IndiaPolitics

મોટો ખુલાસો! તાંત્રિકની સલાહ પર નામ બદલ્યું, સચિવાલય જવાનું પણ બંધ કર્યું: નિર્મલા સીતારામન

તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે તેમની પાર્ટી તેલંગાણા રાષ્ટ્ર સમિતિનું નામ બદલીને ભારત રાષ્ટ્ર સમિતિ કરી દીધું છે. આના પર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન કેસીઆર પર નિશાન સાધતા કહ્યું કે તેમણે તાંત્રિકોની સલાહ પર પોતાની પાર્ટીનું નામ ટીઆરએસથી બદલીને બીઆરએસ કર્યું છે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારામન એ કહ્યું, મુખ્યમંત્રી કેસીઆરએ તાંત્રિકો અને અંકશાસ્ત્રીઓની સલાહ પર સચિવાલયમાં જવાનું પણ બંધ કરી દીધું અને ઘણા વર્ષો સુધી મહિલાઓને તેમની કેબિનેટમાં સામેલ ન કરી.

નાણામંત્રાલય
ફોટો: સોસીયલ મીડિયા

વધુમાં દેશના નાણાંમંત્રી નિર્મલા સીતારામન એ કહ્યું કે, હવે તાંત્રિકની સલાહ પર પાર્ટીનું નામ બદલીને BRS કરવામાં આવ્યું છે. તેલંગાણા અને તેલુગુ ભાષાના લોકોને નિષ્ફળ અને દગો આપ્યા પછી, તેમણે હવે રાષ્ટ્રીય પક્ષ તરીકે BRSની શરૂઆત કરી છે. નવી પાર્ટી પણ ખરાબ રીતે નિષ્ફળ જશે. સીતારમણે કહ્યું કે ટીઆરએસની રચના તેલંગાણાના લોકોની ભાવનાઓને પૂર્ણ કરવા માટે કરવામાં આવી હતી, પરંતુ કેસીઆર તેને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યા છે. તેલંગણા મુખ્યમંત્રી પર એક બાદ એક સવાલો તાકતા મુખ્યમંત્રી KCR ની મુસીબતો વધી છે.

નિર્મલા સીતારમન એ કહ્યું કે, TRSએ વચન આપ્યું હતું કે પૈસા, પાણી અને નિમણૂક (નોકરી) તેલંગાણા રાજ્યની મહત્વાકાંક્ષા માટે પ્રાથમિકતા છે. આ સાથે સામાજિક ન્યાય અને મહિલા સશક્તિકરણની પણ વાત થઈ હતી, પરંતુ 2014 થી 2018 સુધી TRS સરકારમાં એક પણ મહિલા મંત્રી નથી. આજે તેલંગાણા પર 3 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. વિવાદાસ્પદ કલેશ્વરમ લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતાં કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું કે અગાઉ એવું માનવામાં આવતું હતું કે આ પ્રોજેક્ટ રૂ. 40,000 કરોડના બજેટ સાથે પૂર્ણ થશે, પરંતુ બજેટમાં વધારાને કારણે બજેટ રૂ. 1,40,000 કરોડ સુધી પહોંચી ગયું છે. જેમાં કોઈ સ્પષ્ટતા નથી.

ચંદ્રશેખર રાવ
ફોટો: સોસીયલ મીડિયા

પ્રોજેક કલેશ્વરમ લિફ્ટ ઇરિગેશન ઓર પહેલાં પણ સવાલો ઉભા થાય હતા અને આજે નાણામંત્રી એ પણ સવાલો ઉભા કરીનેKCR ને કઠેડામાં ઉભા કરી દીધા છે. નોકરીના વચનો પર સીતારમણે કહ્યું કે ટીઆરએસ સરકારે પોતાનું વચન પાળ્યું નથી અને લોકોને છેતર્યા છે. “TRS સરકાર ભંડોળ, પાણી અને નોકરીના ત્રણેય મોરચે સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે,” તેમણે કહ્યું. KCRએ બુધવારે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) પાર્ટીની શરૂઆત કરી. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો મુકાબલો કરવા માટે રાષ્ટ્રીય પક્ષ બનવા તરફ KCRના પ્રથમ પગલા તરીકે આને જોવામાં આવી રહ્યું છે. નિર્મલા સીતારામન ના સવાલો પર હવે KCR શું જવાબ આપે છે એ જોવું રહ્યું.

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!