દેશમાં રાજ્યસભાની સીટો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ગુજરાતમાં પણ રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકીય ગરમાંગરમી વધી જવા પામી છે. હાલમાં આ 4 બેઠક માંથી ભાજપ પાસે 3 બેઠક છે અને કોંગ્રેસ પાસે 1 બેઠક પરંતુ હાલમાં વિધાનસભામાં કોંગ્રેસ સૌથી મજબૂત સ્થિતિમાં છે એટલે 4 બેઠક માંથી 2 બેઠક કોંગ્રેસ આરામથી જીતી શકે છે તો ભાજપને પણ 2 બેઠક મળશે એટલે કે ભાજપને એક બેઠકનું નુકશાન થશે. ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીન ને જાહેર કરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. અમિત શાહની આ ચાલ ભાજપ કે ભાજપના નેતાઓના સમજથી બહાર છે.
ભાજપે નરહરિ અમીન ને જાહેર કરીને કહાનીમાં ટ્વિસ્ટ લાવી દીધો છે. સામન્ય સંજોગોમાં પૂર્ણ થઈ જતી ચૂંટણીમાં રસાકસી લાવી દીધી છે. રાજકીય રીતે શાંત વાતાવરણમાં પથ્થર ફેંકી દીધો છે. તેમજ એવા પણ સમાચાર વહેતા થઈ રહ્યા છે કે, ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં અસંતોષની લાગણી છે જેને ભાજપના કેટલાક નેતાઓ દ્વારા ધીમી આંચે પકવવામાં આવી રહી છે. પરંતુ અમિત શાહ ની ચાલ અલગ છે. રાજનૈતિક પંડિતો મુજબ અમિત શાહ દ્વાર નરહરિ અમીન ને જાહેર કરીને ભાજપથી વિમુખ થયેલા પાટીદાર સમાજને કોંગ્રેસ વિરુદ્ધ કરવાની ચાલ રમવામાં આવી છે અને પાટીદાર સમાજને પાછો ભાજપ તરફી કરવાની રાજરમત. અમિત શાહ લાંબાગાળાના ફાયદો જોઈ રહ્યા છે.
અમિત શાહ રાજનીતિના અઠંગ ખિલાડી છે આવા કેટલાય ખેલ પાડીને તેઓ આજે દેશના ગૃહમંત્રી સુંધી પહોંચ્યા છે. મધ્યપ્રદેશમાં પણ લોકપ્રિય કમલનાથ સરકારના ઓઆય હચમચાવી દીધા છે અને સરકાર પાડી દેવા સુંધીનાં ઓપરેશન કરીને વધુ એકવાર પોતાને એક સફળ રાજનેતા સાબિત કરી દીધા છે. આ પહેલા પણ ગુજરાતમાં રાજ્યસભા વખતે સાત આઠ જેટલા ધારાસભ્યોની વિકેટ ખેરવી નાખી હતી. પરંતુ તોય કોંગ્રેસ નેતા અહમદ પટેલ જીતી ગયા હતાં હોવી એનો બદલો શક્તિસિંહ ગોહિલ કે ભારત સોલંકી ને હરાવીને લેવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહયુ છે.
નરહરિ અમીન ને કેમ જાહેર કર્યા?
નરહરિ અમીન ને જાહેર કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોને સાધવાનો છે. જેના દ્વારા રાજ્યસભા તો જીતી જ જવાય સાથે સાથે પાટીદાર સમાજ જે ભાજપથી વિમુખ થયો છે તેને પાછો ભાજપ તરફી લાવવાનો અને કોંગ્રેસ વિરુદ્ધ કરવાનો છે. તેમજ વિધાનસભામાં કોંગ્રેસનું બળ ઓછું કરવાનો પણ મુખ્ય આસાય છે. આ બાબતે નરહરિ અમીન ને પણ સૂચનાઓ આપવામાં આવી છે કે કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોને સાધીને તેમને ક્રોસવોટિંગ માટે મનાવો અને 2-3 ધારાસભ્યોને ગૃહમાં ઘેર હાજર રાખવા માટે માનવો. જે કામે નરહરિ અમીન લાગી ગયા છે. આમ અમિત શાહ દ્વાર એક કાંકરે ત્રણ પક્ષીનો શિકાર કરવાની યોજના છે. અહી ક્લિક કરીને અમારા ફેસબુક પેજને ફોલો કરો વધારે ન્યુઝ માટે
ગુજરાત વિધાનસભાનું ગણિત
હવે વિધાનસભાનું ગણિત જોઈએ તો કોંગ્રેસને બે બેઠક જીતવા માટે 74 ધારાસભ્યો જોઈએ જેમાં કોંગ્રેસ પાસે 73+ 1 અપક્ષ+ 2 બિટીપી ના ધારાસભ્યો છે. જ્યારે ભાજપને ત્રણ બેઠક જીતવા 111 ધારાસભ્યો જોઈએ જેમાં ભાજપ પાસે કોંગ્રેસને બે બેઠક માટે 74 ધારાસભ્યો જોઈએ જેમાં કોંગ્રેસ પાસે 73+ 1 અપક્ષ+ 2 બિટીપી ના ધારાસભ્યો છે. જ્યારે ભાજપને ત્રણ બેઠક જીતવા 111 ધારાસભ્યો જોઈએ જેમાં ભાજપ પાસે 103+ 1 એનસીપીના થઈને 104 ધારાસભ્યો છે. એટલે ભાજપ 2 જ બેઠક જીતી શકે તેમ છે.
આમ જો ભાજપને ત્રણ બેઠક જીતવી હોય તો ત્રણેય બેઠક જીતવા ભાજપને અન્ય 7-8 ધારાસભ્યોનું સમર્થન જોઈએ. જે કોંગ્રેસ અને અપક્ષના હોય. જે જોતા ભાજપ કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો માંથી 2-3 ક્રોસ વોટિંગ કરે અને 3-4 ગેરહાજર રહે તેવા પ્રયત્નો ચોક્કસ કરી શકે છે જેના દ્વારા ભાજપ એકડા મારફતે ત્રણ બેઠક કબ્જે કરી શકે છે. જેમાં કોંગ્રેસને એક જ બેઠક મળે. પણ જો અને તો ની આ રાજરમત સફળ થાય તો.
- આ પણ વાંચો
- રાજ્યસભા ચૂંટણી અમિત શાહનો માસ્ટરસ્ટ્રોક આવીરીતે જીતશે ત્રીજી સીટ!
- ગુજરાત કોંગ્રેસ માં ભૂકંપથી હાઈકમાંડમાં હડકંપ! જાણો!
- આગુજરાતીએ મધ્યપ્રદેશ કમલનાથ સરકાર ના પાયા હચમચાઈ નાખ્યા! જાણો!
- કમલનાથ નો માસ્ટરસ્ટ્રોક! ડી કે શિવકુમારની એન્ટ્રી! ભાજપમાં ફફડાટ!
- મધ્યપ્રદેશ માં સિંધિયાના રાજીનામાં બાદ પણ પિચર હજુ ક્લિયર નથી! જાણો!