મંત્રીજીનો રોફ: વિદ્યા બાલને મંત્રી સાથે ડિનરની ના પાડતા મંત્રી એ વિદ્યા બાલન સાથે…

આમ જોવા જઈએ તો કોઈ રાજ્યમાં કોઈ મોટી સેલિબ્રિટી શુટીંગ કરે કે કોઈ ફિલ્મનું શુટીંગ થાય તો જેતે રાજ્યની પ્રચાર પબ્લિસિટી થાય જેના પરિણામે આજુબાજુના ઉદ્યોગ ધંધાને વેગ મળે અને આવકના નવા સ્ત્રોત ઉભા થાય. આ સાથે સાથે રહ્યા સરકારને ટુરિઝમની આવકમાં પણ વધારો થાય પરંતુ મધ્યપ્રદેશમાં અભિનેત્રી વિદ્યા બાલન ને કડવો અનુભવ થયો. વિદ્યા બાલન મધ્ય પ્રદેશમાં એક મંત્રી સાથે મુલાકાત કરી હતી અને આ બાદ મંત્રીજી એ ડિનર માટે પૂછતાં અભિનેત્રીએ ના પાડી હતી અને ફસાઈ ગયા હતાં.

બોલિવૂડ એક્ટ્રેસ વિદ્યા બાલન 8 નવેમ્બરના રોજ ‘શેરની’ના શૂટિંગ માટે મધ્યપ્રદેશના બાલાઘાટ પહોંચી હતી, તે જ દિવસે વિદ્યા બાલનને મળવા રાજ્યના વન મંત્રી વિજય શાહ પહોંચી ગયા હતા. વિદ્યા બાલન સાથે બેઠક બાદ વન પ્રધાને વિદ્યા બાલનને રાત્રિભોજન માટે આમંત્રણ આપ્યું હતું. મંત્રીજીના અચાનક આપવામાં આવેલા ડિનરના આમંત્રણ બાદ અભિનેત્રી વિદ્યા બાલન થોડી અસ્વસ્થ થઈ ગઈ હતી અને તેમણે મંત્રીજીની ડિનરની ઓફર વ્યસ્તતાનું કારણ ધરીને નામંજૂર કરી હતી.

બસ પછી શું સત્તા આગળ કોઈનું ચાલે? સામાન્ય માણસથી સેલિબ્રિટી સુંધી સત્તા આગળ શાણપણ નકામું. મંત્રીજી પણ ના સાંભળી શક્યા નહી. અને શેરની ની આખી ટીમને વિદ્યા બાલનની ના નું પરિણામ સહન કરવું પડ્યું. બીજા દિવસે જ્યારે ‘શેરની’ની પ્રોડક્શન ટીમ શેરની ના શૂટિંગ માટે ગઈ ત્યારે બાલાઘાટ દક્ષિણના જિલ્લા વન અધિકારીએ ટીમના વાહનોને એમ કહીને રોકી દીધા કે માત્ર બે વાહનો અંદર જશે. આ બાબતે કોઈ સ્પષ્ટ કરણ પણ બતાવવામાં ના આવ્યું અને શુટીંગ માટે સમયસર ટીમ પહોંચી ના શકી.

આ બાબત થોડી આગળ વધી અને મામલો છેક મુખ્યમંત્રી સુંધી પહોંચ્યો. પોતાના મંત્રીની કરતૂત બાદ રાજ્ય સરકાર હરકત માં આવી ગઈ. રાજ્ય સરકારે કોઈપણ આનાકાની કે સમય બગડ્યા વગર તત્કાળ પ્રભાવથી તમામ વાહનોને અંદર જવાની મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને શુટીંગ રાબેતા મુજબ શરૂ થયું હતું. ફિલ્મના નિર્માણ એકમે 20 ઓક્ટોબરથી 21 નવેમ્બર સુધી શૂટિંગના મંજૂરી લીધી હતી. વિદ્યા બાલન જ્યારે શૂટિંગ માટે પહોંચ્યા ત્યારે વન વિભાગે અભિનેત્રીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. અભિનેત્રી અને મંત્રી વચ્ચેની બેઠક 8 નવેમ્બરના રોજ સવારે 11 થી 12 દરમિયાન નક્કી કરવામાં આવી હતી.

આ પછી, સાંજે ચાર વાગ્યે વનમંત્રીને બાલાઘાટથી મહારાષ્ટ્રના તાડોબા અંધારી ટાઇગર રિઝર્વ જિલ્લા ચંદ્રપુર જવા રવાના થવાનું હતું. તેમના રાત્રી રોકાણની યોજન તાડોબામાં હતી પરંતુ મંત્રીજી ભરવેલી ખાણના ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. અને અભિનેત્રી વિદ્યા બાલન મહારાષ્ટ્રના ગોંડિયામાં રોકાયા હોવાથી તેમણે મંત્રી સાથે રાત્રિભોજન કરવાનો ઇનકાર કર્યો હતો. મંત્રીની ઓફરને નકારી કાઢવાને કારણે બીજા દિવસે ફિલ્મ પ્રોડક્શનના લોકો સ્થળ પર પહોંચ્યા ત્યારે યુનિટના વાહનોને ડીએફઓ એ અટકાવ્યા હતા. આ પછી વન વિભાગના આ વલણની માહિતી રાજ્ય સરકાર સુધી પહોંચી, આ પછી તરત જ ડીએફઓને નિર્દેશિત કરી શૂટિંગ શરૂ કરાયું.

મધ્યપ્રદેશ વન મંત્રી એ કહ્યું કે, અભિનેત્રી વિદ્યા બાલન સાથેની મુલાકાતની વાત એકદમ સાચી છે. પરંતુ જિલ્લા પ્રશાસન દ્વારા રાત્રિભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. વાહનો અટકાવવા બાબતે એ જાણવા મળ્યું છે કે શૂટિંગ દરમિયાન બે જનરેટર જવાના હતા, પરંતુ તેઓએ જનરેટરવાળી અનેક ગાડીઓ જંગલમાં લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, જેને ડીએફઓ દ્વારા અટકાવવામાં આવ્યો હતો.