BusinessIndiaVoice

ચાર વર્ષમાં મોદી સરકારે વસુલ્યો કોંગ્રેસ સરકાર કરતા વધારે ટેક્ષ! વાંચો રવીશ કુમારનું રસપ્રદ વિશ્લેષણ

મોદી સરકારે તેમના ચાર વર્ષના શાસન દરમિયાન દસ વર્ષના યુપીએ સરકારના શાસન કરતા વધારે એક્સાઇઝ ડ્યુટી પેટ્રોલ ડીઝલ દ્વારા જનતા પાસેથી ચુસી લીધી..

તેલની વધતી કિંમત પર પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો તર્ક છે કે, યુપીએ સરકારે 1.44 લાખ કરોડ રૂપિયા તેલ બોન્ડ દ્વારા ભેગા કર્યા હતા જેના પર વ્યાજ 70,000 કરોડ ચૂકવવાના થતા હતા જે મોદી સરકારે ભર્યા હતા. 90 રૂપિયા પેટ્રોલનો ભાવ થઈ જવા પર જો સરકારની આ સફાઈ છે તો આમાં પણ ગડબડ છે. સરકારે પેટ્રોલ ડીઝલ મારફતે તમારું તેલ કાઢી નાખ્યું છે.

અનિદ્યો ચક્રવર્તીએ હિસાબ લગાવ્યો કે યુપીએના શાસન 2005-06 થી 2013-14 વચ્ચે જેટલી પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી નથી વસૂલી એના કરતા લગભગ 3 લાખ કરોડ જેટળી એક્સાઇઝ ડ્યુટી એનડીએ (ભાજપે)એ ચાર વર્ષમાં વસૂલી લીધું છે. એ વસુલી માંથી બે લાખ કરોડ ચૂકવી દેવા એ કોઈ બઉ મોટી રકમ નથી.

યુપીએ સરકારે 2005-2013-14 સુંધી 6 લાખ 18 હજાર કરોડ પેટ્રોલિયમ પેદાશોમાંથી કરવેરા રૂપે મેળવ્યા હતાં. 2014-15 થી લઈને 2017 ની વચ્ચે મોદી સરકારે અધધ 8,17,152 કરોડની વસૂલાત કરી છે. પેટ્રોલિયમ પેદાશો દ્વારા આ વર્ષે જ મોદી સરકાર અઢી લાખ કરોડથી વધુ કમાવવા જઇ રહી છે. આ બંને જોડી દઈએ તો મોદી સરકાર આ ચાર વર્ષમાં જ 10 લાખથી 11 લાખ કરોડ તમારી પાસેથી વસૂલી ચુકી હશે. માટે પેટ્રોલ ડીઝલના વધતા ભાવ પર ધર્મેન્દ્ર પ્રધાનની આ દલીલ મજબૂત દલીલ નથી કે યુપીએના દેવા એનડીએ સરકારે ભર્યા એટલે પેટ્રોલ ડીઝલ મોંઘા થયા.

તમે કલ્પના કરો કે તમે દસ વર્ષની બરાબરમાં આ સરકારને ચાર વર્ષમાં પેટ્રોલીયમ પેદાશો દ્વારા ડબલ ટેક્ષ આપ્યો છે. જ્યારે સરકારના જણાવ્યા મુજબ મોદી સરકારના ચાર વર્ષ દરમિયાન 25 કરોડથી વધારે લોકોએ ગેસ સબસીડી છોડી દીધી છે. તોય પણ તમારી પાસેથી ટેક્ષ એવી રીતે વસુલવામાં આવી રહયો છે જેમ લોહી ચૂસવામાં આવતું હોય. અનિદ્યો એ તેમના આ અંકલનનો સોર્સ પણ જણાવ્યો છે જે તેમના ટ્વિટ માં છે.

હવે ઓઇલ બોન્ડની વાર્તા સમજીએ. 2005થી ક્રૂડ ઓઇલના ભાવ ઝડપથી વધવાના શરૂ થયા છે. 25 ડોલર પ્રતિ બેરલથી 60 ડોલર પ્રતિ બેરલ સુંધી વધી ગયા છે. ત્યારે તેલના ભાવ સરકારના નિયંત્રણમાં હતા. સરકારે તેલ કંપનીઓને દબાણ કરતી હતી કે તમારી કિંમતના દસ રૂપિયા સરકાર ચૂકવી આપશે તમે ભાવમાં વધારો ના કરશો. સરકાર આ નાણાં રોકડમાં આપતી ન હતી પણ તે આ માટે બોન્ડ જાહેર કરતી હતી કે જેને હું, તમે અથવા કોઈપણ ખરીદતા હતા. ઓઇલ કંપનીઓને તે જ બોન્ડ આપવામાં આવતા હતા જેને તેલકંપનીઓ વેચી દેતી હતી. પરંતુ સરકાર પર આ લૉન બનેલી રહેતી હતી. કોઈ સરકાર આ પ્રકારની લોન તરત જ ચૂકવી દેતી નથી તે આગળના વર્ષ પર ટાળી દેતી હોય છે જેથી કરીને જીડીપીની ખાતાવહી સારી દેખાય. તો યુપીએ સરકારે એક લાખ ચુંબાલિસ હજાર કરોડ રૂપિયાના ઓઇલ બોન્ડ્સ ચૂકવ્યા નઈ જેને એનડીએ સરકારે ચૂકવ્યા.

શું એનડીએ (ભાજપ) સરકાર આવુ નથી કરતી?

મોદી સરકારે પણ ફૂડ સબસીડી, ઇન્ડિયન ફૂડ કોર્પોરેશન અને અન્યને પણ એક લાખ કરોડનું બોન્ડ જાહેર કર્યું છે, જેની આગામી વર્ષ સુંધી ચુકવણી મોકૂફ રાખી છે. ડિસેમ્બર 2017ના કેગના અહેવાલ મુજબ, મોદી સરકારે વર્ષ 2016-17 માં રૂ. 1,03,331 કરોડની સબસિડી ચુકવણીને મુલતવી રાખી હતી. બસ આ જ આરોપ મોદી સરકાર યુપીએ સરકાર પર લગાવી રહી છે જ્યારે મોદી સરકાર પણ પોતે આ કરી રહી છે. આ એક લાખ કરોડની ચુકવણીને રોકવાથી, જીડીપીમાં રાજકોષીય ખાધ 0.06 ટકા ઓછી દેખાશે. તમને લાગશે કે નાણાકીય નુકસાન નિયંત્રણમાં છે. પણ હકીકત કઈંક અલગ છે.

હવે આ બધુંય તો કોઈ છાપાઓ માં નઈ છપાય. કોઇ ચેનલોમાં નહીં બતાવાય. ફેસબુક પણ ગતિ ધીમી કરી દે તો આ વાત કરોડો લોકો સુંધી કેમની પહોંચ સે! ખાલી મંત્રીનું નિવેદન પહોંચી રહ્યું છે જાણે કોઈ મંત્ર હોય એમ!

આ લેખ રવીશ કુમારના ફેસબુક પોસ્ટ પરથી ગુજરાતી રૂપાંતરણ કરીને લેવામાં આવ્યો છે. તમામ પ્રકારના હક હિત રવીશ કુમારને આધીન છે. હિંદી માં વાંચવા ક્લિક કરો :
https://m.facebook.com/story.php?story_fbid=949569051907909&id=618840728314078

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજનું રાશિફળ!