IndiaPolitics

ભાજપ ને મોટો ઝટકો! ધારાસભ્યએ આપ્યું રાજીનામું! મોદી શાહના ટેન્શનમાં વધારો!

સમગ્ર દેશમાં ભાજપનું એકહથ્થુ શાસાન છે અન્ય પાર્ટીના નેતાઓ પોતાની પાર્ટી છોડીને ભાજપ માં શામેલ થઈ રહ્યા છે. ભાજપ માં ના જોડાયતોય નેતા સાથે એવા હલાત ઉભા થાય કે નેતાજીને પોતાની પાર્ટી છોડીને ભરતીય જનતા પાર્ટીમાં શામેલ થવું જ પડે. મધ્યપ્રદેશમાં તો આખી સરકાર પડી ગઈ. ગોવામાં કોંગ્રેસના આંઠ જેટલા ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા. ગુજરાતમાં પણ ભાજપ 99 બેઠક પર હતી હાલમાં જોઈએ તો ભાજપે 111 નો આંકડો પાર કતી લીધો છે. સમગ્ર દેશમાંથી નેની મોટી પાર્ટીના કાર્યકરો, નેતાઓ અને ધારાસભ્યો પોતાની પાર્ટી છોડી ભાજપમાં શામેલ થાય છે ત્યારે કેટલીક જગ્યાએ ઉલ્ટી ગંગા વહી રહી છે. ભાજપના ધારાસભ્ય એ ભાજપ માંથી રાજીનામુ આપી દેતા ખળભળાટ મચી ગયો છે.

ભાજપ, ગુજરાત કોંગ્રેસ, મોદી સરકાર, પ્રધાનમંત્રી, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP
ફોટો સોશિયલ મીડિયા

ધારાસભ્ય બાર્બા મોહને TIPRA પાર્ટીના વડા અને ભૂતપૂર્વ શાહી વંશજ પ્રદ્યોત બિક્રમ માણિક્ય દેબ બર્મન સાથે તેમનું રાજીનામું ત્રિપુરા વિધાનસભાના અધ્યક્ષ રતન ચક્રવર્તીને સુપરત કર્યું. ત્રિપુરાના શાસક ભાજપના ધારાસભ્ય અને પીઢ આદિવાસી નેતા બાર્બા મોહન ત્રિપુરાએ વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું છે અને તેઓ આદિવાસી આધારિત પક્ષ ટિપ્રા (ટીપ્રા ઈન્ડિજિનસ પ્રોગ્રેસિવ રિજનલ એલાયન્સ)માં જોડાય તેવી શક્યતા છે. અહેવાલો અનુસાર, 67 વર્ષીય ધારાસભ્યએ ટીપ્રા પાર્ટીના વડા અને પૂર્વ શાહી વંશજ પ્રદ્યોત બિક્રમ માણિક્ય દેબ બર્મન સાથે મળીને ત્રિપુરા વિધાનસભાના અધ્યક્ષ રતન ચક્રવર્તીને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે.

મોદી સરકાર, પ્રેસકોન્ફરન્સ, ભાજપ નેતા, મોદી સરકાર
ફોટો: સોસીયલ મીડિયા

દેબ બર્મને ન્યૂઝ એજન્સી આઈએએનએસને જણાવ્યું કે બરબા મોહન આજે ત્રિપુરા બીજેપીના વરિષ્ઠ નેતા ગૌરી શંકર રેઆંગ સાથે તેમની પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, જેઓ ત્રિપુરા વિધાનસભાના ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર પણ છે. તમને જણાવી દઈએ કે, બાર્બા મોહન 2018ની ચૂંટણીમાં દક્ષિણ ત્રિપુરાના ગોમતી જિલ્લાની આદિવાસી આરક્ષિત બેઠક કાર્બુકથી રાજ્ય વિધાનસભા માટે ચૂંટાયા હતા. આ પહેલાં ભાજપ માંથી ત્રણ સભ્યો એ રાજીનામાં આપી ચુક્યા છે.

બાર્બા મોહન ગયા વર્ષથી વિધાનસભા છોડનારા ત્રિપુરાના ભાજપના ચોથા ધારાસભ્ય છે. અગાઉ આશિષ દાસ, સુદીપ રોય બર્મન અને આશિષ કુમાર સાહાએ પણ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બિપ્લબ કુમાર દેબ સાથે ખુલ્લા મતભેદોને પગલે પાર્ટી અને વિધાનસભા છોડી દીધી હતી. પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વની સૂચના બાદ દેબે 14 મેના રોજ ટોચના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. દાસ ગયા વર્ષે તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા અને આ વર્ષે મે મહિનામાં પાર્ટી છોડી દીધી હતી, જ્યારે રોય બર્મન, જેઓ ભાજપના ભૂતપૂર્વ પ્રધાન પણ હતા, અને સાહા આ વર્ષે ફેબ્રુઆરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા.

ભાજપ, અમિત શાહ
ફોટો: સોસીયલ મીડિયા

રાય બર્મન જૂન પેટાચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર છઠ્ઠી વખત રાજ્ય વિધાનસભામાં ફરીથી ચૂંટાયા હતા. દરમિયાન, ભાજપના સાથી ઈન્ડીજીનસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા (આઈપીએફટી)ના ધારાસભ્ય બ્રિષ્કેતુ દેબબર્માએ પણ ગયા વર્ષે જૂનમાં વિધાનસભામાંથી રાજીનામું આપ્યું હતું અને પાર્ટી (આઈપીએફટી) ની સંખ્યા સાત પર લઈ ટીપ્રામાં જોડાયા હતા. બરાબા મોહનના રાજીનામા બાદ 60 સભ્યોની ત્રિપુરા વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ ઘટીને 35 થઈ ગયું છે.

અમિત શાહ
ફોટો: સોસીયલ મીડિયા

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!