IndiaPolitics

પ્રધાનમંત્રી બનવાના સપના જોતા નેતાજીનો મોદી શાહ ની જોડીએ ખેલ પાડી દીધો??!

ભાજપ પાંચ માંથી ચાર રાજ્યોમાં જીત્યું પરંતુ સમગ્ર દેશમાં માત્ર ઉત્તર પ્રદેશની જ ચર્ચા હતી. એજ ઉત્તર પ્રદેશ જ્યાં દર પાંચ વર્ષે સરકાર બદલવાનો ટ્રેન્ડ રહ્યો છે એજ ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ ના નેતૃત્વ વાળી ભાજપ સરકાર ફરીથી સરકાર બનાવવા સફળ રહી. ઉત્તરપ્રદેશમાં ભાજપ ની જીત નહીં યોગીની જીત જોવા મળી હતી. યોગી આદિત્યનાથની યુપી માં જીતથી રાજનૈતિક પંડિતો પાણી પીતા થઈ ગયા હતાં. સમાજવાદી પાર્ટી દ્વારા અથાગ પ્રયતાનો કર્યા છતાં પણ યોગી આદિત્યનાથને હરાવવા મુશ્કેલ રહ્યા હતાં. પરિણામ બાદ તો નક્કી જ હતું કે યોગી જ મુખ્યમંત્રી બનશે પરંતુ હવે વાત માત્ર મુખ્યમંત્રી સુંધીની નથી રહી. યોગી પોતાને મોદી બાદ પ્રધાનમંત્રી રૂપે જોવા લાગ્યા હતા.

કેમ ના જોવે હકીકતે ઉત્તર પ્રદેશમાં ભાજપ ને સૌથી વધારે મજબૂત કરનાર યોગી આદિત્યનાથ જ છે. ઉત્તર પ્રદેશની જીત બાદ ભાજપમાં હવે યોગી આદિત્યનાથ નું કદ એક રાજ્યના મુખ્યમંત્રી તરીકે નું જ નથી રહ્યું પરંતુ હવે એના કરતાં ક્યાંય મોટું થઈ ગયું છે. ખુદ મોદી દ્વારા જ યોગીને મોટાભા કરવામાં આવ્યા હતાં. ઉત્તરપ્રદેશમાં ચૂંટણી સમયે મોદી દ્વારા સૂત્ર આપવામાં આવ્યું કે યુપી માટે યોગી છે ઉપયોગી. આ સૂત્ર દ્વારા વિપક્ષ તો ઠીક પરંતુ ખુદ ભાજપના નેતાઓ અચંબામાં પડી ગયા હતાં. યોગી સમર્થકો પણ યોગીને જ નેક્ટ પ્રધાનમંત્રી જોવા લાગયા હતાં. હવે સવાલો એ ઉભા થઇ રહ્યા છે કે મોદી સાથે યોગી એટલે કે મોદી બાદ યોગી?

હાલમાં જોઈએ તો મોદી સરકારમાં હોદ્દા મુજબ રાજનાથ સિંહ નંબર 2 છે પરંતુ હકીકતમાં જોઈએ તો મોદી સરકારમાં અમિત શાહ જ નંબર 2 છે. હવે રાજનાથ સિંહ અને અમિત શાહ વચ્ચે યોગી પણ આવ્યા છે. બસ હવે જનતા મોદી બાદ યોગી ને પસંદ કરે છે કે રાજનાથ સિંહ કે અમિત શાહ ને? આમ જોઈએ તો આ બાબતે ત્રણેય નેતાઓના રાજકીય ભૂતકાળ અને તેમના રાજકારણને સમજવું પડે ત્યારે જ ખ્યાલ આવશે કે નંબર 2 કોણ બની શકે છે. પરંતુ ઉત્તર પ્રદેશમાં પેટર્ન તોડીને ફરી સરકાર બનાવીને યોગી આદિત્યનાથે પોતાનું એક અલગ સ્થાન તો બનાવી જ લીધું છે.

પરંતુ આ તમામ અટકળોનો અંત આવી ગયો છે. અમિત શાહ જ ભાજપમાં નંબર 2 પર છે. યોગી નથી. એ ભાજપની સંસદીય સમિતિની રચના બાદ સમગ્ર ભારતમાં જાહેર થઈ ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાજપના સર્વેસર્વા છે તે ફરી એક વખત સાબિત થઈ ગયું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા દ્વારા નવા પાર્લામેન્ટરી બોર્ડ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિની ઘોષણા કરી છે. આ લિસ્ટમાં છેક છેલ્લે સુંધી જોતા ક્યાંય યોગી આદિત્યનાથનું નામ નથી. યોગી અને તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ હતો કે આ લિસ્ટમાં યોગી આદિત્યનાથનું નામ હશે અને તેમને કેન્દ્રમાં પણ જગ્યા મળશે પરંતુ લિસ્ટ જાહેર થતાં જ આ તમામ અટકળોનો અંત આવી ગયો હતો.

કોંગ્રેસ, ભાજપ, યોગી આદિત્યનાથ, દિગ્વિજય સિંહ, yogi adityanath, hathras
ફોટો સોશિયલ મીડિયા

ભાજપ અધ્યક્ષ પી. નડ્ડા એ જાહેર કરેલા લિસ્ટમાં ક્યાંય યોગી આદિત્યનાથનું નામ નોહતું. પાર્લામેન્ટરી બોર્ડ તો ઠીક પરંતુ ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં યોગી આદિત્યનાથ શોધે જડતા નથી. યોગી બીજીવાર મુખ્યમંત્રી બન્યા ત્યારે ભાજપમાં યોગીના સિક્કા ચાલશે અને મોદી બાદ યોગી જ યોગી લાગતું હતું પરંતુ કુશળ રણનીતિકાર અમિત શાહ સામે કોઈના સિક્કા કે ટિકડમ ચાલતા નથી. એ સાબિત થઈ ગયું. ઉત્તર પ્રદેશમાં પોતાને પ્રધાનમંત્રી તરીકે પ્રમોટ કરતાં યોગી આદિત્યનાથ ઠરી ગયા છે. યોગી આદિત્યનાથની ઉતાવળ તેમનામાટે જોખમ સાબિત થઈ અને મોદી પછી કોણ સવાલનો સણસણતો જવાબ અમિત શાહે આડકતરી રીતે આપી દીધો છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!