IndiaPolitics

મોહન ભાગવત એ નહીં કહે કે મુસ્લિમો સૌથી વધારે કોન્ડોમનો ઉપયોગ કરે છે – અસદુદ્દીન ઓવૈસી

આરએસએસના વડા મોહન ભાગવત દ્વારા દશેરાના અવસર પર વસ્તી નિયંત્રણ પર આપવામાં આવેલા નિવેદન પર AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી ની પ્રતિક્રિયા સામે આવી છે. ઓવૈસીએ દાવો કર્યો છે કે મુસ્લિમોની વસ્તી ઘટી રહી છે. આ સાથે ઓવૈસીએ કહ્યું કે હાલમાં મોટાભાગના મુસ્લિમો કોન્ડોમનો ઉપયોગ કરી રહ્યા છે. મોહન ભાગવતે કહ્યું હતું કે વસ્તી નિયંત્રણ માટે જાતિ અને ધર્મથી ઉપર વિચારવું પડશે. હવે RSS ના વડા અને મોહન ભગવત અને AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસી આમને સામને આવી ગયા છે. મોહન ભાગવત ના નિવેદન પર અસદઉદ્દીન ઓવેસીએ મોટું નિવેદન આપ્યું છે. આગામી સમયમાં રાજકીય વાતાવરણ તંગ બને તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.

મોહન ભાગવત ના નિવેદન પર પ્રતિક્રિયા આપતા અસદુદ્દીન ઓવૈસી એ કહ્યું, “તે કહે છે કે વસ્તી ઓછી કરો. મુસ્લિમોની વસ્તી વધી નથી પરંતુ સતત ઘટી રહી છે. મોટાભાગના મુસ્લિમો કોન્ડોમનો ઉપયોગ કરે છે. મુસ્લિમોની વસ્તી નથી વધી રહી, ટેન્શન ન લો. તમે ડેટા રાખીને વાત કરો, ભાગવત સાહેબ. ડેટા રાખીને, આ લોકો વાત કરશે નહીં.” ઓવૈસીએ કહ્યું, “મોહન ભાગવત કહી રહ્યા છે કે વસ્તી વધી રહી છે. વર્ષ 2020માં મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને કહ્યું છે કે ફેમિલી પ્લાનિંગ કોઈ મજબૂરી ન હોઈ શકે અને અમે ઈચ્છતા પણ નથી. સર્વેના પાંચમા રેકોર્ડ મુજબ મુસ્લિમોના કુલ પ્રજનન દરમાં સૌથી વધુ ઘટાડો થયો છે.

વધુમાં અસદુદ્દીન ઓવૈસી એ જણાવ્યું હતું કે, દેશનો કુલ પ્રજનન દર ઘટીને 2% પર આવી ગયો છે. મોહન ભાગવત દર વર્ષે દશેરાના અવસરે લોકોને વધતી વસ્તીનો ડર બતાવે છે. અસદુદ્દીન ઓવૈસી એ પણ આરએસએસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે જ્ઞાનવાપી, મથુરા, અડવાણીની રથયાત્રા અને અયોધ્યા, આ તમામ મુદ્દા શું આરએસએસ દ્વારા શરૂ કરવામાં આવ્યા નથી. તેમણે કહ્યું કે જ્યાં ભાજપની સરકાર છે ત્યાં મુસ્લિમો ખુલ્લી જેલમાં જીવી રહ્યા હોય તેવું લાગે છે. ઓવેસીના આવા નિવેદનો પર રાજકીય પાર્ટીઓ તરફથી આઘાત પ્રત્યાઘાત આવી રહ્યા છે. ઓવેસી આ વખતે ગુજરાતની ચૂંટણીમાં પણ ઝંપલાવવાના છે એટલે ગુજરાતમાં પણ આ મુદ્દો બનશે એ નક્કી છે.

દરેક વ્યક્તિએ વસ્તી નિયંત્રણ વિશે વિચારવું પડશે – મોહન ભાગવત
હકીકતમાં દશેરાના અવસર પર આરએસએસના વડા મોહન ભાગવતે પણ વસ્તી નિયંત્રણ અંગે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે આપણે બધાએ જાતિ અને ધર્મથી ઉપર ઊઠીને વસ્તી નિયંત્રણ વિશે વિચારવું પડશે. આ સાથે, તેમણે કહ્યું હતું કે આ સંદર્ભે એક વ્યાપક વસ્તી નીતિ લાવવાની પણ જરૂર છે કારણ કે તેના પુરાવા પણ સંતુલિત હોવા જોઈએ. મોહન ભાગવતે કહ્યું હતું કે વસ્તીના અસંતુલનના ગંભીર પરિણામો આપણે ભોગવવા પડશે. આવું 50 વર્ષ પહેલા પણ થયું હતું, પરંતુ આજના સમયમાં પણ આવું જ થઈ રહ્યું છે.

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!