9 તારીખે મધ્યપ્રદેશના રાજકારણમાં એકાએક ભૂકંપ સર્જાઈ ગયો હતો. પ્રદેશના કદાવર નેતા ગણવામાં આવતાં જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસના 19 ધારાસભ્યો સાથે એકાએક ગાયબ થઈ ગયા હતાં. અને ગઈ કાલે સવારે એકસાથે 19 જેટલા ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હતા. અને કમલનાથ સરકાર ડામાડોળ થઇ ગઈ હતી. તો મુખ્યમંત્રી કમલનાથ દ્વારા પણ મંત્રીમંડળનું પણ માળખું વિખેરી નાખવામાં આવ્યું હતું. પરંતુ હવે ખૂબ મોડું થઈ ગયું હતું. બપોરે જ્યોતિરાદિત્ય સિંધિયાએ અમિત શાહ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી હતી અને કોંગ્રેસના દરેક પદ હોદ્દા પરથી રાજીનામુ આપી દીધું હતું. પરંતુ આ તમામ ઓપરેશનના મૂળમાં ગુજરાતી છે. એજ ગુજરાતીએ સિંધિયા અને નરેન્દ્ર મોદીની મુલાકાત ગોઠવી અને કમલનાથ સરકાર ડામાડોળ કરી નાખી.
જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્યપ્રદેશ કોંગ્રેસ નેતૃત્વથી નારાજ હતા એ સૌ કોઈ જાણતું હતું પરંતુ ભાજપ આ નારાજગીને તેમની પાર્ટીમાં લાવીને કમલનાથ સરકાર ડગમગવવી કેવીરીતે તેની શોધમાં હતું. તો સૂત્રો દ્વારા માનવામાં આવે છે કે, સિંધિયા ભાજપ હાઇકમાન્ડ સુંધી પહોંચવાનો રસ્તો શોધતા હતા અને એ પણ મજબૂત રસ્તો જે પાર્ટી ના કોઈ નેતા દ્વારા ના હોય પરંતુ બહારના કોઈ વ્યક્તિ દ્વારા હોય. આમ તો અમિત શાહ સાથે સિંધિયાની મિટિંગ કરાવનાર ઝફર ઇસ્લામ છે. ઝફર ઇસ્લામ ટીવી ડિબેટમાં ભાજપનો બચાવ કરતાં નજરે પડે છે. રાજકારણમાં આવતાં પહેલા તેઓ ઉચ્ચ પગારદાર હતાં. રાજકારણમાં પ્રવેશ પહેલાના સિંધિયા સાથેના સંબંધોએ કામ કરી નાખ્યું.
એક મીડિયા રિપોર્ટ અનુસાર ઝફર ઇસ્લામ સાથે જ્યોતિરાદિત્યએ સતત પાંચ બેઠક કરી હતી અને પોતાની વાત રજૂ કરી હતી કે કેમ કોંગ્રેસ છોડીને ભાજપમાં સાથે આવવું છે. સિંધિયાની આ રજુઆતને ઝફરે પાર્ટી હાઇ કમાન્ડ સુધી પહોંચાડી હતી અને ત્યાર બાદ મધ્યપ્રદેશમાં ઓપરેશન લોટસની શરૂઆત થઈ પરંતુ આ હજુ અધૂરું રહ્યું કરણ કે ઓપરેશન લોટસને દિગ્વિજયસિંહ દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યું હતું અને કમલનાથ સરકાર બચી ગઈ હતી. ફરીથી નવું ઓપરેશન રંગપંચમી શરૂ કરવામાં આવ્યું જેમાં તમામ દેખભાળ માત્રને માત્ર સિંધિયા રાખતા હતાં જે બાબતે શિવરાજસિંહ ચૌહાણ પણ જાણતા હતા. રંગપંચમી નામ એટલે આપવામાં આવ્યું કે હોળીના દિવસે કમલનાથ સરકાર પડવાનું લક્ષ્ય હતું.
કહેવાય છે કે ઝફર ઇસ્લામ દ્વારા પુલ તૈયાર કરવામાં આવ્યો હતો પરંતુ આ પુલને આખરી ઓપ તો ગુજરાતીએ જ આપ્યો. હા જ્યારે જ્યોતિરાદિત્ય પોતાના સમર્થનમાં 22 ધારાસભ્યો લઈ આવ્યા હતાં ત્યારે તેમના તરફથી એક ગુજરાતીએ પ્રધાનમંત્રી સાથે વાતચીત કરી હતી. અને આ ગુજરાતી બીજું કોઈ નહીં પણ વડોદરા રાજપરિવારના મહારાણી રાજમાતા શુભાંગિની દેવી ગાયકવાડે સિંધિયા અને PM મોદી વચ્ચે વાતચીત કરવાનો રોડમેપ તૈયાર કર્યો હતો. જ્યોતિરાદિત્યના પત્ની પ્રિયદર્શની વડોદરાના ગાયકવાડ રાજપરિવારમાંથી છે. એટલે જ્યોતિરાદિત્ય સિંધિયાનું સાસરું વડોદરા રાજપરિવારમાં છે. અહી ક્લિક કરીને અમારા ફેસબુક પેજને ફોલો કરો વધારે ન્યુઝ માટે
એટલે સિંધિયા પરિવાર અને ગાયકવાડ પરિવાર વચ્ચે ઘનિષ્ઠ સંબંધ હોય જ. તો ગુજરાતના રાજવી પરિવાર હોવાના કારણે પૂર્વ મુખ્યમંત્રી ગુજરાત અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વડોદરાના રાજવી પરિવારને સારા સંબંધો છે. તેમજ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરાના મહારાણીનું વધારે સન્માન કરે છે. કરણ કે પ્રધાનમંત્રી વડોદરાથી જ પોતાની પહેલી લોકસભા ચૂંટણી પણ લડ્યા હતા ત્યારે રાજવી પરિવારે પણ તેમને મદદ કરી હતી તેથી પ્રધાનમંત્રી મોદી અને વડોદરાના રાજવી પરિવાર વચ્ચે આત્મીયતાના સંબંધ છે. જેના કારણે જ આ શક્ય થયું કે મોદી અને સિંધિયા વચ્ચે વાતચીત થઇ અને અંતમાં જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપ તરફ આગળ વધ્યાં.
- આ પણ વાંચો
- કમલનાથ નો માસ્ટરસ્ટ્રોક! ડી કે શિવકુમારની એન્ટ્રી! ભાજપમાં ફફડાટ!
- મધ્યપ્રદેશ માં સિંધિયાના રાજીનામાં બાદ પણ પિચર હજુ ક્લિયર નથી! જાણો!
- અમિત શાહ કોંગ્રેસના ધારાસભ્યોની રાહ જોતા રહ્યા અને આ નેતાએ વહીવટ પતાવી દીધો!
- ઉડતાં પંજાબ બાદ ઝૂમતા ગુજરાત રૂપાણી સરકારની મુશ્કેલી વધી!ગરમાયુ રાજકારણ!
- આ કારણે પ્રિયંકા ગાંધી ગુજરાત માંથી સંસદભવન પહોંચશે! જાણો!
- ભાજપ સરકાર ની મોટી નકામયાબી આવી સામે! રાજકીય ગરમાંગરમી વધી!
- ભાજપના વળતાં પાણી! ટ્રમ્પની વિદાય બાદ પડ્યું ભાજપમાં ભંગાણ! જાણો!