આમ આદમી પાર્ટી ન તો સ્પર્ધામાં છે કે ન તો તેની તરફથી કોઈ પડકાર છે. ભાજપ ફરીથી ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતશે અને સરકાર પણ બનાવશે. પાર્ટી તરફથી રાજ્યના આગામી મુખ્યમંત્રી માટે કોણ ચહેરો હશે તે અંગેના પ્રશ્નના જવાબમાં, તેમણે કહ્યું: “મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સારું કામ કર્યું છે અને બીજી ટર્મ માટે તેનું પુનરાવર્તન કરવામાં આવશે.” આમ ગુજરાત ભાજપ અધ્યક્ષ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણી માં ભાજપ નો ચહેરો પણ જાહેર કરી નાખ્યો અને મુખ્યમંત્રી ના દાવેદાર પણ જાહેરકારી નાખ્યા.
આ ત્રિપંખીયા જંગમાં સૌથી વધારે ફાયદો ભાજપ ને થાય એવા ચોકઠાં ગોઠવાઈ ગયા છે. અમિત શાહે કહી દીધું છે કે ગુજરાતમાં ભાજપ 2/3 બહુમતીથી જીતશે અને ફરી સરકાર બનાવશે. ભલે અમિત શાહ દાવાઓ કરે પરંતુ આ ચૂંટણી જો સૌથી વધારે કપરી હોય તો તે છે ભારતીય જનતા પાર્ટી માટે કારણ કે છેલ્લા 25 વર્ષથી એકહથ્થુ ભાજપ સત્તામાં છે એટલે એન્ટીઇન્કમ્બન્સી, આંદોલનો અને અધૂરામાંપુરુ નેતાઓનો બેફામ વાણી વિલાસ ભાજપ માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કપરા ચઢાણ બતાવે છે. તો કોંગ્રેસ સત્તામાં આવવા મથી રહી છે ને આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષ બનવા માટે પ્રયત્નો કરી રહી છે.