AhmedabadGujarat

બદલવાના હતા ગુજરાતના વિજયભાઈને, અને બદલી કાઢ્યા અમદાવાદના વિજયભાઈને! જાણો

સમગ્ર વિશ્વને કોરોનાએ બાનમાં લઈ લીધું છે. સમગ્ર વિશ્વ કોરોના સામે સંઘર્ષ કરી રહ્યું છે ત્યારે આપણો દેશ પણ કોરોના સામે લડાઈ લડી રહ્યો છે. તો ગુજરાતમાં પણ કોરોના કહેર બની ગયો છે કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસો 11 હજારને પાર જતાં રહ્યાં છે. જેમાં સૌથી વધારે કેસો અમદાવાદમાં છે. અમદાવાદ એ કોરોના સંક્રમણનું હોટસ્પોટ બની ગયું છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા એક વિવાદને જન્મ આપવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા પહેલા જ નવી ડિસ્ચાર્જ પોલિસી લાવવમાં આવી જે પહેલાંથી જ વિવાદિત રહી છે. અને હવે વિજય નેહરા ની બદલી.

વિજય નેહરા, લોકડાઉન 4, રૂપાણી સરકાર
ફોટો સોશિયલ મીડિયા

હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ (AMC) કમિશ્નર વિજય નેહરા ની બદલી કરી દેવામાં આવી છે. જે બાબતે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. વિજય નેહરા ના સમર્થકો દ્વારા ટ્વિટરને બાનમાં લેવામાં આવ્યું છે ગઇકાલથી વિજય નેહરા માટે #BringBackVijayNehra ચલાવવામાં આવી રહ્યું છે. તેમજ આ હેશટેગ પર હજારોની સંખ્યામાં ટ્વિટ થઈ ગઈ છે. ગુજરાત સરકાર દ્વારા વિજય નેહરા (Vijay Nehra) ને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર પદ પરથી હટાવીને તેમની બદલી ગાંધીનગર ખાતે રૂરલ ડેવલપમેન્ટ કમિશ્નર તરીકે કરવામાં આવી છે. જેનો લોકો વિરોધ કરી રહ્યા છે. અને સરકારના આ નિર્ણયને અયોગ્ય જણાવી રહ્યા છે.

વિજય નેહરા, Vijay Nehra, AMC Commissioner
ફોટો સોશિયલ મીડિયા

વિજય નેહરાની બદલી ગાંધીનગર કરવામાં આવ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે મુકેશ કુમારની નિમણુંક કરવામાં આવી છે. આ બાબતે લોકો સાથે સાથે કોંગ્રેસ પણ સરકાર પર પ્રહાર કરી રહી છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે એક નિવેદનમાં કટાક્ષ કરીને કહ્યું કે, બદલવાના હતા ગુજરાતના વિજયભાઈને, અને બદલી કાઢ્યા અમદાવાદના વિજયભાઈને. કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમાર દ્વારા એક વીડિયો ક્લિપ ટ્વિટ કરીને ગુજરાતની રૂપાણી સરકાર પર વિજય નેહરાની બદલી બાબતે કટાક્ષ કરવામાં આવ્યો છે.

વિજય નેહરા, Vijay Nehra, AMC Commissioner
ફોટો સોશિયલ મીડિયા

કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે વિજય નહેરાની બદલી અંગે કહ્યું કે, ગુજરાત સરકારે જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા ની બદલી કરી છે એ ખુબ દુખદ છે. જે અધિકારી અમદાવાદમાં અગ્રેસિવલી ટેસ્ટિંગની કામગીરી કરી રહ્યા હતા, અમદાવાદ શહેરની મ્યુનિસિપલ કમિશનર તરીકે ગલી ગલી જાણતા હતા. એની ભૂગોળ જાણતા હતા. સામાજિક વ્યવસ્થા અને અમદાવાદના સામાજિક તાણાવાણા જાણતા હતા. એ અધિકારીએ ખૂબ મહેનતથી રાત દિવસ મહેનત કરી અને જીવના જોખમે કામ કર્યું હતું. એનું ફળ મળ્યું? વિજય નહેરાએ ખૂબ તાકાતથી ટેસ્ટિંગ વધાર્યા એનું ફળ મળ્યું?

વિજય નેહરા, Vijay Nehra, AMC Commissioner
ફોટો સોશિયલ મીડિયા

કોંગ્રેસ પ્રવકતા જયરાજસિંહે આગળ ઉમેર્યું કે, વિજય નેહરા જીએ જે રીતે અમદાવાદમાં કામ કર્યું એ રીતે સરકારે જે બદલી કરી છે એના પરથી સ્પષ્ટ લાગે છે કે અધિકારીઓની અંદર આંતરિક લડાઇ ચાલી રહી છે. લોકોના મનમાં હતું કે ગુજરાતના વિજયભાઈને બદલવાના છે આતો અમદાવાદના વિજયભાઈને બદલી કાઢ્યા! એ વાત પણ લોકોના ગળે ઉતરતી નથી. એકવાત બઉ સ્પષ્ટ છે કે જે રીતે સારા અધિકારીની બદલી કરી છે એ રીતે ગુજરાતની જનતા અને ખાસ કરીને અધિકારીઓના મનોબળ પર અસર પડે છે અને જે અધિકારીઓ નિષ્ઠાપુર્વક કામ કરે છે એ પણ ફરીથી આ રીતે કામ કરતા અચકાશે અને સરકારના કહ્યાગરા થઇને કામ કરવું પડશે એ વાત આના પરથી સ્પષ્ટ થાય છે. 

વિજય નેહરા, Vijay Nehra, AMC Commissioner
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ હજુ વિજય નેહરા એ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર જાહેરાત કરી હતી કે તેઓ કોરોના સંક્રમિત વ્યક્તિનાં સંપર્કમાં આવ્યા છે અને થોડા દિવસ માટે સેલ્ફ ક્વોરન્ટાઇન થઇ ગયા છે. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર તરીકેનો ચાર્જ મુકેશ કુમારને સોંપવામાં આવ્યો હતો. જો કે વિજય નેહરાનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવતાં પોતે સત્તાવાર જાહેરાત કરી હતી કે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને ટૂંકમાં ચાર્જ સાંભળશે પરંતુ વિજય નેહરા ફરીથી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર પદે પાછા આવે તે પહેલાં જ તેમની બદલી કરી નાખવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો જે બાબતે લોકોમાં ચહલપહલ જોવા મળી રહી છે.

અહી ક્લિક કરીને વધારે gujarati news માટે અમારા facebook પેજ Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!