મુકેશ અંબાણી ના એન્ટિલિયામાં નોકરી કરતા પ્લમ્બરને કેટલો પગાર મળે છે! જાણો!
મુકેશ અંબાણી નીતા અંબાણી જીવનશૈલી: મુકેશ અંબાણી અને નીતા અંબાણી એશિયાના સૌથી ધનિક દંપતી છે. ભારતમાં છેલ્લા ઘણા સમયથી મુકેશ અંબાણી દેશના સૌથી ધનિક લોકોમાંના એક છે. તાજેતરમાં જ દેશના સૌથી ધનિક પરિવારના ત્યાં પારણું બંધાયું છે. આ સાથે જ મુકેશ અને નીતા અંબાણી દાદા દાદી બન્યા છે. આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતાએ એક પુત્રને જન્મ આપ્યો છે. અંબાણીના લક્ઝુરિયસ ફેમિલી હાઉસ એન્ટીલિયામાં પુત્રનું આલીશાન સ્વાગત થઈ ગયું છે. જન્મતાની સાથેજ સુવર્ણ ભાગ્ય લઈને જન્મ્યા છે અંબાણી કુંવર.
અંબાણી પરિવારના સૌથી નાના અને નવા મહેમાનના આગમનથી અંબાણી પરિવાર જ નહીં પરંતુ એન્ટિલિયા (મુકેશ અંબાણીના ઘરે નોકરી કરતો સ્ટાફ) માં કામ કરતા તમામ કર્મચારીઓમાં પણ એક ખુશી અને ઉત્તેજનાનું વાતાવરણ છે. નીતા અંબાણીએ ઘણી વાત જાહેરમાં કહ્યું છે કે તેમના ઘર એન્ટિલિયામાં કામ કરતો સ્ટાફ પણ તેમના પરિવાર જેવા છે. મુકેશ અંબાણી સાથે તેમના પૌત્રનો ફોટો સોશિયલ મીડિયામાં ઝડપભેર વાઈરલ થઈ ગયો હતો.
મુકેશ અંબાણીની એન્ટિલીયા એ પૃથ્વી પરની સૌથી ખર્ચાળ અને ભવ્ય રહેણાંક સંપત્તિ છે. એન્ટિલિયાની કિંમત 11 હજાર કરોડથી વધુ હોવાનું કહેવાય છે. એન્ટિલિયાની દેખરેખ રાખવા માટે લગભગ 600 સ્ટાફ ઘરે કામ કરે છે. તેમાં સિક્યુરિટી ગાર્ડ્સ, માળીઓથી ઇલેક્ટ્રિશિયન્સ અને પ્લ .મર્સનો સમાવેશ છે. શું તમે જાણો છો કે અંબાણી પરિવારના ઘરના પ્લમ્બરને કેટલા પૈસા મળે છે? Livemirror.com ના જણાવ્યા મુજબ એન્ટિલિયામાં કામ કરતા કર્મચારીઓને દર મહિને 2 લાખ રૂપિયા વેતન મળે છે.
મુકેશ અંબાણીના ઘરના પ્લમ્બરને પણ દર મહિને 2 લાખ રૂપિયાનો પગાર મળે છે. માત્ર બે લાખ રૂપિયા વેતન જ નહીં પરંતુ પગારની સાથે તેમના બાળકોને તબીબી ભથ્થું અને શિક્ષણ ભથ્થું પણ મળે છે. અંબાણી પરિવાર જેટલો પૈસાદાર છે એટલો જ ઉદાર પણ છે. તેમના ત્યાં કામ કરતા સ્ટાફના લોકોના બાળકોને પણ શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ આપે છે. એટલું જ નહીં એન્ટીલામાં કામ કરતા દરેક વ્યક્તિ એ અંબાણી પરિવારના સભ્ય જેવી જ છે આ બાબતે ને ખુદ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી જાહેરમાં કહી ચુક્યા છે.
મુકેશ અંબાણી જેટલા ધનિક છે એટલું જ આલીશાન તેમનું ઘર છે. 27 માળની એન્ટિલિયામાં ખૂબ જ આધુનિક પાણીની પાઇપલાઇન છે. ઉપરાંત, ઘરમાં ખૂબ જ લક્ઝરી બાથરૂમ ફિટિંગ છે. તેમની દેખરેખ રાખવા માટે ખૂબ કુશળ પ્લમ્બરને નોકરી પર રાખવામાં આવ્યા છે. ઘરે કેટલા પ્લમ્બર કામ કરે છે તે અંગે કોઈ પુષ્ટિ થયેલ માહિતી નથી, પરંતુ આવા અહેવાલો ઘણી વાર બહાર આવ્યા છે કે મુકેશ અંબાણીની એન્ટિલીયાના સ્ટાફ બનવા માટે ઘણા માપદંડ પૂરા કરવા પડે છે.
જણાવી દઈએ કે, ભારતના સૌથી મોટા બીઝનેસમેન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી ના માથે અંબાણી સ્કૂલ, હોસ્પિટલ અને આઈપીએલ ટીમની જવાબદારી છે. એશિયાના સૌથી ધનિક વ્યક્તિની પત્ની નીતાએ પણ બિઝનેસ જગતમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. નીતા અંબાણીનું નામ વિશ્વની તાકાતવાન મહિલાઓમાં શામેલ છે. કોઈપણ સામાન્ય માણસ માટે પરિવાર અને આટલા મોટા વ્યવસાય વચ્ચે સંતુલન બનાવવું ખૂબ જ મુશ્કેલ હોય છે. તે જ સમયે, નીતા અંબાણી આ બધું ખૂબ સારી રીતે સંચાલિત કરે છે. કંઈક આવી જ રીતે ધીરુભાઈ અંબાણી અને તેમના પત્નીએ વર્ષો પહેલા રિલાયન્સ ની સ્થાપના કરી ત્યારે સંઘર્ષ કરેલો.