અમદાવાદ જિલ્લામાં ઓરી રુબેલા ના રસીકરણ અભિયાનના પ્રથમ સપ્તાહમાં જીલ્લાના ૮૫,૩૬૯ બાળકોને રસી અપાઇ. ઓરી રુબેલા રોગ વિરોધી રક્ષણ આપવા માટે સમગ્ર અમદાવાદ જિલ્લામાં ઓરી અને રુબેલાની રસી શાળા તથા આંગણવાડી કેન્દ્ર પર માઇક્રોપ્લાન મુજબ તા. ૧૬મી જુલાઇ થી આરંભ થયેલ છે. આ અભિયાન અંતર્ગત ૯ મહિનાથી ૧પ વર્ષના તમામ બાળકોને રસી આપવામાં આવી રહી છે. ઓરી રોગની નાબુદી અને રુબેલાને નિયંત્રિત કરવા માટે ૯ મહીનાથી ૧૫ વર્ષ સુધીના બાળકોને આ રસી આાપવી અત્યંત આવશ્યક છે. તા. ૧૬ જુલાઇ થી તા. ૨૧ જુલાઇ સુધીના પ્રથમ સપ્તાહમાં જીલ્લાના ૮૫,૩૬૯ બાળકોને રસી આપવામાં આવી છે. શિક્ષકશ્રીઓ, વાલીઓ, આરોગ્ય કર્મીઓએ ઉત્સાહ સાથે સરાહનીય કામગીરી કરી છે.
ઓરી એક જીવલેણ રોગ છે. જે વાઇરસ દ્રારા ફેલાય છે. બાળકોમાં ઓરીના લીધે વિકલાંગતા અને અકાળે મૃત્યુ થઇ શકે છે. તેમજ રુબેલા એક ચેપી રોગ છે. જે વાઇરસ દ્રારા ફેલાય છે. રુબેલાના લક્ષણ ઓરી રોગ જેવા હોઇ શકે છે. તે છોકરો અને છોકરી બન્નેને ચેપગ્રસ્ત બનાવી શકે છે. જો કોઇ સ્ત્રી ગર્ભાવસ્થાના આરંભિક તબક્કામાં તેનાથી ચેપગ્રસત બને તો કજેનિટલ રુબેલા સિન્ડૃોમ થઇ શકે છે જે તેના ગર્ભ અને નવજાત શીશુ માટે ઘાતક સાબીત થઇ શકે છે.
આ રસી સપુર્ણ પણે સુરક્ષીત છે અને તેની કોઇ આડઅસર થતી નથી. બાળકોને આ રસી યોગ્ય લાયકાત ધરાવતા ફિમેલ હેલ્થ વર્કર દ્રારા આપવામાં આવે છે. આ સામુહીક અભિયાનમાં આમજનતાને તેઓની ભાગીદારી સુનિશ્રિચત કરવા અનુરોધ કર્યો હતો. જિલ્લામાં રસીના કારણે કોઇ આાડઅસર જોવા મળેલ નથી જેથી વાલીઓએ અંધશ્રદ્ધા કે અફવાઓથી દુર રહી પોતાના બાળકોને રસી અપાવે તે ઘણું ઉચીત છે. અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જીતેન્દ્રસિહ ચોહાણે સરપંચશ્રીને પત્ર પાઠવીને તેઓના ગામમા કોઇ પણ બાળક ઓરી-રુબેલાની રસીથી વંચિત ન રહે તે માટે લક્ષ આપીને ગામના તમામ બાળકો રક્ષીત થાય તે માટે જાહેર અપીલ કરેલ છે ઉપરોકત જાણકારી મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી ડો. શિલ્પા યાદવ અને જિલ્લા આર.સી.એચ.ઓ ડો.ગોત્તમ નાયકે આપી હતી.