India

અયોધ્યા રામમંદિરનો ઐતિહાસિક ચુકાદો! સાથે જાણો શું હતો 2010નો ચુકાદો કેમ પડકારવામાં આવ્યો હતો.

દેશની સર્વોચ્ચ અદાલતમાં છેલ્લા ઘણા સમયથી રામ જન્મભૂમિ અયોધ્યા મામલે સુનાવણી થઈ રહી હતી. અને આજે એટલે કે તા 9 નવેમ્બર, 2019ના રોજ સવારે 10:30 વાગે દેશની સર્વોચ્ચ અદાલત દ્વાએ આ મામલે ચુકાદો આપી દીધો છે. 40 દિવસ જેટલા સમય સુંધી ડે ટુ ડે ચાલેલી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે 16 ઓક્ટોબર સુધી ચુકાદાને સુરક્ષિત રાખ્યો હતો. આ મામલે 6 ઓગસ્ટથી સુપ્રીમ કોર્ટમાં રોજ સુનાવણી શરૂ થઇ હતી જે 16 ઓક્ટોબરના રોજ પુરી થઇ. સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટીસ રંજન ગોગોઇની અધ્યક્ષતામાં પાંચ જ્જની બેંચ દ્વારા ચુકાદો સુરક્ષિત રાખવામાં આવ્યો હતો.

અયોધ્યા
ફોટો: સોસીયલ મીડિયા

આ પીઠમાં ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ, ન્યાયમૂર્તિ બોબડે, ન્યાયમૂર્તિ ધનંજય વાઇ ચન્દ્રચુડ, ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ એસ અબ્દુલ નજીર હતા. આ પાંચ જજ અયોધ્યા મામલે આજરોજ ચુકાદો સંભળાવી દીધો છે. જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું, “અયોધ્યાની વિવાદિત જગ્યા હિંદુ પક્ષકારોને આપવામાં આવે. અને કેન્દ્ર સરકાર ત્રણથી ચાર મહિનામાં ટ્રસ્ટનું નિર્માણ કરીને મંદિરનિર્માણ માટે વિવાદાસ્પદ જમીન ટ્રસ્ટને સોંપી દે, જ્યારે સુન્ની વકફ બોર્ડને 5 એકરની અનુકૂળ વૈકલ્પિક જમીન આપવા આવે.” જો કે આ મામલો પહેલા ઉત્તરપ્રદેશમાં અલ્હાબાદ હાઇકોર્ટમાં નિલંબિત હતો જેમાં વર્ષ 2010માં અલ્હાબાદ હાઇકોર્ટે પોતાનો ચૂકાદો આપ્યો હતો. જે ચુકાદાને દેશની સર્વોચ્ચ અદાલતમાં પડકારકામાં આવ્યો હતો. જે બાબતે આજે સુપ્રીમ કોર્ટ બેંચે સર્વસંમતિના આધારે ચુકાદો આપ્યો છે.

અયોધ્યા
ફોટો: સોસીયલ મીડિયા

અલ્હાબાદ હાઇકોર્ટે આપેલા ચુકાદો પક્ષકારોને મંજુર નોહતો. અયોધ્યા કેસ સાથે જોડાયેલ ત્રણ મુખ્ય પક્ષ નિર્મોહી અખાડા, સુન્ની વકફ અને રામલલા વિરાજમાને આ ચુકાદાને માનવાનો ઇનકાર કરી દીધો હતો. અને હાઇકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. હાઇકોર્ટના આ નિર્ણય વિરુધ્ધ સુપ્રીમ કોર્ટમાં 14 અરજી દાખલ કરવામાં આવી હતી જે તમામને એક સાથે સાંભળવાનો હુકમ પણ કરવામાં આવ્યો હતો જે મામલો લગભગ 9 વર્ષથી દેશની સર્વોચ્ચ અદાલતમાં પેન્ડિંગ હતો.

ભાજપ
ફોટો: સોસીયલ મીડિયા

આયોધ્યા વિવાદ નીચલી કોર્ટથી અલ્હાબાદ હાઇકોર્ટ પહોંચ્યો હતો જેમાં 30 સપ્ટેમ્બર, 2010 અલ્હાબાદ હાઇકોર્ટે અયોધ્યાના વિવાદિત સ્થળને રામ જન્મભૂમિ તરીકે ચૂકાદો આપ્યો હતો. જેમાં અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા વિવાદિત જમીન આશરે 2.77 એકર જમીનના બે ભાગ કરી દીધા હતા. હાઈકોર્ટે સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડ તેમજ રામલલા વચ્ચે જમીનનો બરાબર ભાગ કરવાનો આદેશ આપ્યો હતો. જો કે હાઇકોર્ટના નિર્ણયને કોઇપણ પક્ષે માન્ય રાખ્યો નહીં અને તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. સુપ્રીમ કોર્ટની તરફથી 9મી મે 2011ના રોજ ઇલહાબાદ હાઇકોર્ટના ચુકાદા પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો.

ભાજપ
ફોટો: સોસીયલ મીડિયા

આજના મહત્વપૂર્ણ ચુકાદાને ધ્યાને લઈને સમગ્ર દેશ સાથે ઉત્તરપ્રદેશમાં પણ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. ચુકાદાને ધ્યાનમાં લઇને અયોધ્યામાં ધારા 144 લાગુ કરવામાં આવી છે. જ્યારે યોગી સરકાર દ્વારા 11 નવેમ્બર સુંધી શાળા કોલેજોમાં રજા પણ જાહેર કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે અર્ધસૈનિક દળના 4000 જવાનો તૈનાત પણ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશમાં ડીજીપી ઓપી સિંહ દ્વારા ગાઈડલાઈન પણ જાહેર કરી દેવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, કોઇપણ પ્રકારની અફવાઓ ના ફેલાવો અને સાંપ્રદાયિક સૌહાર્દ બનાવી રાખો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!