જેમ જેમ ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો આવી રહ્યો છે. સમગ્ર દેશના દરેક રાજ્યો પર ભાજપ નેતા અમિત શાહ અને નરેન્દ્ર મોદીની ચાંપતી નજર છે. હાલમાં ચૂંટણીનો મહોલ છે ત્યારે ભાજપ કોઈપણ જાતનું રિસ્ક લેવા મંગતું નથી એ સ્પષ્ટ છે. હાલમાં બિહાર ગઢબંધન માં ડખા પડ્યા બાદ ભાજપ સત્તા વિહોણું થઈ ગયું. બસ આજ બાબતથી સબક લઈને અન્ય રાજ્યો માં પણ આવું ન બને એ પ્રયાસો કરી રહ્યા છે. તો કર્ણાટકમાં પણ એક ઓડિયો લીક થયો છે. કર્ણાટકના તત્કાલીન મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ સામે જબરદસ્ત અસંતોષ છે. ના માત્ર સંગઠનમાં પરંતુ જનતામાં પણ તેમની સામે અસંતોષની લાગણી છે.
ભાજપ ગમે ત્યારે તેમની પાસેથી રાજીનામું લઇલે તેવી શક્યતાઓ છે. હાલમાં તેમના પર સત્તા જવાની તલવાર લટકી રહી છે. કર્ણાટકના કાનૂન મંત્રી જે. સી. મધુસ્વાનું કોલ રેકોર્ડિંગ આગની ગતિએ વાઇરલ બન્યું છે. તેમાં તેઓ કહી રહ્યા છે, અમે સરકાર ચલાવતા નથી, માત્ર સરકાર સંભાળી રહ્યા છીએ. સાત-આઠ મહિના આમ જ ખેંચવાનું છે. ત્યારે ગુજરાતમાં પણ રાજકીય ગરમાવો આવી ગયો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી હોવી વેઢે ગણાય એટલા મહિનાઓ બાકી છે ત્યારે રોજે રોજ રાજકીય પાર્ટીઓ કૈંક નવું લાવી રહી છે. હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ પોતાનું નસીબ અજમાવવા જઈ રહી છે. ભાજપ કોંગ્રેસ કરતાં પણ વધારે હવે આમ આદમી પાર્ટી સક્રિય થઈ ગયુ છે.
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં વારે તહેવારે આવી રહ્યા છે અને અવનવી જાહેરાત કરીને ભાજપ અને કોંગ્રેસ ને હંફાવી રહ્યા છે. હાલ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે ત્યારે કેજરીવાલે એક ટ્વિટ કરીને સમગ્ર ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. કેજરીવાલના આ ટ્વીટથી ગુજરાતના રાજકારણમાં મોટો ભૂકંપ આવી ગયો છે.ચારે બાજુ ચર્ચાઓ જામી છે. ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવતાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતાં. કેજરીવાલે ટ્વીટ ટ્વિટ કરી ચકચાર માચાઈ દીધો છે. કેજરીવાલના ટ્વિટ ગુજરાતમાં અચાનક રાજકીય ગરમાવો લાવી દીધો છે.
કેજરીવાલે ટ્વિટ કરતાં કહ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ આમ આદમી પાર્ટીથી ગભરાયેલી છે. સૂત્રો અનુસાર ટૂંક સમયમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને હટાવવામાં આવશે. શું ભાજપ આટલી ડરેલી છે? દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ટ્વીટ બાદ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી જવા પામ્યો છે. ચારે બાજુ એક જ ચર્ચા છે કે શું ચૂંટણી સમયે જ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલની ખુરશી છીનવાઈ જશે? ભાજપ સૂત્રો મુજબ કેજરીવાલ નું ટ્વિટ એક અફવાહ ને સમર્થન આપે છે પરંતુ જોવાનું એ રહ્યું કે ભાજપ હાઇકમાન્ડ આ બાબતે શું વિચારે છે અને શું નિર્ણય લે છે. હાલમાં જ બનેલ ઘટના મુજબ જો ભાજપ હાઇકમાન્ડ એક ઝાટકે બે-બે મંત્રીઓના ખાતામાં ફેરબદલ કરી નાખે છે.
તો બની શકે છે કે પાર્ટી અધ્યક્ષ પણ બદલી શકે છે. હાલમાં એક રિપોર્ટ મુજબ તત્કાલીન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનો રિપોર્ટ નેગેટિવ છે. ભાજપ ગુજરાતમાં કોઈપણ જાતનો નવો પ્રયોગ કરવા માંગતી નથી. અને બે રાજ્યોમાં મોટી માથાકૂટમાં પડ્યા બાદ ભાજપ હાઈકમાન્ડ દ્વારા ગુજરાત પર વધારે ફોકસ વધારી દેવામાં આવ્યું છે. મોદી શાહ પોતાના દૂતોને ગુજરાતમાં મોકલી રહ્યા છે. અને પરિસ્થિતિનો તાગમેળવી રહ્યા છે. જે જોઈને ભાજપ માં કૈંક તો મોટી હલચલ ચાલી રહી છે તે આમ આદમી પાર્ટી ભાંપી ગઈ છે જે જોતા જ આવું નિવેદન એક મુખ્યમંત્રી કક્ષાનો માણસ આપી શકે છે. હાલમાં ભાજપમાં પણ નવી નવી ચર્ચાઓ આકાર પામી રહી ચગે જેમ કે, નો રિપીટ થિયરી જેમાં હાલમાં કોઈપણ ધારાસભ્યને ટીકીટ આપવામાં ના આવે અને નવા જ લોકોને ટીકીટ આપવામાં આવે. પરંતુ આ તમામ વાતોને અફવાહ જ ગણવી જ્યાં સુંધી હકીકતમાં આવું કૈંક બને ત્યાં સુંધી.