IndiaSportsWorld

શું છે મહેન્દ્ર સિંહ ધોની ના ગ્લવ્સનો વિવાદ! પાકિસ્તાનના પેટમાં તેલ કેમ રેડાયું! જાણો!

હાલ તો આખાય વિશ્વમાં ક્રિકેટ વિશ્વકપ ફીવર ચાલી રહ્યો છે. ભારતે પણ તેની પહેલી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું અને દક્ષીણ આફ્રિકાને ૬ વિકેટથી હરાવ્યું. પરંતુ આ મેચ બાદ મહેન્દ્ર સિંહ ધોની ના ગ્લવ્સને લઈને એક વિવાદ ઉભો થયો છે જે રોકાવાનું નામ દેતો નથી. હવે આ વિવાદમાં પાકિસ્તાન પણ કુદી પડ્યું છે.

મહેન્દ્ર સિંહ ધોની
ફોટો: સોસીયલ મીડિયા

મેચ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીના કીપિંગ ગ્લવ્સ પર એક અનોખુ નિશાન જોવા મળ્યું જે આજ સુંધી કોઈ પણ વ્યક્તિ દ્વારા મેચમાં ધારણ કરવામાં આવ્યું નથી. અને મહેન્દ્ર સિંહ ધોની સિવાય આ નિશાન કોઈ પણ વ્યક્તિ ધારણ કરી શકે નહિ. ભારતીય ટીમ ના કેપ્ટન વિરાટ કોહલી પણ આ નિશાન ધારણ કરી શકે નહિ.

મહેન્દ્ર સિંહ ધોની
ફોટો: સોસીયલ મીડિયા

વાત એમ છે કે આ નિશાનને બલિદાન બેજ કેહવામાં આવે છે અને આ નિશાન નો ઉપયોગ માત્રને માત્ર પેરા કમાન્ડો દળ જ કરી શકે છે. અને મહેન્દ્ર સિંહ ધોની આ નિશાન ધારણ કરી શકે છે કારણ કે ધોની ખુદ એક પેરા કમાન્ડો છે.

મહેન્દ્ર સિંહ ધોની
ફોટો: સોસીયલ મીડિયા

મહેન્દ્ર સિંહ ધોનીએ આ નિશાન પહેરીને ફરી એક વાર ભારતીય આર્મી અને સુરક્ષા દળોનું સમ્માન વધાર્યું છે. આઈસીસી ક્રિકેટ વિશ્વકપમાં આ નિશાન પહેરીને મહેન્દ્ર સિંહ ધોનીએ એક અલગ જ અંદાજમાં પેરા સ્પેશ્યલ ફોર્સને સમ્માન આપ્યું છે.

ક્રિકેટ વર્લ્ડકપ
ફોટો: સોસીયલ મીડિયા

આવું પહેલી વાર નથી થયું કે ધોની એ મેદાનમાં સુરક્ષા દળો પ્રતિ પોતાનું સમ્માન બતાવ્યું હોય આ પહેલા પણ ઓસ્ટ્રેલીયા સામેની મેચમાં પણ આર્મીની કેપ પહેરીને વિકેટકીપિંગ કરી છે. મહેન્દ્ર સિંહ ધોની ને ૨૦૧૧માં સેનએ માનદ લેફ્ટનન્ટ કર્નલની રેન્કથી સન્માનવામાં આવ્યા હતા.

મહેન્દ્ર સિંહ ધોની
ફોટો: સોસીયલ મીડિયા

જણાવી દઈએ કે, ઇંગ્લેન્ડ માં રમાઈ રહેલા વિશ્વકપમાં ભારતની પહેલી મેચમાં મહેન્દ્ર સિંહ ધોની ને પહેલીવાર બલિદાન બેજ ના નિશાન વાળા ગ્લવ્સ પહેરેલા જોવામાં આવ્યા ત્યાર બાદ વિવાવદ વકર્યો અને આઈસીસી દ્વારા બીસીસીઆઈને કેહવામાં આવ્યું કે ધોની ફરીથી આ ગ્લવ્સ સાથે નહિ રમી શકે.

મહેન્દ્ર સિંહ ધોની
ફોટો: સોસીયલ મીડિયા

આ બાદ પાકિસ્તાનના મંત્રી એ પણ આ વિવાદમાં ઝંપલાવ્યું અને મહેન્દ્ર સિંહ ધોની ના આ ગ્લવ્સ પર નારાજગી બતાવી અને કહ્યું કે આઈસીસી એ પગલા લેવા જોઈએ. ઈસીસી એ બિસિસિઆઇને આની જન કરી પરંતુ બીસીસીઆઈ એ અપીલ કરીને કહ્યું કે ધોની આ ગ્લવ્સ પહેરવાની પરવાનગી આપવામાં આવે.

ક્રિકેટ વર્લ્ડકપ
ફોટો: સોસીયલ મીડિયા

મહેન્દ્ર સિંહ ધોની ના ગ્લવ્સ પર બલિદાન બ્રિગેડ નું નિશાન છે. ખાલી પેરા મીલીટરી કમાન્ડોને જ આ નિશાન પહેરવાનો અધિકાર છે. મહેન્દ્ર સિંહ ધોની ને ૨૦૧૧માં પેરાશુટ રેજીમેન્ટમાં લેફ્ટનન્ટ કર્નલની માનદ ઉપાધી આપવામાં આવી હતી. મહેન્દ્ર સિંહ ધોની એ ૨૦૧૫માં પેરા બ્રિગેડની ટ્રેનીંગ પણ લીધી છે. જોકે સોસીયલ મીડિયામાં મહેન્દ્ર સિંહ ધોની ના વખાણ થઇ રહ્યા છે અને તેમને આ બેજ ના ઉતારવાની પણ સલાહ મળી રહી છે.

મહેન્દ્ર સિંહ ધોની
ફોટો: સોસીયલ મીડિયા

પરંતુ આઈસીસી ના નિયમ થોડા અલગ છે. આઈસીસીના નિયમ મુજબ,”આઈસીસીના કપડા અને અન્ય ચીજો પર આંતરાષ્ટ્રીય મેચ સમયે રાજનીતિ, ધર્મ, નસ્લીય ભેદભાવ જેવી વસ્તુઓનો સંદેશો ના હોવો જોઈએ.”

Related Articles

Back to top button
આજનું રાશિફળ!