IndiaPolitics

નરેન્દ્ર મોદી-અમિત શાહ પ્રત્યે મમતા બેનર્જી પડ્યા નરમ! મોટી રાજનૈતિ ચાલ??

ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ આક્રમક બનેલા પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સામે શાંત જણાય છે. હાલની બે રાજકીય ઘટનાઓએ ચર્ચાઓને તેજ બનાવી છે. સીએમ બેનર્જી તાજેતરમાં શાહને મળ્યા હતા. તે જ સમયે, થોડા સમય પહેલા તેમણે વિપક્ષી નેતાઓ સામે કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહી માટે પીએમને જવાબદાર માનવાનો ઇનકાર કર્યો હતો. સવાલ એ છે કે શું પશ્ચિમ બંગાળે ભાજપના બંને ટોચના નેતાઓ સામે પોતાનું વલણ નરમ પાડ્યું છે?

બુધવારે જ સીએમ બેનર્જીએ જાહેરાત કરી છે કે તેઓ કોલકાતામાં યોજાનાર કાર્યક્રમમાં હાજર રહેશે, જ્યાં પીએમ મોદી પણ ભાગ લેવાના છે. 16 ડિસેમ્બરના રોજ, બેનર્જી અને શાહ વચ્ચે 15 મિનિટની બેઠક મુખ્યમંત્રીના રૂમમાં થઈ હતી. ગયા મહિને દિલ્હીની મુલાકાત દરમિયાન તેઓ પીએમ મોદીને પણ મળ્યા હતા. તે દરમિયાન, રાજ્યમાં સીમા સુરક્ષા દળના કાર્યક્ષેત્રને વિસ્તારવાના નિર્ણયને પાછો ખેંચવાની માંગ કરવામાં આવી હતી.

કારણ શું હોઈ શકે
બંને નેતાઓને લઈને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રિમોના બદલાયેલા વલણ માટે અનેક કારણો જણાવવામાં આવી રહ્યા છે. ઈન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર રાજ્યની આર્થિક કટોકટીથી તેઓ લાચાર છે અને તેમને કેન્દ્ર તરફથી કોઈ આર્થિક મદદ મળી રહી નથી. અહેવાલો અનુસાર, ટીએમસીના સૂત્રોનું કહેવું છે કે ફંડ વિતરણ રોકવાના કેન્દ્રના નિર્ણયથી રાજ્ય વહીવટીતંત્રને આંચકો લાગ્યો છે અને મુખ્યમંત્રી તેમની સરકાર પર નાણાકીય બોજ ઘટાડવા માટે પીએમ અને ગૃહ પ્રધાનની મદદ માંગી રહ્યા છે.

અહીં, વિપક્ષો આરોપ લગાવી રહ્યા છે કે બેનર્જી શાળા નોકરી કૌભાંડથી બેકફૂટ પર છે અને ભાજપ સાથે રાજકીય સમજૂતી કરવા માંગે છે જેથી કેન્દ્રીય એજન્સીઓ શાંત થાય.

અમિત શાહ, મમતા બેનરજી
ફોટો સોશિયલ મીડિયા

ટીએમસી તરફથી શાબ્દિક હુમલા ચાલુ છે
સીએમ બેનર્જી ભલે બંને નેતાઓ વિશે શાંત જણાય, પરંતુ તેમની પાર્ટી તરફથી શાબ્દિક પ્રહારો ચાલુ છે. તાજેતરમાં જ સાંસદ મહુઆ મોઇત્રાએ કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા અને પૂછ્યું હતું કે ‘પપ્પુ કોણ છે?’ સપ્ટેમ્બરમાં, TMC ચીફના ભત્રીજા અભિષેક બેનર્જીએ કોલસાની દાણચોરીના કેસમાં ED દ્વારા પૂછપરછ કર્યા પછી શાહને નિશાન બનાવ્યા હતા. તેમણે ભાજપના નેતા વિરુદ્ધ ટી-શર્ટ અભિયાન શરૂ કર્યું.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!