IndiaPolitics

મહારાષ્ટ્રમાં ઘમાસાણ વચ્ચે સંજય રાઉત નો માસ્ટરપ્લાન! ભાજપ પણ અચંબિત! જાણો!

મહારાષ્ટ્રમાં ગત વર્ષે જ ચુંટણી પૂર્ણ થઈ છે અને મહાડ્રામા બાદ મહારાષ્ટ્રમાં શિવસેના એનસીપી કોંગ્રેસની મહા વિકાસ આઘાડીએ સરકાર બનાવી છે. ભાજપ દ્વારા પણ આ ત્રિપુટીને તોડવાના અથાગ પ્રયત્નો થયા પરંતુ સંજય રાઉત અને શરદ પવાર મજબૂત દીવાલ બનીને ઉભા રહયા હતા એટલે આ ત્રિપુટી ટકી શકી છે. મહારાષ્ટ્રમાં સરકારનું ગઠન થયા પહેલાથી વિવાદોની હારમાળા સર્જાયેલી છે. અને હજુ હમણાંજ ઉદ્ધવ સરકારનું કેબિનેટ વિસ્તરણ થયું ત્યારે શિવસેના સામે ભાજપ નહીં પરંતુ પોતાના જ ધારાસભ્યોએ બાંયો ચડાઈ હતી. હજુ ઉદ્ધવ સરકારને એક મહિના જેટલો સમય થયો હશે શપથ લીધાને ત્યાં તો અસંતોષ અને વિરોધની હારમાળા સર્જાઈ ચુકી છે.

ઉદ્ધવ ઠાકરે
ફોટો: સોસીયલ મીડિયા

મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી પરિષદનું પહેલું વિસ્તરણ થવાની સાથે સાથે મહારાષ્ટ્ર વિકાસ અઘાડીનાં ત્રણેય પક્ષોમાં અંદારો અંદર ખેંચતાણ શરૂ થઈ ગઈ હતી. કોંગ્રેસમાં પહેલાથી અસંતોસ હતો જ્યારે શિવસેનામાં અસંતોસ ખુલે બહાર આવી રહ્યો હતો. શિવસેનાના કેટલાક મોટા નેતાઓ મંત્રી પદ ના મળવાને કારણે પાર્ટીથી નારાજ દેખાઈ રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ લગભગ 12 જેટલા ધારાસભ્યો શિવસેના હાઇકમાન્ડથી નારાજ હતા અને પાર્ટી પણ છોડવાના સંકેત આપ્યા હતા. પરંતુ હાલ આ વિવાદનો વંટોળ શાંત થઈ ગયો છે. જોકે વિવાદ સમેટવા માટે શરદ પવારે મધ્યસ્થી કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

સંજય રાઉત
ફોટો: સોસીયલ મીડિયા

હજુ આ વિવાદ માંડ માંડ શાંત થયો છે ત્યારે શિવસેનાના નેતા સંજય રાઉતે સોમવારે વધુ એક વિવાદનો મધપૂડો છેડી દીધો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સંજય રાઉત પણ ઉદ્ધવ સરકારના મંત્રીમંડળના વિસ્તરણ બાદ નારાજ જણાતા હતા પરંતુ હવે સબ સલામત છે એવું જાણવા મળી રહ્યું છે. સંજય રાઉત દ્વારા સોમવારના રોજ વિવાદાસ્પદ નિવેદન કરીને તમામ રાજકીય પક્ષોની ઊંઘ ઉડાડી દીધી હતી. શિવસેના નેતા સંજય રાઉતે જણાવ્યું હતું કે વર્ષ 2022ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે દેશના તમામ રાજકીય પક્ષોએ એક જ નામ પર સહમતી બનાવવી જોઈએ અને એ નામ એનસીપી સુપ્રીમો શરદ પવારનું છે.

સંજય રાઉત
ફોટો: સોસીયલ મીડિયા

સંજય રાઉતે કહ્યું હતું કે, શરદ પવાર મહારાષ્ટ્રના મહત્વના અને દેશના વરિષ્ઠ નેતા છે. શરદ પવારના નામ પર દરેક રાજકીય પાર્ટીઓએ વિચાર કરીને સહમતી બનવી દેવી જોઉએ. આ ઉપરાંત વિવાદ ત્યારે સર્જાયો જ્યારે સંજય રાઉતે જણાવ્યું કે, 2022ની રાષ્ટ્રપતિ ચૂંટણી આવતા સુંધી અમારી પાસે પૂરતી સંખ્યા થઈ જશે અને અમે મજબૂત સ્થિતિમાં હોઈશું. આ બાબતે અમે ટૂંક સમયમાં યોજનાબદ્ધ રીતે આગળ વધશું. સૂત્રોના જણાવ્યા મુજબ સંજય રાઉત રાષ્ટ્રપતિ માટે શરદ પવારના નામ સાથે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને કેરળના મુખ્યમંત્રીને મળીને આગળની યોજના બનાવશે.

સંજય રાઉત
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, સંજય રાઉત અને શરદ પવાર અલગ અલગ પાર્ટીમાં હોવા છતાં પણ ખાસ મિત્રો છે. સંજય રાઉત શરદ પવારને પોતાના માર્ગદર્શક માને છે. આ ઉપરાંત શરદ પવાર અને ઠાકરે પરિવાર વચ્ચે પારિવારિક સંબંધો પણ છે. તે જોતાં જ શરદ પવારે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવવા માટે આઠગ મેહનત કરી હતી. તેમજ એનસીપી અને કોંગ્રેસના ગઢબંધને શિવસેનાને સમર્થન આપીને ભાજપને સત્તાથી દૂર રાખી હતી. જેમાં પવારની મુખ્ય ભૂમિકા હતી. સંજય રાઉત દ્વારા શરદ પવારનું નામ આગળ ધરીને બધાયને અચંબિત કરી નાખ્યા છે જેમાં કોંગ્રેસ શિવસેનાને ના છુટકે હામી ભરવી પડે તેવી સ્થિતિ છે જયારે મહારષ્ટ્ર ભાજપને પણ મરાઠી રાષ્ટ્રપતિ બને તેમટે સમર્થન આપવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!