BusinessGujaratIndiaPolitics

નોટબંધી દરમિયાન સુરતમાં 2 હજાર કરોડનું કૌભાંડ થયું! ભાજપ નેતાના દાવાથી ખળભળાટ

ભાજપના નેતા પીવીએસ શર્માએ કહ્યું કે પીએમ મોદી દ્વારા નોટબંધીની ઘોષણા બાદ ગુજરાતના સુરતમાં કાળા નાણાં વાળા લોકોએ પોતાનું કાળું નાણું સફેદ કરી દીધું હતું. શર્માએ મોટો દાવો કર્યો હતો કે એકલા સુરતમાં નોટબંધી દરમિયાન બે હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હતું. ભાજપ નેતા દ્વારા ખુલાસો કરવામાં આવતાં પેટા ચૂંટણી સમયે રાજકીય ગરમાવો આવી ગયો છે. અને આક્ષેપ પ્રતિઆક્ષેપની સિઝન ફરી શરૂ થશે. પરંતુ આ અત્યાર સુંધીનો ભાજપ નેતા દ્વારા કરવામાં આવેલો સૌથી મોટો ખુલાસો છે એમ માની શકાય.

પેટા ચૂંટણી, ભાજપ, મોદી સરકાર, રઘુરામ રાજન
ફોટો સોશિયલ મીડિયા

વર્ષ 2016 માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની ઘોષણા કરતા કહ્યું હતું કે તેનાથી કાળા નાણાં પર લગામ વધારે કડક થશે. પરંતુ હવે તેમના જ પક્ષના લોકો તેમના જ દાવાઓની પોલ ખોલી રહ્યા છે અને દાવો કરે છે કે નોટબંધી દરમિયાન હજારો કરોડનું કૌભાંડ થયું હતું. ભાજપના નેતા અને ભૂતપૂર્વ આઇટી અધિકારી પીવીએસ શર્માના ડિમોનેટાઇઝને લઈને કરવામાં આવેલા દાવાને કારણે ખળભળાટ મચી જવા પામી છે. આ બાબતે રાહુલ ગાંધી પણ ઘણી વાર કહી ચુક્યા છે કે નોટબંધીમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે આ સાથે તેમણે બેંકનું નામ લેતા બેન્ક દ્વારા રાહુલ ગાંધી પાર કેસ કરવામાં આવ્યો હતો.

મોદી સરકાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
ફોટો સોશિયલ મીડિયા

ભાજપના નેતા પીવીએસ શર્માએ કહ્યું કે પીએમ મોદી દ્વારા નોટબંધીની ઘોષણા બાદ ગુજરાતના સુરતમાં કાળા નાણાં વાળા લોકોએ પોતાનું કાળું નાણું સફેદ કરી દીધું હતું. શર્માએ મોટો દાવો કર્યો હતો કે એકલા સુરતમાં જ ડિમોનેટાઇઝેશન દરમિયાન બે હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હતું. તેમણે કહ્યું કે આ કૌભાંડ આવકવેરા અધિકારીઓ, બિલ્ડરો, સીએ અને ઝવેરીઓ દ્વારા આચરવામાં આવ્યું હતું. ભાજપ નેતાએ રાજકીય પાર્ટીના નેતાનું નામ પણ જાહેર કર્યું છે. તે સાથે જ ગુજરાત સહિત સમગ્ર દેશનું રાજકારણ પણ ગરમાઈ ગયું છે.

મોદી સરકાર
ફોટો: સોસીયલ મીડિયા

ભાજપના નેતા પીવીએસ શર્માએ ટ્વિટ કરીને નોટબંધી સમયે બેંકમાં કરોડો રૂપિયા જમા કરાવી અને મની લોન્ડરિંગ દ્વારા કેટલાક સ્થાનિક ઝવેરીઓ પર પૈસા બનાવવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ તેમણે પીએમ મોદી પાસે આ સમગ્ર મામલાની તપાસ સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કરાવે તેવી માંગ કરી છે. પીવીએસ શર્માએ કહ્યું કે કેટલાક સ્વાર્થી તત્વોએ નોટબંધી સમયે થયેલા ભ્રષ્ટાચારને ઢાંકી દીધો છે અને આવા તત્વોનો પર્દાફાશ કરવો તે પીએમ મોદીની જવાબદારી છે.

પીવીએસ શર્માના આ દાવાએ સુરતમાં ખળભળાટ મચી ગયો છે. આ સાથે જ એક જ્વેલર્સના માલિક દ્વારા આ મામલે ખુલાસો આપ્યો છે. તેમણે કહ્યું કે તેમની ઉપર લગાવવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા છે અને તે તમામ પ્રકારની તપાસમાં સહકાર આપવા તૈયાર છે. તેમણે કહ્યું કે અમારી કંપની રિટેલમાં સૌથી વધુ કર ચૂકવનારી કંપની છે. તેમજ અમારો 1300 કરોડ રૂપિયાનો બિઝનેસ છે. અમારી કંપનીમાં 400 લોકોનો સ્ટાફ છે. અમે કંઈ ખોટું કર્યું નથી. તમામ પ્રકારની તપાસમાં સહયોગ કરવા તૈયાર છીએ.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!