IndiaPolitics

દેશમાં લોકડાઉનને નિષ્ફ્ળ ગણાવ્યું, ડિમોનિટાઇઝેશન સાથે સરખાવી રાહુલ ગાંધી એ કહી મોટી વાત!

કોરોના સામે મોદી સરકારને સૌથી પહેલા રાહુલ ગાંધી દ્વારા ફેબ્રુઆરીમાં ચેતવવામાં આવ્યા હતા. પરંતુ ભાજપના નેતાઓ દ્વારા તેમની ઠેકડી ઉડાડવામાં આવી હતી. ત્યારબાદ કોરોનાનો કહેર જોતાં મોદી સરકાર દ્વારા માર્ચના એન્ડમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. જેના પર પણ કેટલાક સવાલો ઊઠી રહ્યા છે. લોકડાઉન અચાનક અને વગર કોઇ પ્લાનિંગ જાહેર કરવાને કારણે વિપક્ષે સરકાર સવાલો ઉભા કર્યા છે. આ સાથે લોકડાઉનના સમયગાળામાં પ્રવાસી શ્રમિકો બાબતે પણ રાજકારણ ગરમાઈ ગયું છે. હવે જ્યારે મોદી સરકાર દેશમાં લોકડાઉન બાદ અનલોક શરૂ કરી રહી છે ત્યારે પણ વિપક્ષ દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.

કેજરીવાલ, રાહુલ ગાંધી
ફોટો સોશિયલ મીડિયા

રાહુલ ગાંધી પ્રવાસી શ્રમિક હોય, લઘુ ઉદ્યોગ હોય કે મધ્યમવર્ગીય લોકો હોય આ તમામ ના પ્રશ્ને સરકાર પર હમલાવર બની રહ્યા છે. રાહુલ ગાંધી દ્વારા શ્રમિકો સાથે વાતચીત કરવામાં આવી હતી અને પછી તેમને તેમના ગામ સુંધી પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી હતી જે બાબતે પણ રાજકારણ ગરમાઈ ગયું હતું. દેશના ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામન આ બાબતે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ શ્રમિકોનો સામાન ઉપાડી ને તેમની સાથે ચાલતાં જવું જોઈએ ત્યારે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે સરકાર આ બાબતે પરમીશન આપે તો હું જવા તૈયાર છું.

ભાજપ સરકાર, દીપેન્દ્રસિંહ હુડ્ડા, deepender hooda, રાહુલ ગાંધી, Rahul Gandhi, કોરોના વાયરસ, coronavirus
ફોટો સોશિયલ મીડિયા

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર એક ટ્વીટ કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે જેમાં તેમણે છે કહ્યું કે, સરકાર લોકો અને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પૈસા આપવાનો ઇનકાર કરીને દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરી રહી છે. આ ડીમોનિટાઇઝેશન 2.0 છે. રાહુલ ગાંધીએ પોતાની ટ્વિટ સાથે એક આર્ટીકલ પણ શેર કર્યો છે, જેમાં લોકડાઉનથી ભારતની ઇકોનોમી પર પડનારી અસર અંગે જણાવવામાં આવ્યું છે. રાહુલ ગાંધી છેલ્લા કેટલાક સમયથી મોટા અર્થશાસ્ત્રીઓ સાથે વાતચીત કરીને દેશની ઇકોનોમીને પાટે ચડાવવાના સૂચનો મેળવી રહ્યા છે. જેમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન, નોબેલ પારિતોષિક વિજેતા અમર્ત્ય સેન વગેરે જેવા અર્થશાસ્ત્રીઓ શામેલ છે.

દેશની ઇકોનોમી પાટે ચડાવવા માટે રાહુલ ગાંધી દ્વારા છેલ્લા ઘણા દિવસોથી જરૂરિયાતમંદો અને એમએસએમઇને રોકડ સહાય આપવાની માગણી કરી રહ્યા છે. તેમણે મોદી સરકાર સમક્ષ દેશના નબળા વર્ગના લોકોને આગામી 6 મહિના સુધી દર મહિને 7500 રૂપિયા આપવાની માગણી કરી છે. અને આ પહેલા પણ આ માંગણી કોંગ્રેસના લોકસભા ચૂંટણીના ઘોષણા પત્રમાં હતી જેનું નામ ન્યાય યોજના આપવામાં આવ્યું હતું. આ યોજના પણ અર્થશાસ્ત્રીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ કોંગ્રેસ દ્વારા ઘોષણા પત્રમાં શામેલ કરવામાં આવી હતી. જેને હાલમાં મહામારીનો માર ઝીલી રહેલા દેશના લોકો માટે મોદી સરકાર લાગુ કરે તેવી માંગ પણ કેટલીયેવાર કારી ચુક્યા છે.

રાહુલ ગાંધી દ્વારા લોકડાઉન કેમ નિષ્ફળ રહ્યું છે તે બાબતે વિશ્વના દેશોનો એક કોરોના ગ્રાફ શેર કરવામાં આવ્યો છે જેમાં સ્પષ્ટ જણાય છે કે લોકડાઉન બાદ ભારતમાં કોરોનાના કેસો ઘટવાને બદલે વધી રહ્યા છે. જેનું કારણ રાહુલ ગાંધી અને કોંગ્રેસ દ્વારા ઓછું ટેસ્ટિંગ આપવામાં આવી રહ્યું છે. આ પહેલાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સંકટના આ સમયમાંથી પસાર થઇ રહેલા લોકો અને ઉદ્યોગોને પૈસા નહીં આપવા એ સરકાર દ્વારા થતો એક અપરાધ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, લોકડાઉન સંપૂર્ણ રીતે નિષ્ફ્ળ ગયું છે. તે પોતાના લક્ષ્યને પાર પાડી શક્યું નથી. દુનિયાના 4 સૌથી પ્રભાવિત દેશોમાં ભારતમાં કેસોની સ્થિતિ ખતરનાક છે.

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!