IndiaPolitics

મલ્લિકાર્જુન ખડગે બન્યા કોંગ્રેસના નવા અધ્યક્ષ! શશિ થરૂર, રાહુલ ગાંધીનું મોટું નિવેદન!

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેને પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે મતદાન થયું હતું. આ વખતે મુકાબલો પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેને પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે મતદાન થયું હતું. આ વખતે મુકાબલો પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે હતો. જેમાંથી મલ્લિકાર્જુન ખડગે શશિ થરૂરને હરાવવામાં સફળ રહ્યા હતા. કોંગ્રેસ નેતા પ્રમોદ તિવારીએ કહ્યું કે કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગેને 7897 અને શશિ થરૂરને લગભગ 1000 વોટ મળ્યા.

કોંગ્રેસના અધ્યક્ષ પદના ઉમેદવાર શશિ થરૂરે એક નિવેદન જારી કરીને કોંગ્રેસના નવા ચૂંટાયેલા પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને અભિનંદન પાઠવ્યા હતા. શશિ થરૂરે કહ્યું કે એક હજારથી વધુ સાથીઓનું સમર્થન મેળવવું અને સમગ્ર ભારતમાં કોંગ્રેસના ઘણા શુભચિંતકોની આશાઓ અને આકાંક્ષાઓને આગળ ધપાવવા એ મારા માટે સૌભાગ્યની વાત છે. કોંગ્રેસ નેતા સચિન પાયલોટે કહ્યું કે, “મલ્લિકાર્જુન ખડગે જી ભારે બહુમતીથી જીત્યા છે, આ લોકશાહીની જીત અને કોંગ્રેસ પાર્ટીની જીત છે. મેં મલ્લિકાર્જુન ખડગે જીને અભિનંદન પાઠવ્યા છે. મને ખાતરી છે કે ખડગે જીનો બહોળો અનુભવ પાર્ટીને આગળ વધવામાં મદદરૂપ થશે.”

કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ ચાલુ છે. પદયાત્રા આંધ્રપ્રદેશમાંથી પસાર થઈ રહી છે. પદયાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ પ્રેસ સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે અમે દેશની એકમાત્ર રાજકીય પાર્ટી છીએ જે આંતરિક ચૂંટણીઓ કરાવે છે. અમે એક માત્ર પક્ષ છીએ જેની પાસે ચૂંટણી પંચ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસની આંતરિક ચૂંટણી પર જ સવાલ કેમ ઉઠાવવામાં આવે છે? ભાજપ અને અન્ય પ્રાદેશિક પક્ષો સહિત અન્ય પક્ષોની ચૂંટણીમાં કેમ કોઈને રસ નથી?

પ્રેસ સાથે વાત કરતા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, “ભારત જોડો યાત્રા’ ને આંધ્રપ્રદેશમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. અમને જે સમર્થન મળી રહ્યું છે તે અમારા નેતાઓની અપેક્ષાઓથી વધુ છે. આંધ્રપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીની રચના માટે આ એક મહત્વપૂર્ણ કાર્ય છે. અમારા માટે સારી શરૂઆત છે. આંધ્રપ્રદેશમાં ત્રણ રાજકીય પક્ષો કોર્પોરેશન જેવા છે. કોંગ્રેસ માટે અહીં વિકાસ કરવાનો ઘણો અવકાશ છે.”

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!