GujaratPolitics

ભાજપમાં ભંગાણ તો કોંગ્રેસમાં સંધાણ! ગુજરાત ના રાજકારણમાં સૌથી મોટું પરિવર્તન!

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય ચોકઠાંઓ ગોઠવાઈ રહ્યા છે. ક્યાંક ચોકઠાં સાચા ગોઠવાઈ રહ્યા છે તો ક્યાંક ચોકઠાં ફેંદાઈ રહ્યા છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ત્રણેય પાર્ટીઓ ગુજરાતમાં મજબૂત થવા માટે મરણીયા પ્રયત્નો કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં દર અઠવાડિયે આવી રહ્યા છે એવું કહી શકાય છે જ્યારે પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહે ખુદ ગુજરાતની કમાન પોતાના હાથમાં લીધી છે. અને કોંગ્રેસમાં પણ જવાબદારી અશોક ગેહલોત સંભાળી રહ્યા છે ત્યારે ગુજરાતમાં રાજકીય વાતાવરણ જામ્યું છે.

ભાજપ પોતાના નેતાઓને શિસ્તમાં રહીને પાર્ટી લાઇન માં રહેવા કડક સૂચનો આપી રહ્યા છે. ભાજપ માટે એક ચૂંટણીમાં મજબૂત પ્રદર્શન કરવું અનિવાર્ય બન્યું છે. કારણ કે ગુજરાત ભાજપ નું નાક છે જો ગુજરાતમાં ભાજપ કાચી પડે તો સમગ્ર દેશમાં ભાજપ સંગઠન નબળું પડે અને સમગ્ર દેશમાં ભાજપ માટે નકારાત્મક વાતાવરણ સર્જાઈ જાય જે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે મોટું જોખમ ઉભું કરે. મોદી શાહ એ સારી રીતે જાણે છે કે ગુજરાત કેમ અગત્યનું છે. માટે ગુજરાતની કમાન મોદી શાહે ખુદ પોતાના હાથમાં લીધી છે.

ભાજપ માં ભંગાણ
ત્યારે ગુજરાતમાં નવું જ વાતાવરણ સર્જાઈ રહ્યું છે. ગુજરાતના રાજકીય વાતાવરણ માં પલ્ટો આવી રહ્યો છે. ભાજપ નેતા આમ આદમી પાર્ટીમાં શામેલ થવા જઈ રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી સાથેના ફોટો વાઇરલ થતાં આમ આદમી પાર્ટીમાં શામેલ થશે ની વાતો વહેતી થવા લાગી છે. જણાવી દઈએ એ કે અમદાવાદ જિલ્લા ભાજપના મીડિયા કન્વીનરને ભાજપે 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી નાખ્યા છે. ગુજરાતની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપના પગલાંએ સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલ્ટો લાવી દીધો છે.

ભાજપ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ અમદાવાદ જિલ્લા ભાજપના મીડિયા કન્વીનર કિશનસિંહ સોલંકીને તાત્કાલિક અસરથી 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કિશનસિંહ સોલંકી દ્વારા પાર્ટી વિરોધી ગતિવિધિમાં શામેલ થવા બદલ ભાજપે સસ્પેન્ડ કર્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ અગાઉ પણ તેમને શિસ્તભંગની ચેતવણી આપવામાં આવી હતી. ત્યાર બાદ ભાજપે પત્ર જાહેર કરીને સસ્પેન્ડ કરવામાં આવ્યાનું જાહેર કર્યું છે. ભાજપ નેતાને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ પૂર્વ ભાજપ નેતા બનેલા કિશનસિંહ ના પંજાબના ભગવત માન સાથેનાં ફોટોસ વાઇરલ થયા હતા.

કોંગ્રેસ માં સંધાણ
બીજી તરફ કોંગ્રેસમાં મોટું પરિવર્તન આવવા જઇ રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી સત્તા માટે સંઘર્ષ કરતી કોંગ્રેસમાં મોટું પરિવર્તન આવવા જઇ રહ્યું છે. 27 વર્ષથી વિપક્ષમાં રહટી કોંગ્રેસ વર્ષ 2017 બાદમજબૂત બની ને ઉભરી આવી છે ત્યારે ફરીથી આ ચૂંટણીમાં કોંગ્રેસ 2017 કરતાં વધારે બેઠક મેળવવા અને સત્તા પરિવર્તનના સંકલ્પ સાથે મેદાન એ જંગ માં ઉતરી રહી છે. ત્યારે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે.

શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસનો હાથ થામી શકે છે. જણાવી દઈએ એ કે, કોંગ્રેસના પ્રવકતા મનીષ દોષી દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજનનો પત્ર ફરી રહ્યો છે જેમાં કોંગ્રેસના પૂર્વ નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયા સાથે પ્રેસ કરવા જઈ રહ્યા છે. આવતી કાલે આ પ્રેસવાર્તા યોજાવા જઈ રહયા છે. આવતી કાલે સવારે 11:45 વાગે હોટલ વેસ્ટન્ડ, એલિસબ્રિજ, અમદાવાદ ખાતે બન્નેનેતાઓ એકસાથે પ્રેસવાર્તા કરશે. જે મોટા જોડાણના સંકેત આપી રહ્યા છે. જે ગુજરાતના રાજકારણમાં મોટું પરિવર્તન સમાન છે.

જસદણ

Related Articles

Back to top button
આજનું રાશિફળ!