ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાતમાં રાજકીય વાતાવરણ ઘેરું બન્યું છે. ભાજપ જબરદસ્ત તૈયારીઓ કાફી રહ્યું છે. ગુજરાત ભાજપનો સૌથી મજબૂત ગઢ છે અને જે ગઢ છેલ્લા 27 વર્ષથી અભેદ છે. ગુજરાત ભાજપ માટે પ્રયોગશાળા પણ છે ભાજપ ગુજરાતમાં પહેલા અખતરો કરે છે અને પછી જ અન્ય રાજ્યોમાં સમયાંતરે ભાજપ પોતાની વ્યૂહરચના મુજબ અખતરા કરતું રહે છે.
થોડા સમય અગાઉ ગુજરાતમાં ભાજપે સમગ્ર મંત્રી મંડળ સહિત મુખ્યમંત્રી બદલી નાખ્યા હતા. મુખ્યમંત્રી રૂપાણી સહિત તેમની સમગ્ર કેબિનેટને વેરવિખેર કરીને નવો જ ચહેરો મુખ્યમંત્રી તરીકે અને નવાજ ચહેરાઓ કેબિનેટ મંત્રી તરીકે મુક્યા હતા. જેનું એક અન્ય કારણ પણહોઈ શકે છે એન્ટીઇન્કમ્બન્સી. છેલ્લા 27 વર્ષથી એક હથ્થુ શાસન ચલાવે છે ભાજપ. એટલે સ્વાભાવિક છે કે એન્ટીઇન્કમ્બન્સી હોય.
થોડા સમય અગાઉ નો રિપીટ થિયરીની ચર્ચાઓ ચગડોળે ચડી હતી. નો રિપીટ થિયારીથી ભાજપ ખેમા માં સોંપો પડી ગયો હતો. ધારાસભ્યોમાં ફફડાટ નું વાતાવરણ સર્જાઈ ગયું હતું તો નવા નેતાઓ ગેલમાં આવી ગયા હતા. હાલ ભાજપમાં નેતાઓ અને કાર્યકરોની સંખ્યા વધી ગઈ છે એટલે વાતાવરણ થોડું ગરમ છે. નવા નેતાઓ જુના નેતાઓને રિટાયર્ડ કરવાની માંગણીઓ કરી રહ્યા છે. અઢળક કાર્યકરોમાં આશાનું કિરણ બંધાયું છે કે આજે નહીં તો કાલે વારો આવશે.
એજ આશાઓ અઢળક કાર્યકરો ભાજપ ને મજબૂત કરવા મથી રહ્યા છે. આ જોતા હાલમાં ભાજપ નવો પ્રયોગ કરવા જઈ રહ્યું છે. જેની ચર્ચાઓ ચારે બાજુ થઈ રહી છે. ગુજરાત ભાજપમાં હાલ એક ચર્ચા ચાલી રહી છે જે મુજબ ઉંમરલાયક અને જૂના નેતાઓને રિટાયર્ડ કરવા માટે ભાજપ હાઇકમાન્ડ એક પ્રયોગ કરવા જઇ રહ્યું છે. ભાજપ હાઈકમાન્ડ એક મહત્વનો નિયમ લાવવાનું વિચારી રહ્યું છે જે મુજબ જે નેતા સતત ત્રણ ટર્મથી ચૂંટણી લડતાં હોય અથવા તો જે નેતા 60 વર્ષ કે તેથી ઉપરની ઉંમરના થઈ ગયા થયા છે તેઓને આગામી ચૂંટણીમાં ટીકીટ આપવામાં આવશે નહીં.
60વર્ષ કે 3 ટર્મથી સતત લડત હોય તેમના સ્થાને નવા નેતાને સ્થાન આપવામાં આવશે. નવા નેતા માટે પણ સેમ નિયમ લાગુ પડશે તે પણ ત્રણ ટર્મ ચૂંટાશે તો એમની જગ્યાએ નવા લોકોને સ્થાન આપવામા આવશે. ભાજપ ના આ નવા નિયમ બાબતે નવા કાર્યકરો ઉત્સાહમાં છે તો જુના જોગીઓમાં સોંપો પડી ગયો છે. ચોરોને ચોકે હાલમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે થોડા સમય અગાઉ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત તેમની સરકારના તમામ મંત્રીઓની હકાલપટ્ટી કરાયા હતા.
જે બાદ નવા નેતાઓને તક આપવામાં આવી હતી જે બાદ હાલમાં સૌ કોઈને એક જ પ્રશ્ન છે કે જૂના મંત્રીમંડળમાંથી તેમજ અન્ય સિનિયર ધારાસભ્યોને ફરીથી રિપિટ કરાશે કે કેમ? કે પછી એમને મંત્રીમંડલ ની જેમ ટીકીટ પણ કાપવામાં આવશે? અને તેમના સ્થાને એકદમ નવા નિશાળિયાઓને તક આલવામાં આવશે? ભાજપમાં હાલમ આ ઘમાસાણ ચાલી રહ્યું છે પરંતુ ભાજપ હાઇકમાન્ડ આ બાબતે મક્કમ હોય એવું લાગી રહ્યું છે. આ પહેલા ભાજપ 70 વર્ષની ફોર્મ્યુલા પણ લાવ્યું હતું. અનંદીબેન પટેલ બાદ વિજય રૂપાણી પણ આવાજ કોઈ નિયમ હેઠળ બદલાઈ ગયા હતા.
ભાજપ ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી સત્તામાં છે અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ શંકરસિંહ વાઘેલા સમાં પડ્યા તોય ભાજપ એક ઇંચ ખસી નથી પરંતુ દિવસેને દિવસે મજબૂત થઈ છે જેનું મુખ્ય કારણ ભાજપ ના પ્રયોગ. ભાજપ સમયાંતરે કોઈને કોઈ પ્રયોગ કરતાં રહે છે. આ વખતે ભાજપ માટે કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાને છે. એટલે ભાજપ આ વખતે કોઈ જોખમ લેવા માંગતી હોય એવું લાગતું નથી. પણ ભાજપ આવા સમયમાં જ કડક નિર્ણયો લેવા માટે મશહૂર છે. 1995થી એટલે કે 27 વર્ષથી સત્તામાં હોવાથી એન્ટીઈન્કમબન્સી છે. આ એન્ટીઈન્કમબન્સીને નાથવા માટે ભાજપ જુના ચેહરા બદલીને નવા ને મેદાને ઉતારવા માંથી રહ્યું છે.
જો ભાજપ સિનિયરો અને જૂનાજોગીઓની ટીકીટ કાપશે તો મોટા વિરોધનો સામનો કરવો પડી શકે છે. અંદારખાને ભાજપમાં આ બાબતે મોટો વિરોધ છે ઉકળતો ચરુ છે. જો આ નિયમ લાગુ થાય તો વિજય રૂપાણી સહિત તત્કાલીન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પણ ટીકીટ કપાઈ શકે છે. બીજી તરફ 2024ની લોકસભા પણ આવી રહી છે એટલે ભાજપ ખુદ આ નિયમ લાગુ કરવામાં અસમંજસમાં છે. એટલે જોવું રહ્યું કે ભાજપ આ નિયમ લાગુ કરે છે કે નહીં અને જો લાગું કરે તો તત્કાલીન મુખ્યમંત્રીની પણ ટીકીટ કાપશે કે નહીં જેવા અનેક સવાલોના જવાબ ભાજપ દ્વારા આગામી સમય માં ક્લિયર કરશે એવું લાગે છે.
આ પણ વાંચો:
- ગુજરાત ભાજપને મોટો ફટકો! એક સાંધે ત્યાં તેર તૂટેની સ્થિતિ! ભાજપ માટે કપરા ચઢાણ!
- રાજકારણમાં નવો વળાંક! આમ આદમી પાર્ટી ને જોરદાર ઝટકો! જબરદસ્ત વિરોધ!
- ગુજરાત ના રાજકારણમાં ભૂકંપ! વિધાનસભા ચૂંટણીમાં ભાજપના બહિષ્કારનું મોટું એલાન!
- કોંગ્રેસ ને મોટો ફટકો! રાજસ્થાન નું રાજકારણ ગરમાયું! દિલ્લીમાં મોટી માથાકૂટ!
- કેજરીવાલ આમ આદમી પાર્ટીને ગુજરાત માં સૌથી મોટો ઝટકો! ગુજરાતનું રાજકારણ ગરમાયું!
- આ વખતે સચિન પાયલોટ નું પત્તુ કાપશે તો થશે નવાજુની? ભાજપ છે તૈયાર!
- બંગાળમાં અમિત શાહ બોલાવશે મોટો સપાટો! મમતાને પડશે મોટો ફટકો!
- ભાજપ ને મોટો ઝટકો! ધારાસભ્યએ આપ્યું રાજીનામું! મોદી શાહના ટેન્શનમાં વધારો!
- અમિત શાહ નો માસ્ટરસ્ટ્રોક! વડાપ્રધાન બનવા ઇચ્છુક ને આપશે મોટો ઝટકો!
- આમ આદમી પાર્ટી ને મોટો ફટકો! ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પડશે મોટી અસર!
- મોટા સમાચાર: ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો વધતો જનાધાર! ભાજપ માં ફફડાટ!
- ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો! ભાજપને અત્યાર સુંધીનો સૌથી મોટો ફાયદો!
- કોંગ્રેસ એ મુખ્યમંત્રી ના QR કોડ સાથેના પોસ્ટર લગાવ્યા અને લખ્યું PayCM! રાજકીય ગરમાવો!
- કોંગ્રેસ ની જાહેરાત બાદ ગભરાયેલા કેજરીવાલે આપ્યું વચન! સીઆર પાટીલ વિફર્યા!
- ગુજરાત ના રાજકારણમાં નવો વળાંક! કેજરીવાલ ગુજરાત પહોંચતાં જ થયો જોરદાર વિરોધ!
- રાહુલ ગાંધી નો માસ્ટરસ્ટ્રોક! ભાજપ અને આપ જાહેરાત કરે તે પહેલાં રમીનાખી ગેમ!
- કોંગ્રેસ ના દિગ્ગજ નેતા એ કહ્યું જે ભાજપ માં જવા માંગે છે તેમને હું મારી ગાડી આપીશ!