Religious

મંગળ ની મિથુન રાશિમાં ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકોનું નસીબ પલ્ટી મારશે!સુખ સમૃદ્ધિનો સરવાળો!

ભૂમિપુત્ર મંગળ દરેક ગ્રહોની જેમ અમુક ચોક્કસ સમયાંતરે રાશિ પરિવર્તન કરે છે જે દરેક રાશિઓના જીવન પર કોઈને કોઈ રીતે અસર કરે છે. મંગળ હાલમાં તેમની નીચી રાશિમાં વક્રી સ્થિતિમાં છે અને 21 જાન્યુઆરીએ, તે પોતાની રાશિ બદલીને બુધની રાશિ મિથુન રાશિમાં પ્રવેશ કરી લીધો છે.

ભૂમિપુત્ર મંગળ મિથુન રાશિમાં વક્રી સ્થિતિમાં પ્રવેશ કરવાથી, કેટલીક રાશિના લોકોને ફાયદો થશે, જ્યારે કેટલીક રાશિના લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. મંગળ ને ગ્રહોના સેનાપતિ પણ કહેવામા આવે છે.

હિન્દૂ વિધિવિધાન, પૌરાણિક માન્યતાઓ અને કેટલાક જ્યોતિષીય સંશોધનો તેમજ  વૈદિક જ્યોતિષ અનુસાર નભ મંડળ ના દરેક ગ્રહ સમયાંતરે ગોચર કરતાં રહેતાં હોય છે જે પૃથ્વી પર રહેતા દરેક મનુષ્યના જીવનને પ્રભાવિત કરે છે. યોગ, યુતિ અને રાજયોગ દરેક રાશિને અસર કરે છે.

જ્યોતિષ સંશોધનો મુજબ નભ મંડળના દરેક ગ્રહો માત્ર રાશિ ગોચર નથી કરતા પરંતુ નક્ષત્ર ગોચર પણ કરે છે જેની શુભાશુભ અસર દુનિયાના દરેક જીવ પર થાય છે. દરેક ગ્રહો અમુક નિશ્ચિત સમયાંતરે નક્ષત્ર ગોચર કરે છે અને ધીમે ધીમે તમામ નક્ષત્રમાં ગોચર કરે છે.

કેટલાક ગ્રહો તેજ ગતિએ તો કેટલાક ગ્રહો મંદ ગતિએ ગોચર કરતાં હોય છે તેમજ એક ચોક્કસ સમયાંતરે રાશિચક્રની બારે બાર રાશીઓ અને સત્યાવીસ નક્ષત્ર માં વારાફરથી ગોચર કરે છે. જેની અસર મનુષ્યન જીવન સીધી કે આડકતરી રીતે પડે જ છે. 

પૌરાણિક જ્યોતિષશાસ્ત્ર અને કેટલીક માન્યતાઓ અનુસાર નભ મંડળના નવે નવ ગ્રહો અમુક ચોક્કસ સમયગાળા પછી તેમની રાશિ નક્ષત્ર બદલીને અન્ય રાશિમાં તેમજ અન્ય ગ્રહો સાથે સંયોગ, રાજયોગ કે યુતિ રચે છે.

કર્ક રાશિ: આ રાશિના લોકો માટે મંગળનું મિથુન રાશિમાં જવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. કર્ક રાશિના બારમા ઘરમાં માં મંગળનું ગોચર ખોલશે સફળતાનાં દ્વાર. આ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં અપાર સફળતા પ્રાપ્ત કરી શકે છે.

નોકરીમાં  પરિવર્તનની આવી શકે છે જે શુભ હશે.  નોકરીમાં અપાર સફળતાની સાથે, પ્રમોશનની પણ શક્યતા છે.  શેર સટ્ટા માં સફળતા મળી શકે છે. નાણાકીય સ્થિતિ સારી રહેશે.  પરંતુ બિનજરૂરી ખર્ચ ટાળવાનો પ્રયાસ કરો.  

પ્રેમ જીવન સારું રહેશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. લાંબાગાળાના રોકાણથી ફાયદો થશે. જુના ફસાયેલા નાણાં પાછા મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે પ્રયત્ન વધારી દેજો.

સિંહ રાશિ: આ રાશિના લોકો માટે મિથુન રાશિમાં મંગળનું ગોચર ફાયદાકારક સાબિત થઈ શકે છે.  આ રાશિમાં મંગળ કારકિર્દીના ભાવમાં એટલે કે અગિયારમા ભાવમાં આવવાના છે જેના કારણે ભાગ્યનો સંપૂર્ણ સાથ મળી શકે છે.

તમને વરિષ્ઠ અધિકારીઓ અને સાથીદારો તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. તમારા કરિયરમાં વિશેષ સફળતા મેળવી શકો છો. સમાજ તેમજ નોકરી વ્યવસાયના ક્ષેત્રે માન-સન્માનમાં વધારો થશે.

તુલા રાશિ: આ રાશિના લોકો માટે ગ્રહોના સેનાપતિ મંગળનું ગોચર અનુકૂળ સાબિત થઈ શકે છે.  આ રાશિના લોકો માટે મંગળ ગ્રહ ખુબ ખુશીઓ લઈને આવશે. કરિયર અને વ્યવસાય સંબંધિત યાત્રાઓ કરવી પડી શકે છે જેનાથી તમને ઘણો ફાયદો થઈ શકે છે.

નાણાકીય સ્થિતિ સારી રહેશે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે.  આ સાથે તમે બચત કરવામાં પણ સફળ થશો. સંતાન સંબંધી ચિંતા દૂર થઈ શકે છે. સંતાન સંબંધિત કોઈ શુભ સમાચાર મળી શકે છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!