GujaratPolitics

નવો રાજકીય વળાંક! ગુજરાતમાં મોદી શાહ નો માસ્ટર ગેમપ્લાન! કોંગ્રેસ આપ થશે એકદમ સાફ?

ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ ગમે ત્યારે જાહેર થઈ શકે છે ત્યારે મોદી શાહ ની જોડી એક્ટિવ થઈ ગઈ છે. ભાજપ માટે ગુજરાત નાક સમાન છે જો ભાજપ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માં હારે તો ભાજપનું નાક ગયું એમ કહેવાય એટલે મોદી શાહ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે તનતોડ મહેનત કરવા અને કાર્યકરો પાસે મહેનત કરવા એક્ટિવ થઈ ગયા છે. આમ તો ભાજપ ચૂંટણી પતે એટલે બીજાજ દિવસથી આગામી ચૂંટણી માટે તૈયારીઓ કરવા લાગી જાય છે જે જોઈને હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ પણ પોતાની સક્રિયતા વધારી દીધી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ વધારે રસપ્રદ બનતી જય છે. ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સત્તાધારી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર પણ તેજ બની રહ્યો છે. હાલ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાતને હવે વેઢે ગણાય એટલા દિવસ રહ્યા છે ત્યારે ભાજપ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ધમધોકાર પ્રચાર કરી રહ્યા છે. આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની પણ એન્ટ્રી થઈ ગઈ છે એટલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ત્રિપંખીયો જંગ છે એ સાબિત થઈ ગયું છે.

પરંતુ આ ત્રિપંખીયા જંગમાં સૌથી વધારે ફાયદો ભાજપ ને થાય એવું ચોકઠાં ગોઠવાઈ ગયા છે. અમિત શાહે કહી દીધું છે કે ગુજરાતમાં ભાજપ 2/3 બહુમતીથી જીતશે અને ફરી સરકાર બનાવશે. ભલે અમિત શાહ દાવાઓ કરે પરંતુ આ ચૂંટણી જો સૌથી વધારે કપરી હોય તો તે છે ભારતીય જનતા પાર્ટી માટે કારણ કે છેલ્લા 25 વર્ષથી એકહથ્થુ ભાજપ સત્તામાં છે એટલે એન્ટીઇન્કમ્બન્સી, આંદોલનો અને અધૂરામાંપુરુ નેતાઓનો બેફામ વાણી વિલાસ ભાજપ માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કપરા ચઢાણ બતાવે છે. તો કોંગ્રેસ સત્તામાં આવવા મથી રહી છે ને આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષ બનવા માટે પ્રયત્નો કરી રહી છે.

મમતા બેનરજી, ગૃહમંત્રી અમિત શાહ, અમિત શાહ,Amit Shah
ફોટો સોશિયલ મીડિયા

પરંતુ હવે ગુજરાતની કમાન મોદી શાહ એ હાથમાં લઇ લીધી છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના પ્રચાર અભિયાન ને સામે જબરદસ્ત ગેમ પ્લાન શરૂ કરવા જઈ રહ્યા છે જે સીધો ભાજપ ને મદદ કરશે તેમજ કોંગ્રેસ આપ ને મોટું નુકશાન કરાવશે. સમગ્ર દેશમાં ભાજપથી જે વર્ગ સૌથી નારાજ છે તે વર્ગ સાથે સીધી ચર્ચા કરવાનો માસ્ટર પ્લાન મોદી શાહ દ્વારા ઘડી કાઢવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ખેડૂતો સુધી પહોંચવા ભાજપ ‘નમો પંચાયત’ શરૂ કરશે.

દિલ્લીમાં કેજરીવાલ
ફોટો સોશિયલ મીડિયા

ભારતીય જનતા પાર્ટી એ ગુજરાતના ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારોમાં પોતાની હાજરી વધારવા માટે ‘નમો પંચાયત’નું આયોજન કરવાનું શરૂ કર્યું છે. તેમની ઘટના ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની ગુજરાત મુલાકાત દરમિયાન શરૂ થઈ હતી. એક મહિનામાં લગભગ 14,000 ગામોમાં નમો પંચાયત કરવામાં આવશે. આ કાર્યક્રમની લગામ ભાજપ કિસાન મોરચા પાસે રહેશે. ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપનું પ્રદર્શન નબળું રહ્યું હતું.

મોદી સરકાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
ફોટો સોશિયલ મીડિયા

ભાજપ 143 ગ્રામીણ બેઠકોમાંથી માત્ર 64 જ જીતી શકી. તે જ સમયે, શહેરી વિસ્તારની 39 બેઠકોમાંથી 34 બેઠકો પર વિજય થયો હતો. પાર્ટીના એક સૂત્રએ જણાવ્યું કે આ વખતે પાર્ટી ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો અને ખેડૂતો પર ફોકસ કરી રહી છે. તેમણે કહ્યું કે આ માટે એક યોજના તૈયાર કરવામાં આવી છે. આ અંતર્ગત લગભગ 14 હજાર ગામોમાં ‘નમો પંચાયત’ કરવામાં આવશે. આ દરમિયાન ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની આવી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવશે જેનો સીધો ફાયદો ખેડૂતોને થાય છે.

પાટીલ, ભાજપ, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP
ફોટો સોશિયલ મીડિયા

પાર્ટીના સૂત્રએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સતત ગાય આધારિત કુદરતી ખેતીની વાત કરી રહ્યા છે. આ માટે સરકાર દ્વારા ખેડૂતોને અનેક પ્રકારની સહાય પણ આપવામાં આવી રહી છે. બીજેપી કિસાન મોરચાએ ગાય પર આધારિત કુદરતી ખેતીના ફાયદા ખેડૂતોને જણાવવા માટે બિહારમાં ગંગાના કિનારેથી તેનું અભિયાન શરૂ કર્યું હતું અને મોરચો આ અભિયાનને ઉત્તર પ્રદેશમાં લઈ ગયો છે. નમો પંચાયતમાં, ભાજપ કિસાન મોરચા વતી, ખેડૂતોને ગાય આધારિત કુદરતી ખેતી વિશે વિગતવાર માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સીઆર પાટીલ, પેટા ચૂંટણી, ભાજપ, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP
ફોટો સોશિયલ મીડિયા

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!