
જેમ જેમ વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો આવી રહ્યો છે. સમગ્ર દેશના દરેક રાજ્યો પર ભાજપ નેતા અમિત શાહ અને નરેન્દ્ર મોદીની ચાંપતી નજર છે. હાલમાં ચૂંટણીનો મહોલ છે ત્યારે ભાજપ કોઈપણ જાતનું રિસ્ક લેવા મંગતું નથી એ સ્પષ્ટ છે. હાલમાં બિહાર ગઢબંધન માં ડખા પડ્યા બાદ ભાજપ સત્તા વિહોણું થઈ ગયું. બસ આજ બાબતથી સબક લઈને અન્ય રાજ્યો માં પણ આવું ન બને એ પ્રયાસો કરી રહ્યા છે. તો કર્ણાટકમાં પણ એક ઓડિયો લીક થયો છે. કર્ણાટકના તત્કાલીન મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ સામે જબરદસ્ત અસંતોષ છે. ના માત્ર સંગઠનમાં પરંતુ જનતામાં પણ તેમની સામે અસંતોષની લાગણી છે.

ભાજપ ગમે ત્યારે તેમની પાસેથી રાજીનામું લઇલે તેવી શક્યતાઓ છે. હાલમાં તેમના પર સત્તા જવાની તલવાર લટકી રહી છે. કર્ણાટકના કાનૂન મંત્રી જે. સી. મધુસ્વાનું કોલ રેકોર્ડિંગ આગની ગતિએ વાઇરલ બન્યું છે. તેમાં તેઓ કહી રહ્યા છે, અમે સરકાર ચલાવતા નથી, માત્ર સરકાર સંભાળી રહ્યા છીએ. સાત-આઠ મહિના આમ જ ખેંચવાનું છે. કર્ણાટકમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને રાજ્ય સરકારમાં જ રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે. કર્ણાટક સરકાર પર સતત ભ્રષ્ટાચારના આરોપો લાગી રહ્યા છે. દરમિયાન કર્ણાટકના એક મંત્રીનો ઓડિયો લીક થયો છે જેણે સમગ્ર રાજ્યમાં રાજકીય તોફાન મચાવી દીધું છે. કર્ણાટકના મંત્રીનો આ ઓડિયો સીએમ બસવરાજ બોમાઈના નબળા કાર્યકાળની આંતરિક સ્થિતિ જણાવી રહ્યો છે.

આ ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વાયરલ ઓડિયો ક્લિપમાં કર્ણાટકના એક મંત્રી કહી રહ્યા છે કે તેઓ સરકાર નથી ચલાવી રહ્યા, તેઓ માત્ર તેને મેનેજ કરી રહ્યા છે. આ ઓડિયો ક્લિપ વાયરલ થતાની સાથે જ કર્ણાટકના રાજકારણમાં આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. મંત્રીનો ઓડિયો વાઈરલ થયા બાદ સીએમ બસવરાજ બોમાઈને શરમાવું પડ્યું છે. જો કે સીએમએ આ ઓડિયોને સંદર્ભની બહાર ગણાવ્યો છે. વાસ્તવમાં આ ઓડિયો ક્લિપમાં કર્ણાટકના કાયદા મંત્રી જેસી મધુસ્વામીને એમ કહેતા સાંભળી શકાય છે કે અમે સરકાર નથી ચલાવી રહ્યા પરંતુ તેને મેનેજ કરી રહ્યા છીએ. કર્ણાટક સરકારમાં અત્યારે સીએમ બોમાઈ સામે ભારે અસંતોષ છે. રાજ્યમાં વહીવટી નિષ્ફળતાનો દોષ પણ તેમના માથે ઢોળી રહ્યો છે.

થોડા દિવસો પહેલા એવી અટકળો પણ ચાલી રહી હતી કે ભાજપ કર્ણાટકની ગાદી પર કોઈ બીજાને બેસાડી શકે છે, જો કે આવતા વર્ષે ચૂંટણી પણ યોજાવાની છે. કર્ણાટકના મુખ્યમંત્રી બસાઈરાજ બોમાઈની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. તાજેતરના કિસ્સામાં, કર્ણાટકની 13,000 શાળાઓએ રાજ્ય સરકાર વિરુદ્ધ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. બોમાઈની નવી મુશ્કેલી, 13 હજાર શાળાઓએ PMને લખ્યો પત્ર, રાજ્ય સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ. કર્ણાટકના મુખ્યમંત્રી બસાઈરાજ બોમાઈની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. તાજેતરના કિસ્સામાં, કર્ણાટકની 13,000 શાળાઓએ રાજ્ય સરકાર વિરુદ્ધ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.

આ પત્રમાં આ શાળાઓએ બોમાઈ સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના એસોસિયેટેડ મેનેજમેન્ટ અને રજિસ્ટર્ડ અનએઇડેડ પ્રાઇવેટ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશને આ પત્ર લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યનો શિક્ષણ વિભાગ શૈક્ષણિક સંસ્થાઓને માન્યતા પ્રમાણપત્ર આપવા માટે લાંચ માંગે છે. પીએમને આ બાબતે ધ્યાન આપવા વિનંતી કરવામાં આવી છે. આ પત્રમાં શાળાઓએ એમ પણ લખ્યું છે કે આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી બીસી નાગેશને અનેક ફરિયાદો કરવામાં આવી છે. પરંતુ હજુ પણ ધ્યાન આપવામાં આવ્યું નથી. શાળાઓએ શિક્ષણ મંત્રીના રાજીનામાની પણ માંગ કરી છે.

પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે શિક્ષણ મંત્રાલય આ મામલાની યોગ્ય રીતે સુનાવણી કરી રહ્યું નથી. ભાજપના બે અલગ-અલગ મંત્રીઓ બજેટને નુકસાન પહોંચાડી રહ્યા છે. આ લોકો એવી શાળાઓને મદદ કરી રહ્યા છે જે શિક્ષણનું વેપારીકરણ કરી રહી છે. પરિણામે બાળકો પર બિનજરૂરી ફીનો બોજ પડે છે. શાળા સંગઠનોએ પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે સરકાર દ્વારા નક્કી કરાયેલ પુસ્તકો હજુ પણ શાળાઓમાં પહોંચ્યા નથી. જ્યારે નવા શૈક્ષણિક સત્રનો પણ પ્રારંભ થયો છે. ફરિયાદમાં કહેવાયું છે કે શિક્ષણ મંત્રીને આ બધાની પડી નથી. આ પત્રમાં વડાપ્રધાનને આરોપો પર ધ્યાન આપવાની અને તેની તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે.

આ પહેલા પણ આ બાબતે યેદિયુરપ્પાએ શાહ સાથે મુલાકાત કરી હતી
થોડા દિવસ પહેલા જ કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાએ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. જે બાદ તેમણે નક્કી કર્યું હતું કે હવે બોમાઈને વધુ એક તક આપવામાં આવશે. બોમ્માઈને પણ યેદિયુરપ્પાના ફેવરિટ માનવામાં આવે છે. 2021 માં બીએસ યેદિયુરપ્પાએ મુખ્ય પ્રધાન પદ છોડ્યા પછી યેદિયુરપ્પાની પસંદગી પર બસવરાજ બોમાઈને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. ઓડિયો ક્લિપ લીક થયા બાદ મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ કહ્યું કે બધુ બરાબર છે, કોઈપણ પ્રકારની સમસ્યા નથી.