GujaratPolitics

ગુજરાત કોંગ્રેસ ની પહેલ લાવી રંગ! સરકારે મોટર વ્હીકલ એક્ટની અમલવારી ઠેલી પાછી!

ગુજરાતની ભાજપ સરકારે તારીખ 16 સપ્ટેમ્બરના રોજથી સમગ્ર ગુજરાતમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ કારવાનની જાહેરાત કરી હતી. જે તારીખ 16 સપ્ટેબરના રોજ લાગુ પણ થઈ ગયો હતો અને 16મી તારીખની વહેલી સવારથી જ આ એક્ટ મુજબ ટ્રાફિક પોલીસ દ્વારા સઘન ચેકીંગ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું હતું અને કડકાઇથી આ કાયદાનું પાલન કરાવામાટે સરકારશ્રી દ્વારા ટ્રાફિક પોલીસ તંત્રને ખડે પગે રહેવા નિર્દેશ આપવામાં આવ્યા હતાં. તો આ કાયદાની જોગવાઈઓ અંગે પ્રજામાં જબરદસ્ત વિરોધ હતો અને ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ આ અંગે સરકારને રજુઆત કરી હતી.

ગુજરાત કોંગ્રેસ
ફોટો: સોસીયલ મીડિયા

આ કાયદા સામે જનવીરોધ જોતાં ગુજરાત ભાજપ સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટમાં તોતિંગ, મસમોટા અને અંધાધૂંધ કહી શકાય તેવા દંડમાં ગુજરાત સરકાર દ્વારા સામાન્ય રાહત આપવામાં આવી હતી જેના સામે પણ જનતામાં ભારે રોષની લાગણી જોવા મળી રહી હતી. જેના વિરોધમાં જનતાએ કેટલાક સ્થળોએ સવિનય કાનૂન ભંગ કર્યો હતો. પરંતુ આ કાયદાના કારણે સામાન્ય જનતાને ખુબજ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે તેમાં બેમત નથી.

ગુજરાત કોંગ્રેસ
ફોટો: સોસીયલ મીડિયા

ત્યારે શસક્ત વિપક્ષની ભૂમિકા માં ગુજરાત કોંગ્રેસ દ્વારા એક નવતર અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ગુજરાત કોંગ્રેસ દ્વારા મિસ્કોલ મારો આંખ ઉઘાડો અભિયાન દ્વારા સરકારના આ કાળા કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાત કોંગ્રેસ દ્વારા 07941050774 નંબર લોન્ચ કરવામાં આવ્યો હતો જેના પર માત્ર 24 કલાકમાં જ લગભગ 1.24 લાખ કરતાં વધારે લોકોએ મિસ્કોલ કરીને આ કાયદા અંગે વિરોધ દર્શાવ્યો હતો. હજુ પણ આ નંબર પર મિસ્કોલ આવવાના ચાલુ જ છે. કોંગ્રેસની પ્રજાલક્ષી ઝુંબેશ સામે લાચાર ભાજપ સરકારે મોટર વ્હીકલ એક્ટની અમલવારી 15 ઓક્ટોબર સુંધી પાછી ઠેલી છે.

ગુજરાત કોંગ્રેસ
ફોટો: સોસીયલ મીડિયા

આ બાબતે ગુજરાત કોંગ્રેસ સોસીયલ મીડિયા ચેરમેન હેમંગભાઈ રાવલ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, સરકાર ભલે આ નિર્ણય ને હજુ પાછો ઠેલે પરંતુ અમારી માંગણી અસહ્ય, તોતિંગ અને અંધાધૂંધ દંડની રકમ નો પ્રજાલક્ષી ઉકેલ ના આવે ત્યાં સુંધી જનતા સાથે રહીને કોંગ્રેસ આ કાળા કાયદાનો વિરોધ કરશે. વધુમાં તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી રસ્તા પરના ખાડા, રઝળતા ઢોર, ટ્રાફિક જામ જેવી સમસ્યાઓ નો ઉકેલ નહિ આવે ત્યાં સુધી નવા કાયદાનો વિરોધ ચાલુ જ રાખવામાં આવશે.

ગુજરાત કોંગ્રેસ
ફોટો: સોસીયલ મીડિયા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યના નાગરીકો પર સરકારે વિચાર્યા વિના દંડની ભારેખમ રકમો થોપી દિધી છે અને બીજી બાજુ વ્યવસ્થાતંત્રનો મોટા પાયે અભાવ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં નાગરિકો માટે સરળતાથી લાયસન્સ મળે, પી.યુ.સી. સરળતાથી મળે, રોડ – રસ્તા પરના ખાડાઓ દુર થાય અને વાહન ચાલકો સરળતાથી પોતાના વાહનને સલામત ચલાવી શકે તે વ્યવસ્થાતંત્ર આપવાની જવાબદારી રાજ્ય સરકારની છે. કમનસીબે સરકારે નિયમો પાળવા નહી અને પ્રજા પર જંગી દંડ ફટકારીને સુરાતન દેખાડવુ તે લોકતંત્ર માટે કેટલે અંશે વ્યાજબી? જેવા વેધક સવાલ અને વિરોધના સુર સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પણ આ કાળા કાયદાનો જનતા સાથે રહીને ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

ગુજરાત કોંગ્રેસ
ફોટો: સોસીયલ મીડિયા

આમ કોંગ્રેસ દ્વારા ગાંધીગીરી સ્વરૂપે જનતાનો અવાજ બનવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં કોંગ્રેસ દ્વારા આ અભિયાન અંતર્ગત લોન્ચ કરવામાં આવેલા નંબર 07941050774 પર અત્યાર સુંધી એટલે કે માત્ર 24 કલાકમાં જ 1.24 લાખ સુંધી મિસ્કોલ આવી ચુક્યા છે. જનતાનો જબરદસ્ત વિરોધ જોતાં સરકાર પણ હચમચી જવા પામી છે અને આજે સરકાર દ્વારા કેબિનેટ મિટિંગમાં આ કાયદાની અમલવારી 15 દિવસ બાદ કરવામાં આવશે અને વાહન ચાલકોને PUC- હેલ્મેટ માટે 15 ઓક્ટોબર સુંધી રાહત આપવામાં અવશેની જાહેરાત કરવાની ફરજ પડી હતી.

મોટર વ્હીકલ એક્ટ
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, પહેલી સપ્ટેમ્બરના રોજ જ્યારે આ કાયદો સમગ્ર દેશમાં લાગુ થયો હતો ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા સરકારને રોડ રસ્તાની ખરાબ હાલત, અસ્વચ્છ રસ્તા ગંદગી અને સફાઈ, બંધ ટ્રાફિક સિગ્નલ્સ, રસ્તા પર ખાડા, ભુવા, ખોડેલી સડક, બંધ સ્ટ્રીટ લાઈટ, રસ્તે રઝળતા રખડતા પશુથી થતો અકસ્માત અને રસ્તા પરનું ગેરકાયદેસર દબાણ વગેરે અંગેની ખરાબ સ્થિતિ માટે પણ જવાબદાર અધિકારી સામે પગલાં અને દંડ વસુલવાનું લિસ્ટ દંડની રકમ સાથેનું દંડનામું જાહેર કર્યું હતું અને જનતાનો આવાજ બની હતી.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!